________________
૮૯
વિજયની સર્વવિરતિ ગ્રહણ કરવાની ઈચ્છા
: કયારન-ફાશ :
પુરાહિત ખેલ્યું: હે પુત્ર! કોઈએ મારા કશે અપરાધ કર્યાં નથી પરંતુ પેાતાના કેવલજ્ઞાન દ્વારા લેાકાલાકના સ્વરૂપને જાણનારા, રૂપમાં કદને પણ હરાવી દેનારા, અભિમાનરૂપ સર્પના નાશ માટે નાગદમની મંત્ર જેવા, મનના વાંછિત પૂરણુ કરવામાં કલ્પવૃક્ષ સમાન શ્રી પાર્શ્વજિન પાપાપગમન અનશન સ્વીકારીને નિર્વાણુ પામ્યા છે. એ જ ભગવાનના ચરણાએ સ્પર્શેલી ધૂળમાં તને રગદોળેલા ત્યારે જ તું આરેાગ્યને પામેલ અને તેમના માર્ગનું અનુસરણ કરવાથી અમારી જેવા માનવા ભવના આ શત્રુઓથી થાડું પણ હીતા નથી; જેમના આથમી જવાથી આ ત્રિભુવન જાણે કે ગાઢ અંધારાના પૂરથી ભરેલું હોય એવું જણાય છે, એવા એ ભગવાનના ચરણેાના વિરહને લીધે મને આજે ભારે સતાપ થાય છે અને મારી ઉદાસીનતાનુ પણ કેવળ એ જ એક કારણ છે. આ બધી વાત સાંભળીને, પુરેાહિતના પુત્ર વિજયને વૈરાગ્ય થઈ આવ્યો અને તે ખેલવા લાગ્યાઃ હું પિતાજી ! તમારા કહેવા પ્રમાણે તે ભગવાનના ચરણુપ્રસાદથી હું નીરાગી થયેલ છું અને તમારા કહેવા પ્રમાણે એ ભગવાન એવા અસાધારણ ગુણવાળા હતા તે પછી હુવે જ્યારે એમનું નિર્વાણ થયેલ છે ત્યારે તેમના વિરહ થયે તેમની પાછળ હવે સંસારમાં રહીને શું કરવાનુ છે ? માટે મને અનુમતિ આપે જેથી હું તે ભગવાને આચરેલા શ્રમણ્ધ ને અનુસરું પછી પિતા ખેલ્યા: હે પુત્ર! આવું અનુચિત કેમ લે છે ? હજી તે તુ શરીરે અતિ કામળ છે. કોઈ પ્રકારની કંઠાર ક્રિયા કરવાને અસમર્થ છે, માટે હું કુમાર ! તું હમણાં કેટલાક સમય સુધી તે પેાતાના ઘરમાં જ નિવાસ કરીને રહે. હજુ તુ વિવાહ કર, કન્યાઓની સાથે લગ્ન કર, પેાતાના સ્વજના તથા દીન અનાથ લેાકાને દાન આપી તેમના ઉપર અનુગ્રહ કર, સતાનાની વૃદ્ધિ કર અને પછી સવિરતિ ધર્મને આચરજે.
વિજય ખેલ્યાઃ હૈ પિતાજી ! મારું કામળપણુ કેવુ છે? અર્થાત્ હું તે એવા કેક સુવાળા થઈ ગયેી છું? અથવા ધ માર્ગો ઉપર જવાને દૃઢ મનવાળા માનવને માટે શુ કાંઈ દુષ્કર હાય છે ખરું ? જે પુરુષા કૃતનિશ્ચય હાય છે તે શું ભડભડતી આગમાં પડતા નથી? વળી, હે પિતાજી ! પરણીને પણ શું કરવું છે ? અને સતાનેાની વૃદ્ધિ કરીને પશુ શુ કરવુ છે? એ સ્ત્રીઓ અને સતાનેમાંથી કાઈ આ ભવના ભયથી પીડાયેલા આપણને થાડા પણુ સહાયરૂપ થવાના નથી, માટે જ્યાં સુધી વજ્ર જેવા ભયાનક યમ મારી પાસે આવી પહેાંચ્યા નથી ત્યાં સુધીમાં તમારી સમ્મતિ મેળવીને હુ શ્રમણ ધર્માંને આચરવા ઈચ્છું છું. હવે એ પિતા પુત્રને પરસ્પર આ જાતના સંવાદ સાંભળીને પેાતાની જાતને તણખલાની પેઠે લેખતી તેની માતાના હૃદયમાં થાકના ભારે આવેગ આવ્યે. એ મૂર્છા આવવાથી બેભાન થતાં તેની આંખા વીંચાઈ ગઈ અને એ રીતે જમીન ઉપર ઢળી પડી. એને ઢળી પડતી જોતાં જ એમનાં નાકર ચાકરી એકદમ
૧૨
"Aho Shrutgyanam"