________________
? કયારત્ન-કાવ :
નૈમિત્તિકના કથનથી રાજાનું ભયબ્રાંતપણું.
કક્યાંથી આવે છે? ક્યાં પધારવાના છે? જેશી : હે મહારાજ! વિવારના રત્નાકર જેવા વસંતપુરથી તો હું આવ્યું છું અને કંચપુર તરફ જવાની મારી ઈચ્છા છે. રાજા બોલ્ય: સારું, ત્રણે કાળના બનાવોને જાણવાની તમારી પાસે જે વિદ્યા છે તેમાં તમે કેટલી પ્રગતિ કરી શક્યા છો? જોશી : મહારાજ ! ગુરુકૃપાથી એ બાબત હું થોડુંઘણું જાણું છું. રાજા બોલે એમ છે તે તમે, હવે થોડા જ દિવસોની અંદર કાંઈ વિશેષ પ્રકારનું જે શુભ કે અશુભ થવાનું હોય તે બતાવો. જેથી બે મહારાજ ! સાંભળે, આવતી આઠમને દિવસે આખા સુર્યને ગ્રાસ કરી નાંખનારું એવું ગ્રહણ થશે. આ સાંભળીને બધા રાજપરિવાર અને સભાલેકે વિસ્મય પામ્યા અને માથું ધુણાવતાં ધુણાવતાં એક બીજાનું મોઢું જોવા લાગ્યા. અકાળે થનારા સૂર્યગ્રહણથી ક્ષોભ પામેલા રાજાએ કહ્યું: હે જેશી પર્વ દિવસ સિવાય એ ગ્રહણ શી રીતે સંભવે? અર્થાત ચંદ્રગ્રહણ પૂર્ણિમાને દિવસે થાય છે. અને સૂર્યગ્રહણ અમાવાસ્યાને દિવસે થાય છે, તે એ બન્ને દિવસો સિવાય ગ્રહણ શી રીતે સંભવી શકે? જેશી બો. મહારાજ ! કદાચ સમુદ્ર સહિત આખી ધરતી પણ ચલિત થઈ જાય તે પણ જે હકીકત કેવળી ભગવાને કહેલી છે તેમાં થોડે પણ ફેર પડતો નથી, પરંતુ એ વિશે વિચક્ષણ પુરુષે સારી રીતે વિચાર કરે જોઈએ. “આ વાતની ચર્ચા સભા વચ્ચે જેમ તેમ કરવી ઠીક નથી જણાતી” એમ સમજીને રાજાએ સભાને બરખાસ્ત કરી દીધી, બધા સમાજને ચાલ્યા ગયા અને ત્યાં એકાંત થઈ ગયું. પછી રાજાએ પેલા જોશીને આદરપૂર્વક પૂછયું: હે જેશીજી! તમે હવે સ્પષ્ટપણે કહે કે તમે જે સર્વગ્રાસ સૂર્યગ્રહણની વાત કહે છે તેમાં સૂર્ય કોને સમજે? અને પૂર્વ પ્રમાણે પર્વદિવસ આવ્યા સિવાય તેનું બહણ કેમ કરીને થાય નૈમિત્તિક છે. મહારાજા ઠીક પછયું. મેં કહેલા સર્વગ્રાસી સૂર્ય ગ્રહણમાં જે સૂર્ય છે તે તું પિતે જ છે અને એનું સર્વગ્રાસી ગ્રહણ એટલે તારું મરણ છે. આ સાંભળીને ભય પામેલે રાજા પોતાનાં સર્વ અંગનાં આભરણે ઉતારીને અને એ જેશીને આપી દઈને કહેવા લાગે છે જેશીજી ! આ મારું મરણ અટકે એવો કઈ ઉપાય છે? જેશી બે જરૂર છે, પરંતુ તે તું કરી શકીશ નહીં. રાજા બેલ્થ જીવનને સાચવવા માટે શું ન કરી શકાય ? સૈમિત્તિક છે. જે એમ છે તે મહારાજ ! સાંભળે, તું રૂપ, યૌવન અને સ્વભાવમાં બરાબર તારા જેવા કેઈ પણ માણસને તારી ગાદી આપી દે અને તેનો રાજ્યાભિષેક કર, પછી હું એ રાજાની આજ્ઞામાં તેની પાસે હાથ જોડીને એક નેકરની જેમ હાજર રહે. આ પ્રમાણે તારે આઠમનો દિવસ આવતાં સુધી કરવાનું છે. જેથી જે અકસ્માત નડવાને છે તે તને નહીં નડતાં પેલા નવા બનાવટી રાજાને નડશે અને તેનો વિઘાત થતાં તું બચી જઈશ. રાજાએ આ વાત સ્વીકારી લીધી. પછી આદરસત્કાર કરીને નૈમિત્તિકને જવાની સંમતિ આપી.
પછી રાજાએ એ વિશે પિતાના પ્રધાનને બોલાવી તેમની સાથે વાતચિત કરી અને
"Aho Shrutgyanam