________________
: કારત્નકાસ :
પ્રભાકરના મૃત્યુથી તેના પિતાને કલ્પાંત.
રૂબરૂમાં પ્રભાકરને રાજયાભિષેક કરી રાજાએ પિતાની ગાદી ઉપર બેસાડ્યો અને એક પિતાની સ્ત્રી સિવાય બીજી બધી રાજ્યલક્ષમી બધી રીતે રાજાએ પ્રભાકરને સેંપી દીધી
અને તેને રાજા તરીકે પ્રણામ પણ કર્યા. તે વખતે બીજા સાધારણ જેવા માણસે જે પિતાપિતાને ઉચિત સ્થાને બેઠેલા હતા તેમણે બધાએ ! અરે ! હાય ! હાય ! આ શું કર્યું એમ હાહાકાર કર્યો. અને તેમના ખ્યાલમાં આમ રાજ્યબદલી કરવાનું ખરું કારણ ન આવ્યું તેથી તે બધા કે વ્યાકુળ થઈ ગયા. પેલા પ્રભાકરે તે રાજ્યને સ્વીકાર કર્યો અને રાજ્યમાં બધે સ્થળે પિતાની આણ અશંકપણે ફેરવી દીધી અને રાજ્યનાં કામ જોતાં પણ તેનું મન પરોવાઈ ગયું.
હવે જ્યારે આઠમો દિવસ આવ્યો ત્યારે ન રાજા પ્રભાકર પિતાની સભામાં બેઠો હતો, તેની પાસે પ્રધાન બેઠા હતા અને પેલા અસલ રાજ્ય સભાના કોઈક ખૂણામાં ભરાઈને બેઠો હતો અને સિંહાસન ઉપર બેઠેલા રાજા પ્રભાકરની બને પડખે ચામરે ઢળાઈ રહ્યાં છે, તેની આગળ નાટારંભ ચાલી રહ્યો છે એવામાં એકદમ અકસ્માત તડતડ એવા ભારે અવાજને લીધે લેકેને ભયભીત કરી નાખે એવી તડતડ કરતી એ નવા રાજના માથા ઉપર જાણે કે રુઠેલા યમની દષ્ટિ ન હોય એવી નિષ્ફર વિજળી પડી. અને વિજળી પડતાં જ રાજા પ્રભાકર તત્કાળ બળીને રાખ થઈ ગયે “હાય ! હાય ! આ શું થયું? એમ કરતા રાજાના બધા માણસે ચારે દિશામાં ભાગી ગયા અને આખા શહેરમાં ભારે અવ્યવસ્થા થઈ ગઈ.
બરાબર આ જ વખતે, નવા રાજાના મરણને લીધે જેનો મૃત્યુભય ખસી ગયેલ છે એવો રાજા ચંદ્ર ભારે સુલથી સુશોભિત થયેલા એવા જયકુંજર નામના હાથી ઉપર ચડ્યો અને વિશિષ્ટ પ્રકારના પુરુષો, ઘેડા, રથ અને યોદ્ધાઓને સાથે લઈને એ બહાર નીકળે. બહાર નીકળી તેણે નગરજનોને આશ્વાસન આપ્યું અને પોતે પૂર્વની પેઠે રાજ્યનાં કામ સંભાળવા તરફ ધ્યાન દેવા લાગ્યો. પોતાના પુત્ર પ્રભાકરને ચંદ્ર રાજાએ પોતાનું રાજ્ય શા માટે આપેલું? એને ખરે હેતુ હવે આ શંખ પુરોહિતનાં ધ્યાનમાં આવી ગયે અને પિતાના પુત્રના મરણને લીધે એને ન સહી શકાય તે અત્યંત શેક થયે અને જાણે કે માથે વજ પડયું હોય એવું ભયાનક દુઃખ થયું. એને લીધે તે બબડવા લાગ્યા:
હે દુષ્ટ દેવી હું નિય! હે વિના કારણે વેરને ધારણ કરનાર! હે નમેરા મર્યાદા વગરના ! તું આ જાતના સુપુરુષરૂપ રતનને ભાંગી નાખવાની પ્રવૃત્તિમાં શા માટે પડ્યો? હે પ્રજા પડે! આવા ગુણના ભંડાર સમાન માનવનું તે પણ રક્ષણ શા માટે ન કર્યું ? આવા સુપુરુષને લઈ લીધા પછી આ સંસારમાં તેને બીજો નમૂનો મળવાનો નથી અને આ બીજે નમને મળ્યા વિના હે પ્રજાપ! તું બીજા સુપુરુષોને શી રીતે ઘડી શકીશ?
"Aho Shrutgyanam"