________________
: કયારને-કેશ:
મુનિને આવેલ સ્વપ્નની ફળ-પૃચ્છા.
જીવ, અજીવ એ બને કરતાં અમુક અંશે જુદાં સમજવા માટે જુદા ગણાવ્યા છે. વળી, કેટલાક દર્શનકારે (સાંખે અને વેદાંતીઓ) કહે છે કે-કર્મનો આસ્રવ થવામાં અવિદ્યા વગેરે હેતુ છે, બંધ પ્રકૃતિને છે અને પ્રકૃતિના વિરોગનું નામ મોક્ષ છે અર્થાત અવિદ્યા અને બંધ વગેરે સાથે આત્માને કશે જ સંબંધ નથી, એ વાત જેનદનને સંમત્ત નથી. જેનદર્શન તે કહે છે કે જ્યાં સુધી આત્માને પિતાના સ્વભાવનું ભાન થયું નથી અને પિતાના સ્વભાવ પ્રમાણે આત્માની પ્રવૃત્તિ થતી નથી ત્યાં સુધી આસવ, બંધ એ બધાને સંબંધ કર્મ અને આત્મા એ બને સાથે છે, એ હકીકત જણાવવા માટે પણ અહીં આસવ, બંધ વગેરે તને જુદાં જુદાં સમજાવ્યાં છે. તથા વળી, કેટલાક દર્શનકારે એટલે બૌદ્ધમતવાળાઓ એમ કહે છે કે-જેમ સળગતો દીવો ઓલવાઈ જાય તેમ આ સળગતા સંસારનો સંબંધ છૂટી જાય એનું નામ મોક્ષ છે. એ વાત પણ જેનદર્શનને
કુત નથી. જૈનદર્શન તો કહે છે કે મુક્ત સ્થિતિમાં પૂર્ણ પણે ચૈતન્ય પ્રકટે છે, સ્થિર રહે છે અને તેમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખ વગેરે પૂર્ણ આ માને સ્વભાવ પ્રકટે છે એ રીતે મોક્ષનું સ્વરૂપ જણાવવા માટે પણ અહીં મોક્ષ તત્વને જુદુ ગણાવ્યું છે અર્થાત બીજા બીજા મતના વારણ માટે પણ અહીં જુદાં જુદાં સાત ને સમજાવેલા છે માટે અહીં જણાવ્યા પ્રમાણે સાત તને જ સમજવાં જોઈએ.
એ પ્રમાણે સાત તને જુદાં જુદાં કહેવાનું કારણ આચાર્ય પેલા બ્રાહ્મણને સમજાવ્યું તેથી તેના ખ્યાલમાં આચાર્યને એ અભિપ્રાય બરાબર સમજાય અને તેનો મસરભાવ દૂર થા. આચાર્યની વાણી સાંભળીને ખુશ થયેલ એ રુદ્ર બ્રાહ્મણ સંસારના પ્રપંચથી વિરક્ત થયે, અને તેણે ગુરુનાં ચરણેમાં જઈને તેમની પાસે શ્રમણ ધર્મને સારી રીતે સ્વીકાર કર્યો. પછી તેમની પાસેથી સૂત્ર તથા તેના અર્થની બધી વિદ્યા મેળવી લીધી અને ગુરુની સાથે સુખપૂર્વક આ પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
વળી, વખત જતાં એ રુદ્રદમુનિએ બીજા બીજા સાધુઓ પાસેથી પણ અનેક શાસ્ત્રોને અભ્યાસ કર્યો. શાસ્ત્રને બધે પરમાર્થ તેના સમજવામાં બરાબર આવ્યા અને એ રીતે પંડિત થયેલ તે મુનિ, બીજાઓની પાસે શાસ્ત્રનાં વ્યાખ્યાન, દેશના અને પ્રવચને કરવાને કારણે લેકેમાં વિશેષ ઉપયેગી થયે. હવે એક વાર રાતના પાછલા પહેરે પ્રભાત થવાને સમય આવ્યે ત્યારે એ આચાચે એક સ્વપન જોયું. પછી વનભાવને તેમણે વિચાર કર્યો એથી તેમને નિશ્ચયપૂર્વક એમ જણાયું કે-હવે તેમનું આયુષ્ય ઘણું જ ઓછું બાકી રહ્યું છે એટલે સવાર પડતાં જ તેમણે બધા સાધુઓને એકઠા કર્યા અને તેમની બુદ્ધિની પરીક્ષા માટે તે આચાર્ય કહેવા લાગ્યા કે-હે સાધુએ, આજે રાત્રિના પાછલા પહેરે સવાર થવાને થોડી વાર હતી ત્યારે મેં એક સ્વપ્ન જોયું. એમાં એવું જોવામાં આવ્યું કે “જાણે કે સ્વર્ગમાં ગયેલા અમારા ગુરુ અમને બોલાવતા ન
"Aho Shrutgyanam