________________
? કયારત્ન-કેષ :
શ્રી સુધર્માચાર્યે કહેલ કદરૂપા પુરુષનો પૂર્વભવ.
વળી ગયેલાં હતા, છાતી અને કપાળની જગ્યા બેસી ગયેલી હતી, એના બન્ને ગાલ પણ ખરાબ રીતે ફુલેલા હતા, એની બંને જાંઘ, બને ઢીંચણ માંસ વિનાના, લેહી વિનાના અને ખીલા જેવા હતા, એ એ આવેલે પુરુષ કપ હતે. એવા એ પુરુષને જોઈને ત્યાં બેઠેલા લોકોના મનમાં તતકાળ કરુણાનું પૂર ઉભરાઈ આવ્યું તેથી તે લેકેએ એ પુરુષ સંબંધે આચાર્યને પૂછયું. હે ભગવંત! ક્યા કર્મ-પાપના પરિણામને લીધે આ પુરુષની આવી વિષમ દશા થઈ આવી છે ? આચાર્ય બોલ્યા કે સાંભળે
આ માસુસ, એના આગલા જન્મમાં અતિક્રોધી એવો બ્રાહ્મણ હતો. લોકેએ જ્યારે પર્વતયાત્રા-પર્વતને ઉત્સવ શરૂ કર્યો અને તે વખતે લોકે બધા ભેગા મળીને ચચરીઓ ગાવા લાગ્યા તથા બીજી પણ સંગીત વગેરેની અનેક ક્રીડાઓ કરવા લાગ્યા તથા સ્વછંદપણે પરસ્પર પીણાં પીવાં લાગ્યા અને ભેજન કરવા લાગ્યા તે વખતે જમા બ્રાહ્મણને કોઈએ કાંઈ આપ્યું નહીં તેથી એને તત્કાળ પોતાની જાત ઉપર ભારે ક્રોધ ચાલ્યો. ક્રોધના અગ્નિથી આકુળ આંખેવાળ એ બ્રામણ ઉચિત અનુચિતને કશો વિચાર ન કરી શકે અને ગિરિના શિખર ઉપરથી નીચે પડતું મૂકીને પોતાની જાતે આપઘાત કરીને મરી ગયો. એવી રીતે એ બ્રાહ્મણના પડવાથી જ્યાં એ પડ્યો તે જગ્યામાં આવેલાં કીડી વગેરે અનેક નાનાં નાનાં છ કચરાઈ ગયાં અને મરણ પામ્યાં તેથી એ બ્રાહ્મણને ભારે હિંસા લાગી, તેથી થયેલા પાપને પરિણામે અને પિતે કરેલા આપઘાતના પાપને પરિણામે તેણે અશુભ કર્મ સંચિત કર્યું. પછી આ બ્રાહ્મણ તિર્યંચ વગેરેના અવતારોમાં જમ્યો. ત્યાં તેણે ઘણાં પ્રકારનાં કષ્ટો અનુભવ્યાં અને હવે તે પાછલું કમ બાકી રહેલું હોવાથી આ જાતનું કદરૂપાપણું પામી મનુષ્યના જન્મમાં આવેલ છે.
મનુષ્ય જન્મમાં અવતરેલા એ બ્રાહ્મણના શરીરમાં વાયુને ભારે પ્રકોપ થયેલ છે તેથી તેનું આખું શરીર સુકાઈ ગયેલું છે અને તેના હાડકાંનાં બંધના સાંધા પણ સુકાઈ ગયેલા છે. ઊભા સુકાયેલા ઝાડની પેઠે તેના આખા શરીરની કાંતિ પણ રુક્ષ થઈ ગયેલી છે. તેના બન્ને પગ તદ્દન મેળ વગરના છે અને થરથરે છે, બને ઢીંચણ હળી ગયેલા છે અને કડને ભાગ તે કળાતા જ નથી. એવો એ બ્રાહ્મણ “મારા જીવતરમાં ધૂળ પડી ” એમ બોલતો ભારે દુઃખ અનુભવે છે. તે જેમ ધમ, બીજા જીવોની રક્ષા માટે કહેવામાં આવેલ છે તેમ તેને આત્મરક્ષા માટે પણ સમજવાનો છે અને એ રીતે સ્વ અને પર એ બંનેનું ધર્મ દ્વારા રક્ષણ કરવું જોઈએ. જે માનવ, કેઇને વિયેગના દુઃખને લીધે અથવા મનમાં ક્રોધ, લોભ, માન, માયા વગેરે દુર્ભાવ લાવીને આપઘાત કરવા પ્રયત્ન કરે તે લાંબા સમય સુધી સંસારમાં ફયા જ કરે છે.
એ પ્રમાણે એ આચાર્યના એ ઉત્તમ પ્રકારનાં ઉપદેશ વચન સાંભળીને પેલે પુરોહિત કાંઈક શાંતિ પામ્યો અને તેને શેક છેડે ઘણે દૂર થશે અને આપઘાત કરવાથી કેવાં કેવાં ભયાનક કષ્ટ ભોગવવાં પડે છે તથા કેવાં કેવાં કડવાં ફળો ચાખવાં પડે છે એ હકીકત
"Aho Shrutgyanam"