________________
શંખ મુનિની શ્રદ્ધાનું ચલિત થવું.
: કથાન-કેષ :
તેણે પિલા બ્રાહ્મણને જોઈને નજરોનજર જોયેત્રી હોવાથી તે હવે તે પિલા ધર્મોપદેશક આચાર્યના પગમાં જ ઢળી પડ્યો અને એમને પોતાનો વિચાર કહી સંભળાવ્યું. ગુરુએ તેને બોધ આપે. હે ભદ્ર! જેને ઉપાય થઈ શકે એમ જ ન હોય એવા પ્રકારનું દુઃખ આવતાં તેમાંથી બચવાના ઉપાય ધર્મ સિવાય બીજો કોઈ નથી, માટે આપઘાત કરવાના આ તારા અનિષ્ટ વિચારને તજી દે, સુકૃત કરવાનાં બાનાં નીચે તું આપઘાત કરી આ લેક અને પરલોક એ બન્ને લેકથી વિરુદ્ધ એવી આ અધર્મની પ્રવૃત્તિને છેડી દે આપઘાત કરી તું અધર્મ ઉપાર્જન ન કર. આ સાંભળી તે પુરોહિત બોધ પામ્યો અને તેણે એ આચાર્યની પાસે દીક્ષા સ્વીકારી અને કઠોર એવાં તપ અને સંયમને સાધવા લાગે તથા સાધુઓની સેવા કરીને તેમનું વિનયકર્મ કરવા લાગ્યો.
જયારે ગુરુએ જાણ્યું કે એ શંખ મુનિ સૂત્ર ને અર્થ સાથે સારી રીતે ભણી ચૂકયા છે ત્યારે કોઈવાર તેને એકલા વિચરવાની રજા આપી અને એ રીતે એકલા વિચરતા તે મહાત્મા ગામમાં, આકરોમાં ફરતા ફરતા કલિંગ દેશમાં પહોંચ્યા. ત્યાં એ વખતે એક કાલસે નામને તાપસ-પરિવ્રાજક સંન્યાસી રહેતા હતે એણે લિંગજકખ નામના ચક્ષને સાધીને પિતાને તાબે કરેલ હતું, ત્રિલોકપિશાચિકા વગેરે અનેક વિદ્યાઓને સિદ્ધ કરી હતી. એ દેવતાએ રચેલા આકાશમાં અદ્ધર રહેતા સો પાંખડીવાળા કનક–સોનાના આસન ઉપર બેસીને કન્નપિસાઈયા નામની વિદ્યાની સહાયથી ભૂતકાળના અને ભવિષ્ય કાળના બધા બનાવોને કહી બતાવતો હતો અને તેથી એમ પણ ગર્વ સાથે કહેતે હતો કે “કમલાસન બ્રહ્યા તે બધી હકીકત ચાર મુખેવટે કહે છે ત્યારે તે જ બધી હકીકતેને હું મારા એક જ મુખથી કહી શકું છું.” એ તાપસ એ ચમત્કારવાળા હોવાથી તેની પાસે ઘણું રાજાઓ તથા બીજા માણસો નિરંતર આવતા જતા રહેતા અને તેથી તે બધાની સેવા મેળવીને એ તાપસ, સામાન્ય લોકોને ઠગવાની પ્રવૃત્તિ કરતો. અહી આની શક્તિ કેવી? પ્રભાવ કે રૂપ સંપત્તિ વળી કેવી ? ત્રણે કાળનું જ્ઞાન પણ એનું કેવું અસાધારણ? એમ જાણુને પ્રમોદ ધારણ કરતા સામાન્ય માનવ દૂરથી પણ આવીને તેને ગુરુની પેઠે અને દેવની પેઠે પૂજતા. તે તાપસના હેઠેથી થતા તે પ્રકારના અતિશયવર્ણન સરકાર, પૂજા અને પ્રશંસા એ બધાંને રોજ ને રોજ પોતાની નજરે નિહાળને શુભ ભાવિત મતિવાળો પેલો શંખ સાધુ પણ તેમાં મોહી પડ્યો એટલે સમ્યગ્દર્શન મેહનીય કર્મના ઉદયની પ્રબળતાને લીધે તેનું સમકિત ખસી ગયું એટલે જૈનધર્મ ઉપરની શ્રદ્ધા ઢીલી પડી ગઈ અને તેનાં સમકિતનાં પુદગલે ખરી પડ્યાં એથી તે વિચારવા લાગ્યો.
શાસ્ત્રોની કથાઓમાં બધાય તીર્થકરના ચોત્રીશ અતિશય વર્ણવેલા છે, વિશેષ માહાતમ્યવાળું ગણધરોનું ચરિત્ર પણ એ કથાઓમાં જ ગવાયેલું છે. વળી બીજા વૈક્રિય લબ્ધિવાળાઓ તથા મન:પર્યાય જ્ઞાનવાળાઓની પણ બહુ પ્રકારની વર્ણન આવે છે તથા ચૌદ પૂર્વધરની આશ્ચર્યકારક શક્તિનાં પણ વર્ણન સાંભળવામાં આવે છે, ત્યારે વર્ત
"Aho Shrutgyanam