________________
પપ
જૈન ધર્મની દૃષ્ટિએ જીવાદિ તેનું સ્વરૂપ.
: કથાર-કોષ :
શુભ અને અશુભ કર્મ પુદગલને સંબંધ ન થાય એવી પ્રવૃત્તિનું નામ સંવર કહેલ છે. તપશ્ચય કરવાથી કામ કરી જાય છે માટે કર્મને જરી જવાનું નામ નિર્જરા કહેલ છે. આત્મા ઉપર લાગેલી કમની સંતતિ-વિસ્તારનું નામ બંધ કહેલ છે અને એ સંતતિના ક્ષયનું નામ મોક્ષ કહ્યું છે. આ રીતે તેની સમજ પ્રમાણે ધર્મકરણીમાં જે માનવ આદરપૂર્વક પ્રવૃત્તિ કરે છે તે, એવું કોઈ મંગળમય ફળ નથી જેને તે ન પામી શકે અથોત વિવેકપૂર્વક ધર્માચરણ કરનાર મનુષ્ય બધું જ કલ્યાણ પ્રાપ્ત કરી શકે છે. વળી, ઉપર જે રીતે તનું સ્વરૂપ અને વિવેચન કરી બતાવ્યું છે તથા મેક્ષની સાધનાને જે ઉપાય બતાવે છે તેના કરતાં બીજા કે જુદાં તો છે અને મોક્ષને ઉપાય વળી કોઈ જુદા જ છે એમ કોઈ કહેતું નથી અને જે પ્રાણીઓ ઉપર જણાવેલાં તને બરાબર નહીં સમજે, તે રીતે આચરણ નહીં કરે તેઓ કોઈ બીજી રીતે મુક્તિ મેળવી શકવાનાં નથી એ નિશ્ચિત વાત છે. તથા જે માનવ ઉપર જણાવેલાં ધર્મ, તત્ત્વનું સ્વરૂપ અને મોક્ષના ઉપાય તરફ થોડો પણ બેદરકાર રહે છે તે માણસ પોતાની જાતને દુનિયાનાં બધાં દુઃખોની ખાણ બનાવે છે.
જ્યારે આચાર્યશ્રી એ પ્રમાણે સુસંબદ્ધ ધર્મને પરમાર્થ કહેતા હતા તે વખતે એક અદ્ર નામનો મત્સરવાળે બ્રાહ્મણ તેમને આ પ્રમાણે કહેવા લાગ્યું. તમે જે જીવતત્વ કહ્યું તે બરાબર યુક્તિયુક્ત છે. અને જીવ સિવાયનાં બીજાં બધાં બાકીનાં તો અજીવરૂપ છે માટે એક બીજું અજીવત જ કહેવું જોઈએ અર્થાત એક જીવ અને બીજું અજીવ એ બે જ તો કહેવા જોઈએ અને બાકીનાં બીજાં પાંચ તત્ત્વોની કલપના વ્યર્થ છે. પછી ગુરુ બોલ્યા: હે ભદ્ર! તારું કહેવું બરાબર છે, કિંતુ વસ્તુના સ્વરૂપને વિરતારની રીતે કહેવાની અપેક્ષાએ ઉપરકહ્યા પ્રમાણે સાત ત કહી બતાવેલાં છે. તેની સ્પષ્ટ સમજ આ પ્રમાણે છે –
મિથ્યાત્વ અને કષાય વગેરેને નહીં રોકવાને લીધે જે કર્મનાં પુદગલને જીવની સાથે સંબંધ થાય છે તેનું નામ આસ્રવ કહેલ છે તથા મિથ્યાત્વ અને કષાય વગેરેને રોકીને જીવ જે પ્રવૃત્તિ કરે છે તેનું નામ સંવર. અથૉત્ આસવ કરતાં સંવર તદન ઊલટો પરિણામ છે. કર્મોની જે નિર્જરા થાય છે તેમાં જીવના પુરુષાર્થની અપેક્ષા છે માટે નિર્જરાને પણ એક જુદા સ્વરૂપે જણાવેલ છે એમ આસવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ બધાં કે સ્વતંત્ર તો નથી પરંતુ જીવ અને કર્મની સાથે સંબંધ રાખનારા તરે છે. એટલે એ બધાને જુદાં જુદાં ન જણાવવામાં આવે તો તે સ્પષ્ટ રીતે સમજી શકાય તેવાં નથી. વળી ધર્મારિતકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદગલ એ બધાં તો કેવળ જડરૂપ છે અને પેલાં આસવ વગેરે તો તે કેવળ જડપ નથી એટલે જીવ અને કર્મ સાથે સંબંધ રાખનારાં એ આસવ વગેરે તને ધરિતકાય વગેરે કેવળ જડ તાની સરખાં પણ કેમ ગણી શકાય ? માટે કેવળ જડરૂપ અજીવ તત્વમાં એ આસવ વગેરે પાંચ તત્વેનો સમાવેશ થઈ શકશે જ નહીં એથી તેમને અહીં
"Aho Shrutgyanam