________________
ચંદ્ર રાજા પાસે નિમિત્તાનું આગમન.
કયારત્ન-કેશ:
પ્રમાણે નિર્દોષ એવા જૈનશાસનને ઘણા લેકે ન માને એથી શું એનું મૂલ્ય ઘટી શકે ખરું? આ લેકમાં મળનારાં સાધારણ લાભ અર્થ સન્માન વગેરેને જોઈને દષ્ટિમાં વ્યાહ થવાથી શંખ નામનો માનવ જેમ સમકિતને માર્ગ છોડી દઈ દુઃખને ભાગી થયે તેમ એવા વ્યામોહથી બીજાઓ પણ દુઃખના ભાગી થાય છે. તે શંખની કથા હવે કહેવામાં આવે છે.
અર્ધ ઐરવતની ભૂમિના વિસ્તારમાં ભૂષણ સમાન, અવાજ કરતી–ખણખણતી મણિની ઘુઘરીઓવાળા ધજાગરાના દર્શનીય આડંબરવાળાં સુરભવન જેવાં મનહર ઘરે. વાણું, અભિમાન ઈર્ષ્યા વગેરે દેષ વગરના લોકો સમૂહ જ્યાં નિવાસ કરે છે એવું જયપુર નામે એક નગર છે. એ નગરમાં નીતિના પાલનમાં ઇંદ્ર કરતાં પણ ચડિયાતે સાક્ષાત ધર્મરાજા વિરાજમાન ન હોય એવો માનવેને ઈદ્ધ ચંદ્ર નામે રાજા છે. તેને લશમીનાં રૂપલાવણ્ય કરતાં ય ચડિયાતાં રૂપલાવાય ગુણવાળી કમલાવતી નામે સ્ત્રી છે. સમગ્ર કળાઓમાં કુશળ એવો પુરંદર નામે પુત્ર છે. એ પુરંદરની સ્ત્રી નામે સલખણું બધી જાતનાં કામકાજમાં વિચક્ષણ છે. આ બધાંય પિતાપિતાનાં કામકાજમાં મશગૂલ થઈને રહે છે.
હવે એક વાર, ભારે ગાજવીજ અને કડાકાભડાકાના અવાજેથી આખા બ્રહ્માંડને ભરી દેતા, ઝળતી વિજળીના વારંવાર થતા ચમકારાના દેખાવોથી ચકચકતા, પ્રચંડ ઈન્દ્રધનુષવડે સુશોભિત લાગતા, આરોહ માટે પ્રવર્તેલી વજનદાર સ્ત્રીનું અભિમાન ઉતારનારા અને પ્રવાસીજનના જથ્થાને ડરાવનારા એવા નવા મેઘના સમૂહે આકાશમાં ઊમટ્યાં.
ત્યારપછી ગંભીર ગળાવાળા મોર નાચ, અસંતોષ પામેલા રાજહંસ નાશી ગયા, અનેક વૃક્ષ ઉપર નવાં નવાં સુશોભિત પાંદડાં ફૂટ્યાં અને આખુંય પદ્મિનીનું વન કરમાઈ ગયું. બધા પાડાઓના જથ્થાને ભારે સંતોષ થયો, જેમના પતિ પ્રવાસે ગયા છે એવી વિરહવાળી યુવતિઓને ભારે શોક અને દુઃખ થયાં. એ પ્રમાણે–આ જાતને-વિચિત્ર પ્રકારની નાટક ક્રીડાઓનો સૂત્રધાર એવો વર્ષાઋતુને આરંભકાળ પોતાનાં જુદાં જુદાં રૂપ બતાવતે આવી લાગ્યું.
હવે એક વાર રાજા જ્યારે સભામંડપમાં સુખાસન ઉપર બેઠેલ હતા ત્યારે તેને પ્રણામ કરીને દ્વારપાળે વિનંતિ કરી કે, હે દેવ! ત્રણે કાળના બનાવને જાણનારો જોગાણુંદ નામનો એક નેમિત્તિક–જોશી આપને મળવા માટે બારણા પાસે આવીને ઉભે છે. એ માટે આપનો શે આદેશ છે? રાજા છે. શીધ્ર એને મારી પાસે તેડી લા. “જેવી આપની આજ્ઞા” એમ કહીને દ્વારપાળ પેલા જેશીને રાજા પાસે તેડી ગ. રાજાને આશીર્વાદ આપીને એ જેશી ઉચિત સ્થાન ઉપર બેઠે. રાજાએ તેને ફૂલે આપ્યાં અને તાંબૂલ આપી તેનું આદરમાન કરી તેની સાથે વાતચિત કરવા માંડી-આપ
"Aho Shrutgyanam