________________
પ૭
સમુનિએ કરેલ સ્વપ્ન–અર્થ
|ઃ કથાન-કોષ :
હોય? કે તમે હવે જલદી અમારી સાથે આવી જાઓ. પછી અમે કહ્યું કે “હા, અમે તમારી પાછળ જ આવીએ આવેલા છીએ ” તે હે શિષ્યો ! તમે કહે કે આ સ્વપને પરમાર્થ શું છે?” પછી ભેગા થયેલા શિષ્યોએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે એ સ્વપ્નને પરમાર્થ દર્શાવતાં કેઈએ કાંઈ સૂચવ્યું અને બીજાએ વળી બીજું કશું પરંતુ એમના કેઈન પણ સૂચનથી આચાર્યનું મન રંજન થયું નહિં.
આ પ્રસંગે એક રુદ્રમુનિ બોલ્યા- “હે ભગવન આ સ્વપ્ન, મરણનું સૂચન કરે છે તેથી એ સારું સ્વપ્ન નથી માટે એ સ્વપ્નને પરમાર્થ જોતાં તે હવે આપે આપના જીવનની શુદ્ધિ માટે વિશેષ ઉદ્યમ કરવો જોઈએ અને અહીંની પ્રવૃત્તિને સમેટીને જેમ સમાધિમરણ પમાય તેમ પ્રયત્ન કરે જઈએ.” રુકમુનિની આ વાત સાંભળીને આચાર્યને એમ થયું કે “અહે! આ રુકમુનિની બુદ્ધિ કેટલી બધી ઉત્તમ છે? આ મુનિ, બીજા બધા સાધુઓ કરતાં વિશેષ ગુણવાળે છે, એમ જાણીને આચાર્યો તેની પ્રશંસા કરી અને સારું મુહૂર્ત જોઈને તેને પોતાની પાટ ઉપર સ્થાપી આચાર્યપદ આપ્યું અને બીજી બધી સમજણ આપવા સાથે તેને પિતાના શિષ્ય સમુદાયને ભલામણ કરી. સવિશેષપણે સમતા ભાવનાઓનું ચિંતન કર્યું. ચારે પ્રકારના આહારને ત્યાગ કરી, સકળ સંઘને ખમાવી પછી ઇગિનીમરણ સ્વીકારી એ આચાર્ય સ્વર્ગે ગયા.
દ્રસૂરિ પણ સૂર્ય જેમ કમલાકરેને વિકસિત કરે છે તેમ ભવ્ય માનવેને વિકસિત કરતા, સૂર્ય જેમ-દોષાકરના–ચંદ્રના-ઉલાસને દૂર કરે છે તેમ દેવકરને દેશના સમૂહને-દૂર કરતા, સૂર્ય જેમ કે મુક્તિમાર્ગ–જવા આવવાને માર્ગ–મોકળો કરે છે તેમ આ આચાર્ય પણ લેકેને મુક્તિમાર્ગ બતાવતા, અને સૂર્યની પેઠે મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કરતા ગામે, આકરે, નગર વગેરે તરફ વિહાર કરતા કરતા ચંદ્રની જેવા નિર્મળ મહાલયની પરંપરાથી વિરાજિત એવા રાજગૃહ નગરમાં આવી પહોંચ્યા અને ત્યાં એક ઉપવનમાં સ્થિરતા કરી. તે આચાર્યના સમુદાયમાં મહાતપસ્વી એવા ચાર મુનિરાજે હતા. તેમાં પહેલા બંધુદત્ત નામના મુનિ વાદકળામાં મહાકુશળ હતા. બીજા પ્રભાકર નામના મુનિ દારુણ તપ કરવાના અને વિશેષ પ્રકારના ચાતુર્માસિક તપ કરવાના સામર્થ્યવાળા હતા, ત્રીજો મિલ નામના મુનિ નિમિત્તશાસ્ત્રના પરમાર્થને જ્ઞાતા હતા અને ચેથા સામજજ નામના મુનિ ગવિધાત વગેરેને ગ્રંથીઓમાં ભારે કુશળ હતા. વિશિષ્ટ પ્રભાવવાળા આ ચારે મુનિઓની અધિક ગુણવત્તાને લીધે મનુષ્યનાં મન રાજી થયેલાં હતાં અને તેથી તેઓ મનુષ્યમાં ભારે આદરમાન પામતાં હતાં તેથી પેલા રુદ્રસૂરિ પિતાના મનમાં થોડું અધૂર્ય-અસંતેષ ધરતા હતા,
"Aho Shrutgyanam