________________
- કથાનકાળ :
સુલસાએ ગુરુવય તે જણાવેલી આપવીતી
ઉપદેશ સાંભળીને પાછા પેાતાને સ્થાને જતા રહ્યા. દિવસના એક પહેાર બાકી રહ્યો ત્યારે આચાર્યની પાસે બેઠેલા સુયશ સાધુ સાથે વાત કરવા માટે એકાંતની વાટ જોતી પેલી શેઠાણી શેઠ સાથેના પાતાનાં પૂનાં દુરિતાને યાદ કરી કરીને શરમાતી નીચું મુખ રાખી દુઃખ સાથે રાતી રાતી ત્યાં આવી. આવીને તેણે આચાય ને અને સુયશ સાધુને વંદન કર્યું. ઉચિત સ્થળે તે બેઠી. ઇંગિત વગેરેની ચેષ્ટાએ દ્વારા આચાર્ય જાણ્યુ કે-આ ખાઈ આ સાધુની કોઇ સંબંધી છે એટલે તેમણે તેને કહ્યું: હું ભદ્રે ! તારાં ધર્મકાર્યોં ખરાખર નભે તે છે ને ? તારા પુત્ર વગેરે પરિવાર તારી ધર્મ-પ્રવૃત્તિમાં સહાયક તે છે ને? આચાર્યની વાત સાંભળીને જાણે કે હૃદયનું શલ્ય તૂટી ગયું ન હોય એમ એ ગળગળી થઈને રાવા લાગી. પછી તેણીને ગુરુએ પૂછ્યું: હું મહાનુભાવે ! શા માટે રાવે છે ? તેણી બેલી: હું ભગવાન ! આ જાતના અનના પથારા કરવામાં હું પેતે જ કારણુ છું એથી મારી જાતને રાઉં છું. જ્યારે મારા સ્વામી શિખામણુ આપતા હતે ત્યારે મેં તેને હાંકી કાઢયે અને અનુચિત રીતે વર્તતા છતાં મારા પુત્રને ‘ સારા આચારવાળા ’ કહીને તેમની શેર કરી. પરિણામે અભાગણીને મારી અનીતિનુ ફળ મળી જ ગયું. ગુરુ મેલ્યાઃ શી રીતે ? શેઠાણી એલી: એક તા મારા પતિએ તમારી પાસે આવીને દીક્ષા લઇ લીધી એ તે તમે પ્રત્યક્ષ જાણા જ છે. બીજું મારું ધન અને પુત્રો અર્ધું જ વણસી ગયું એ હકીકત તમને કહી સભળાવુ. સાંભળે-મારા ધણી સાધુ થયા ત્યાર પછી મેં ઘરના કામકાજમાં પુત્રાને ગોઠવી દીધા. શરૂશરૂમાં તે તેઓ મારી શરમને લીધે ઠીક ડીક વાઁ પણ પછી મારી પશુ અવગણના કરીને તે અંકુશ વિનાના હાથીની પેઠે સ્વચ્છંદે રહેવા લાગ્યા. તેમાં મારે મોટા પુત્ર ધર ગીતા તરફ ભારે અભિરુચિ ધરાવતા હતે, એ માટે તે ગાનારાના એક મોટા ટાળાને જ પોષતા હતા. સ'ગીત સાંભળ્યા વગર તે એક ક્ષણ પણ રહી શકતા નહીં. તે ખાવાનુ તજી દે, તખેળ, વસ્ત્ર અને ઘરેણાંની શેભાને પણ તજી દે, પોતાના ભાઈ-ભાંડુને પશુ તજી દે; પરંતુ સ ંગીતને તે તે લેશ પણ છેાડી શકતા નહીં. જરાક પણ સંગીત બંધ રહ્યું તે તે જાણે કે પેતે મરી ગયા છે અથવા લુંટાઈ ગયા છે એમ પોતાની જાતને માનતા હતા. સંગીત બંધ રહેતાં બાકી બીજા તમામ પ્રકારના વિષયસુખા મળતાં હાય તો પણ તેને ચેન પડતું નહીં. પછી તે મેં પણ શરમ છોડીને તેને કહ્યું: હું પુત્ર ! તું માટે પુત્ર થઇને પણ આમ સ્વચ્છંદે રહે એ તારી રીતભાત તે ઘણી જ અનુચિત કહેવાય. મારી આ વાત સાંભળતાં જ તે એકદમ તાડૂકી ઉઠ્યો; હે રાંડ ! ચામુડી જેવી કાળમુખી ! તું ચૂપ કેમ બેસતી નથી ? તેના આ ખેલ સાંભળ્યા પછી હું તેને ફરી વાર અંશમાત્ર કહી શકી નહીં.
પછી તે તે દિવસે દિવસે સ્વછંપણે સંગીતમાં જ વિશેષ ખૂંચવા લાગ્યા અને એ માટે તે એક ચાંડાળ ગવૈયાના કુટુંબની સેવા કરવા લાગ્યા. આમ કરતાં કરતાં તેણે ઉચિત
"Aho Shrutgyanam"