________________
બંધુદત મુનિએ કરેલ વિદુર વાદીને પરાભવ.
: કથારસ્ત-કેષ :
એ પ્રમાણે કાગળમાં લખેલી હકીકતને બરાબર સમજી લઈ સંઘની આજ્ઞાને શિરે ધાર્ય સમજનાર એ આચાર્યે જાતે જ તક્ષણ પાટલિપુત્ર નગર તરફ પ્રસ્થાન કર્યું. એટલામાં જ બરાબર તેમના સામે એક છીંક થઈ. ડાબી તરફ છીંક થાય તે ક્ષેમકર છે, જમણી બાજુ છીંક થાય તે લાભ કરે છે અને પાછળ છીંક થાય તે પાછા વાળે છે એટલે કાર્ય સિદ્ધ થતું નથી. હવે જે છીક બરાબર કપાળની સામે જ થાય છે તે થયેલા કાર્યને પણ વિનાશ કરી નાખે છે. - એમ વિચાર કરતા એ આચાર્ય, છીંક થવાથી પિતે જાતે તે અટકી ગયા પરંતુ આગળ વર્ણવે એ વાદકળામાં કુશળ બંધુદત્ત સાધુને તેણે ત્યાં મોકલી આપ્યા. તેને આચાર્યો બધાં કાર્યોને સિદ્ધ કરી આપનારી એવી વિદ્યા આપી. બોલવા માત્રથી જ સિદ્ધ થઈ જનારી એવી એ વિદ્યાને એ સાધુએ બરાબર અવધારી લીધી અને પછી તે અખંડ પ્રયાણ કરતા કરતા પાટલિપુત્ર પહોંચી ગયે.
ત્યાં જઈને તે સાધુરાજને મજે, વાદન સ્વીકાર કર્યો અને શરત એ થઈ કે જેનાથી જે જિતાઈ જાય અર્થાત્ જેનાથી જે હારી જાય તેને તે ચેલે થઈ જાય. પછી દયા લાવીને તે સાધુએ એ વિદુર નામના વાદીને જ પૂર્વપક્ષ કરવાની પહેલાં તક આપી. એ વાદીએ વાણીને મેટે આડંબર દર્શાવી નિત્યવાદની સ્થાપના કરી એટલે “બધુંય એકાંત નિત્ય છે.” એવા પક્ષની સ્થાપના કરી. પછી આ સાધુએ તેના પૂર્વ પક્ષને બેલી જઈને અનેકાન્તવાદના સિદ્ધાંતદ્વારા તેનું અક્ષરશઃ ખંડન કર્યું અને એ વાદીને પરાળના પૂળાની પેઠે ક્ષણવારમાં ફેંકી દીધે-હરાવી નાખ્યા. સપ્તભંગીરૂપ વજાને પાત થવાથી એ વાદી નિર્દયતાપૂર્વક દબાઈ ગયે અને તેની ધૃતિ, સમૃતિ, બુદ્ધિ અને વાણી બધુંય બંધ થઈ ગયું–નાશ પામી ગયું. પછી રાજાએ પણ વાદીને તિરસ્કાર કર્યો. અને કહ્યું કે આમ કેમ ઊભે છે? કાંઈક તો ઉત્તર દે. રાજાએ એમ કહ્યા પછી તે હારેલો છે છતાંય તેણે પેલા સાધુ ઉપર પોતાની સ્તંભની વગેરે ક્ષુદ્ર ઉપદ્રવ કરનારી વિદ્યાઓ અજમાવવા માંડી. આ મુનિએ તેની પાસેની ગુરુએ આપેલી એ બધી વિદ્યાઓને પૂર્વ પઠિત વિદ્યાના બળવડે નિષ્ફળ બનાવી દીધી. પછી જ્યારે તે વાદી બધે પ્રકારે સામર્થ્યહીન થઈ ગયે. ત્યારે તેણે આ મુનિ પાસે તેને ચેલો થઈને શ્રમણધર્મને સ્વીકાર કર્યો અને રાજાએ એ મુનિને વિજયપત્ર આપ્યું. મુનિને વિજય થયે હેવાથી બધે ઠેકાણે શ્રીસર્વજ્ઞ ભગવાનના શાસનનો મહિમા વધે. પછી એ બધુદત મુનિ વાદમાં વિજય પામેલે હેવાથી નગરજથી પૂજાવા લાગ્ય, સંઘથી પ્રશંસાવા લાગે અને બધા સાધારણ કે તેના તરફ
આ વિજયી છે. આ વિજયી છે.' એમ કહીને આંગળી ચીંધવા લાગ્યા અને એ રીતે તે મુનિ, વિદુર નામના શિષ્ય સાથે પાછા સુદ્રસૂરિની પાસે રાજગૃહ પહોંરયા. બંધુદત્ત
"Aho Shrutgyanam