________________
ટક
શેઠાણીને રોષ ને સુયશ શ્રેણીની દીક્ષા
: કથારન-કેશ : આ રીતે ભારે અભિમાનથી છણકે કરીને સુલસાએ ખાવા-પીવાનું તજી દીધું, તેનું મોઢું ઉતરી ગયું અને તે, રેષને લીધે એકાંતમાં જઈને સૂઈ ગઈ. ભેજનને સમયે શેઠ બહારથી આવ્યા, તેમણે પિતાના હાથ–પગ ધોયાં, દેવના દર્શન કર્યા અને પછી ભેજનખંડમાં આવીને પૂછયું. સુલસા કયાં ગઈ છે? ને કરચાકરેએ કહ્યું અમે કશ પરમાર્થખરી વાત જાણતા નથી એટલે શું કહીએ? પરંતુ શેઠાણી ભારે રોષમાં ભરાયેલા છે અને ઘરનાં બધાં કામકાજ તજી દઈને તેઓ અમુક ઠેકાણે જઈને સૂતેલાં છે. આ વાત સાંભળીને બેબાકળ થયેલે શેઠ તેની પાસે ગયા અને બેલ્વે ભદ્ર! તું આમ કેમ રે ભરાયેલી જેવી દેખાય છે? શા માટે ઘરના કામકાજને સંભાળતી નથી ? શેઠાણી તો જાણે કે કશું ય સાંભળતી ન હોય એ રીતે પિતાના મોઢા ઉપર કપડું ઢાંકીને પડી છે અને શેઠની સામે પણ જોતી નથી. પછી તે ભેઠે પડી ગયેલ શેઠ તે સ્થળેથી ચાલ્યો ગયો અને તેણે પિતાની મોટી બહેનને પિલી શેઠાણી પાસે મોકલી. શેઠની મોટી બહેને પણ શાંતિભર્યા વચને કહીને જેમ તેમ કરીને મનાવી ત્યારે તે શેઠાણી ડીક શાંત થઈ અને પછી તેની સામું જોઈને તે કહેવા લાગી. મારા છોકરાઓ બધા નિદેવ છે છતાં તમારા ભાઈએ-શેઠે તેમને આવાં આવાં અનુચિત વચને કહીને ઘણે ઠપકે આખે, એમનું અપમાન કર્યું. એ દુઃખને લીધે જ મેં બધું ખાવા-પીવાનું છોડી દીધું છે. નણંદ બોલીઃ એક વાર આ બધું માફ કર, ફરી વાર શેઠ છોકરાંઓને કાંઈ પણ કહેશે નહીં. આ રીતે જ્યારે તેને વારંવાર મનાવવામાં આવી ત્યારે જ તેને રોષ હેઠો બેઠો અને પછી તે શેઠની સાથે જમવા બેઠી. તે દિવસથી માંડીને શેઠ હવે પુત્રોની પંચાત કરવી છોડી દીધી. ધનને બગાડ થતો હોય તે પણ કશી શિખામણું આપતા નહીં તેમ કોઈ પણ કામ વણસી જતું હોય તે પણ તેઓ મૌન જ રાખતા. આ રીતે શેઠ ઉપેક્ષા કરવા લાગ્યા તેને પરિણામે આખું ઘર ખાલી થઈ ગયું, ધન બધું ચાલ્યું ગયું. આ બધી પરિસ્થિતિ સમજીને શેઠના મનમાં ભારે વૈરાગ્ય આવી ગયું. પિોતાના પ્રિય પુત્ર અને સ્વી વગેરે સ્નેહી જનો તેમને ઇંદ્રજાળ જેવાં ખોટાં દેખાયાં. પ્રેમના પ્રપંચને તેઓ ઘડીકમાં રહે અને ઘડીકમાં ચાલ્યા જાય એ સમજી શકયા. આ બધું જોઈ વિચારીસમજી સુયશ શેઠે દમષ આચાર્યની પાસે દીક્ષા લઈ લીધી. વિશિષ્ટ તપ કરવા સાથે સાધુના અચાને પાળતા એ સુયશ સાધુ ગામડાઓમાં અને આકરો વગેરેમાં ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા.
આ રીતે લાંબા સમય સુધી અકલંકિત શીલમાં તત્પર બનેલા એ સાધુ સૂત્ર અને તેના પર માથેને સમજ્યા પછી “શું મારા કુટુંબમાંથી કઈ પ્રતિબંધ નહીં પામે ?” અર્થાત્ “ કેક તે પામશે” એમ વિચારી તેઓ ગુરુની સાથે વિહાર કરતા કરતા માટેશ્વરી નગરીમાં જ આવી પહોંચ્યા. ત્યાંના લોકે તેમને વાંચવા માટે આવ્યા અને ધર્મને
"Aho Shrutgyanam