________________
--
.
.
-
- -
-
-
- -
-
-
-
-
-
-
-
- -
-
-
ક કથારસ્ત-કેાષ:
સૂરિને શ્રી પાટલીપુત્રના સંધનું ફરમાન
૫૮
બીજે દિવસે પાટલિપુત્ર નગરથી બે સાધુ એ રુદ્રસુરિ પાસે આવ્યા સાધુઓએ તેમનું સન્માન કર્યું. પાદપ્રમાર્જન વગેરે ક્રિયા કર્યા પછી એ સાધુ-સંઘાત આચાર્યને ચરણે નમે અને સાથે લાવેલા કાગળ આચાર્યને આપી વિનંતિ કરવા લાગ્યા. હે ભગવન! પાટલિપુત્ર નગરના સંઘસમુદાયે આ અમને તમારી પાસે મોકલ્યા છે તેથી આ કાગળ વાંચીને બની શકે તેટલી શીઘ્રતાથી એમાં જણાવેલી સૂચના પ્રમાણે તમારે કામ કરવાનું છે. ત્યાર પછી આદર સાથે પ્રણામ કરીને આચાર્યો એ લેખ હાથમાં લીધો અને પોતે વાંચવા લાગ્યા.
જેમનું મૂલ ન આંકી શકાય એવા ગુણસમૃદ્ધિથી વધતા શ્રી વર્ધમાન જિનને પ્રણામ કરીને, ધર્મિષ્ટ લોકેએ નિવાસ કરેલ હોવાથી પવિત્ર બનેલા એવા પાટલિપુત્ર નગરથી, જેમનાં પાપ નાશ પામેલાં છે એવો ચતુર્વિધ સંઘ બધા નગરમાં ઉત્તમ એવા નગરરાજ રાજગૃહ નગરમાં વિહાર કરતા–રહેલા, સદા સંઘના કાર્યને પાર પાડનારા, કંદર્પના મદને ચૂરી નાખનારા એવા (આચાર્યને) આદર સહિત આદેશ કરે છે કે અહીં ક્ષેમકુશળ છે પરંતુ કેવળ એટલું જ જણાવવાનું કે અહીં એક વિદુર નામને વ્યક્તલિંગી આવે છે. એની બુદ્ધિ પાસે બૃહસ્પતિ કશી વિસાતમાં નથી અથવું એ ભારે કુશળ બુદ્ધિવાળો છે. વિચિત્ર કાવ્ય રચવામાં એ ભારે કુશળ શીઘકવિ છે. વળી, સર્વ ગ્રંથની ગમે તેવી ગૂંચ હોય તો પણ એ ગૂંચને તે દૂર કરીને શકે એ મહાસમર્થ જ્ઞાની છે તે, છએ દર્શને પરાજય કરતે કરતે ફરતે ફરતે અહીં આવેલ છે.
એણે કણાદ મતના લેકેનું અભિમાન તોડી નાખ્યું છે, બૌદ્ધ મતના લોકોની બુદ્ધિને નાશ કરી નાખે છે અને તેમને બેલતા જ બંધ કરી દીધા છે. અસંખ્ય સાંને તર્ક વગરના, વિચાર વગરના મૂંગા જ કરી નાખ્યા છે. ચાર્વાક લોકેને બળવારના અને કીર્તિ વગરના કરી દીધા છે, મીમાંસક લેકેને એમણે ઠગ બનાવ્યા છે અને એ રીતે તે, બધા મતવાળાઓને હરાવતે મન્મત્ત થઈને હાથીની પેઠે સર્વત્ર-ગમે ત્યાં ફર્યા કરે છે. - હવે તે, જેની સાથે પણ સ્પર્ધા કરવાની વૃત્તિ કરે છે. તમે પિતે જૈન દર્શનનું કાર્ય પાર પાડવાને સ્વયં ઉદ્યત છે તથા રીંછ અને વૃક્ષોથી ખીચોખીચ ભરેલા વનને જેમ અગ્નિ બાળી જ નાખવા તૈયાર હોય છે તેમ તમે પણ આવા દુર્વાદીઓને પરભવ કરવાને સજજ-તૈયાર જ છે તેથી તમને એ માટે પ્રેરણા કરવાની ન હોય તે પણ “વાદવિધિભારે વિષય છે, એમ સમજીને તમારે જાતે જ અહીં શીધ્ર આવવું જોઈએ અને કેઈ કારણસર તમે ન જ આવી શકે તે આવી પડેલા કામને બરાબર પાર પડી શકે એવા સામર્થ્યવાળા કઈ શિષ્ય તમારે અહીં મોકલી આપવા જોઈએ.
"Aho Shrutgyanam