________________
,
,
,
,,
. સુલતાને થયેલા વિવિધ દેહદો
: કથારન-કેશ : જેણે ઘણા પ્રકારનું તપ તપ્યું છે તેનું તે ત૫, એ બધું ય ઇદ્રિને જય ન કર્યો હોય તે તદ્દન નકામું જ છે એમ સમજે. જે પુરુષએ આ ઇંદ્ધિના ઉન્મત્ત હાથીને તેના ઉપર જય મેળવી વશ કરે છે તેઓ આ ભવસાગર તરી જ ગયેલા છે અને આપદાઓના ચકને પણ તેવા પુરુષોએ એક ડાબા પગથી જ દાબી રાખેલું છે. ઇદ્રિ ઉપર જ્ય મેળવવાથી સુયશશેઠને કેવું સુખ થયું અને ઇન્દ્રિયને નહીં જિતવાથી તેના પુત્રને કેવું દુખ પડયું એ બધી હકીકત સુયશ શેઠ અને તેના પુત્રની કથા દ્વારા સાંભળે. તે કથા આ પ્રમાણે છે –
- જંબુદ્વીપના તિલક સમાન દક્ષિણાર્ધ ભારત દેશમાં પૃથ્વી ઉપર પ્રસિદ્ધ મહેસરી નામે નગરી છે. એ નગરીમાં રહેનારા લેકે સમૃદ્ધિવાળા અને સત ધર્મવાળા છે તથા એ નગરીમાં વસતી યુવતીઓ દિવ્યકુંડળની જોડીથી અલંકૃત છે તેથી એક કુંડળના અલંકારધારીથી ગર્વિત એવી અલકાપુરીનો આ નગરી ઉપહાસ કરે છે અર્થાત્ અલકાપુરીને કુબેર એક કુંડલધારી કહેવાય છે ત્યારે આ નગરીમાં રહેનારી યુવતીઓ જોડ જેડ કુંડલથી અલંકૃત છે, એથી અલકાપુરી કરતાં આ માહેસરી નગરી ચડિયાતી છે. વળી, આ નગરી ખલજનથી રહિત હોવાથી દ્વિજિહોનાં કુલના નિવાસને લીધે કલંકિત બનેલી નાગરાજની નગરીને પણ ઉપહાસ કરે છે.
હવે એ નગરીમાં કઈ જાતને બાધ રાખ્યા વિના પાકાર કરવામાં કુશળ અને બધા લેકેને માનીત સુયશ નામે એક શેઠ છે. તેને સુલસા નામે એક સ્ત્રી છે. પૂર્વભવે કરેલાં સુકૃતે પ્રમાણે પ્રાપ્ત થયેલાં સુખને ભેગવતાં તેમને કાળક્રમે પાંચ પુત્રે થયા. પહેલે ધર, બીજે ધરણ, ત્રીજો યશ, ચોથે યશચંદ અને પાંચમે ચંદ.
જ્યારે પેલે ગર્ભમાં આવે ત્યારે માતાને ગીત સાંભળવાને દેહદ થયેલા, બીજા પુત્ર સમયે ખૂબ રૂપને જેવાને દેહદ થયેલે, ત્રીજા પુત્ર સમયે સુગંધી ફૂલેને સુંઘવાને દેહદ થયેલે, ચોથા પુત્ર સમયે સરસ સરસ ખાવાને દેહદ થયેલ અને પાંચમાં પુત્ર વખતે કેમળ કમળ તળાઈઓવાળી પથારીમાં સૂવાને અને સુંવાળાં સુંવાળાં આસને ઉપર બેસવાને દેહદ થયેલો. જેવા જેવા એ માતાને દેહદ થયેલા તેવા જ પ્રકારના સ્વભાવવાળા તેને પુત્રે થશે એ હકીકત શેઠે પિતાની બુદ્ધિની કુશળતાથી નક્કી જાણી લીધી હતી. એ રીતે તેને પાંચ પુત્રે જમ્યા. ઉંમરમાં વધતા વધતા તે પચે જુવાન થતાં વેપારવણજ વગેરે અનેક કળામાં કુશળ થયા, તેમને ઉચિત કન્યાઓ સાથે પરણાવ્યા. પછી ઘરના
* દ્વિજિહ૧) ખલજને (૨) નાગે. પહેલો અર્થ ખલજનોથી રહિત એવી આ નગરી ખલજનના કુલોથી કલંકિત એવી નાગરાજાની નગરીને ઉપહાસ કરે છે અર્થાત હાંસી કરે છે, બીજો અર્થ ખલજનોથી રહિત એવી આ નગરી નાગેના કુલેના કલંકવાળો નાગરાજની નગરીને ઉપાસ કરે છે અર્થાત તે નગરીથી ચડિયાતી છે. ..
"Aho Shrutgyanam