________________
વિજ્ય મુનિવરના ચાર શિષ્યની કઠિન વ્રત-આચરણ : કથાન-કેશ: યથાવસરે શિખામણ આપી રહ્યા છે અને એ રીતે તેમના દિવસે વીતે છે. હવે એક સમયે તે આચાર્ય ચાર રાજપુત્રને દીક્ષા આપી. પહેલાનું નામ વરણ તે કુરુરાજનો પુત્ર, બીજે પંચાલ રાજને પુત્ર સયંભૂદત્ત, ત્રીજે ઇશાનચંદ્ર તે સિંધુ સોવીરરાજને પુત્ર અને એ સાવથીના રાજાને પુત્ર અરિહતે જ. તે ચારે સાધુઓમાં નય, વિનય, સત્ય, શૌચ, ક્ષમા, દમ, સંયમ વગેરે અનેક ગુણે હતા તથા તેઓ ગ્રહણ, આસેવના વગેરે શિક્ષાઓમાં વિચક્ષણ હા. એ ચારે સાધુઓ વિરાસન વગેરે અનેક કષ્ટ ક્રિયાઓને કરતા, નિરંતર ઉગ્ર કાઉસ્સગધ્યાનમાં ઉદ્યમ કરતા પિતપિતાના સામર્થ્ય પ્રમાણે તેવી તેવી અતિશય દુષ્કર ક્રિયાઓ દ્વારા પણ પોતાનું માપ કાઢીને પિતાની શક્તિને લેપીને એક વાર પિતાના આચાર્ય પાસે ગયા. જઇને આચાર્યને વંદન કરી તેમને વિનંતિ કરવા લાગ્યાઃ હે ભગવંત! તમારી અનુજ્ઞા મેળવીને અમે કેઈક સવિશેષ એવા કષ્ટાનુષ્ઠાનવાળા વ્રતને આચરવા ઈચ્છીએ છીએ. ગુરુ બેલ્યા હે દેવાનુપ્રિયે! તમારી જેમ વાંછા હોય તેમ શીધ્ર આચરે. પછી “તહતિ” એમ કહીને માથા પર હાથ જોડી, સવિનય પ્રણામ કરીને વરુણ રાજર્ષિ જ્યાં એકલા વૈતાલ રહે છે તે સ્થળે જઈને કાઉસ્સગ ધ્યાનમાં રહ્યા. સયંભુદર કુમારશ્રમણ પણ વટવાસિની ક્ષેત્રદેવતા સામે ધ્યાનમાં રહ્યા. ઈશાનચંદ્ર ભૂતની ગુફામાં અને અરિહતેજ રાજર્ષિ પણ મસાણમાં જઈને કાઉસ્સગ્ય ધ્યાનમાં રહ્યા. એ પ્રમાણે એ ચારે શ્રમણસિંહ કુલાચલની જેવા રિથર સ્વભાવવાળા, મહાસત્વવાળા, મહાબળવાળા, મહામતિવાળા, મહાતેજસ્વી, પરમ સવેગવાળા, ભવને ડર રાખનારા અને મન વચન અને કાયાને સારી રીતે સંયમમાં રાખનારા પિતપોતાના સ્થાનમાં કાઉસ્સગ ધ્યાનમાં રહ્યા હતા, તેવામાં પ્રથમ મુનિને તેના ધ્યાનમાંથી વિચલિત કરવા વૈતાલેનું ટેળું તેની સામે આવી પહોંચ્યું. એ ટેળું કેવું હતું ?
એમનાં મુખ ભયાનક, લાંબી અને વિશાળ ગુફા જેવાં હતાં, તેમની મજબૂત દાઢે દેખાતી હતી, તેમનાં ભયાનક લાંબા લાંબા કાળા શરીરની ઊંચાઈથી આકાશ ભરાઈ ગયું હતું, ધારદાર તરવાર જેવી મોટી મોટી છરીએથી એમણે માનવેના શરીરના ટુકડે ટુકડા કરી નાખેલા હતા અને તેઓ ક્ષણે ક્ષણે હેહ હોહા કરી મૂકી કિલકિલાટ કરી ભયાનક અવાજે કરતા હતા. આવી જાતના વૈતાલના ટેળાને જોઈને પિલા મુનિરાજ વરુણે પિતાના મનને જરા પણ ભાંગવા ન દીધું અને લેશ પણ તે પિતાના ધ્યાનથી ચલિત ન થયા. - હવે જે સાધુ જ્યાં વટવાસિની દેવતાની સામે ઊભા રહીને ધ્યાન ધર હતું ત્યાં તેને ચલિત કરવા માટે એ દેવતાએ જ આ પ્રમાણે પ્રારંભ કર્યો (એ દેવી જાણે કે કેઈ ત્રિી પુરુષને જ કહેતી હોય એમ બેલી) રે મઝાદી! તું જ્વાળાથી ભયાનક બનેલા અગ્નિમાં હેમ કરવા તૈયાર થયેલું છે, મને યાદ કર્યા કરે છે, વિદ્યાની સાધના માટે ઉઘમવંત થઈ તૈયાર થઈ રહ્યો છે, છતાં ય તારી સાધનાની વિધિમાં તું કયાંય કેમે કરીને સૂદ્ધ ગયે, તે ભયંકર કુંફાડા મારતી આ વટવાસિની દેવી રોષે ભરાયેલી, તારું
"Aho Shrutgyanam