________________
વિદ્યા સાધનમાં ગંગનું નાસીપાસ થવું.
: કારત્ન-કેષ :
કુંફાડાના પવનને લીધે વનેના છેડાઓને કંપાવતા, મેઘ જેવા કાળા સુંવાળા લાંબા લાંબા દેહને લીધે બીજાઓને ભય પમાડતા તથા માનવ લેકને હસતા એવા અનેક સ દિશાએમાંથી અને દિશાઓના વાયવ્ય ખૂણાઓમાંથી નીકળીને ત્યાં ઉભરાવા લાગ્યા. હવે પ્રલયકાળમાં લેભ પામેલા કાળા સમુદ્રના તરંગે જેવા ચંચળ અને લાંબા લાંબા દેહવાળા એવા તે સર્પોને ઉપદ્રવ કરવા આવતા જોઈને પેલે ગંગ હી ગયો અને વિચાર કરવા લાગ્યા.
આ મંત્રની સાધના કરવી કઈ પ્રકારે ઉચિત નથી. કોણ જાણે આ બધા જમરાજની આંખના પલકાર જેવા ભયંકર સર્ષો પાસે આવીને શું એ કરે. વિદ્યાનું ફળ તે હજુ શંકાસ્પદ છે ત્યારે આ તે કરડીને નક્કી મારો વિનાશ કરશે જ. અનર્થ અને સંશય એ બને નિવૃત્તિનાં અંગ છે એમ વિદ્વાન લોકો કહે છે અર્થાત અહીં ફળને સંદેહ છે અને અનર્થ સામે આવીને ખડે છે માટે જેની સિદ્ધિ સંદેહાસ્પદ છે એવા અને સુખે સુતેલા કેસરીસિંહને જગાડવાની પ્રવૃતિ જેવા આ વિદ્યા સાધનનું કશું પ્રયોજન નથી. એમ સમજીને ગંગે વિદ્યાની આરાધનાની બધી પ્રવૃત્તિ સમેટી લીધી અને વેગથી પિતાના ઘર ભણું નાશી ગયા.
બીજે દિવસે લોકોને પૂછીને દેવધર મંત્રવાદીનું ઘર શોધી કાઢી એને ઘરે પહોંચે. મંત્રવાદિએ તેને ઓળખી કાઢ્યો. તેની યોગ્ય આગતાસ્વાગતા કરી, પરસ્પર બને જણાને વાતચિત થઈ. ગંગે મંત્રવાદીને કહ્યું ભે! આ સપને આકર્ષવારીભુજંગાહર્ષ અને મરણમાત્રથી જ સર્પોના વિષને વિઘાત કરનારી ઉત્તમ વિદ્યાઓને તું લે અને મને મારી સ્ત્રી પાછી આપ. મંત્રવાદીએ “ઠીક' કહી એનું વચન સ્વીકાર્યું. સારા દિવસ જોઈને વિદ્યાઓ લીધી અને તેણે જે વિધિ બતાવ્યો તે રોતે એ મંત્રવાદીએ નિયચિત્ત અને નિરાકાંક્ષભાવે તેની સાધના પણ કરી લીધી.
કણબણ જેમ પિતાનાં છોકરાંઓને સ કરડાવતી એ રાતે પેલા મંત્રવાદીએ એ વિદ્યાને પ્રગ ચૂડામણિ શાસ્ત્રના પરમાર્થને જાણનાર એવા જયદેવ નામના નિમિત્તશાસ્ત્રી ઉપર અજમા. શરીરમાં આવિષ્ટ થયેલા દુષ્ટ કાળા સપના વિષની પ્રબળતાથી એ જયદેવ, લાકડું થઈ ગયું. ઝેર ઉતારનારા બધાએ એને જોઈને હાથ ખંખેરી નાખ્યા. રાજા ચિંતામાં પડ્યો અને તેણે નગરમાં ઢોલ વગડાવ્યું કે જે કે, આ નિમિત્તશાસ્ત્રીને સાજો કરશે તેને, જે ગમશે તે રાજ આપશે. દેવધરે ઢેલ વાગતે અટકાવ્યું અને તેને જીવતે કરવાનું માથે લીધું. પછી એણે રાજાને કહ્યું કે હે દેવ ! જે આ નિમિત્તશાસ્ત્રી મને ચૂડામણિ શાસ્ત્રના પરમાર્થને ચક્કસ શીખવી છે તે એને હું જીવતે કરું. રાજા : ચક્કસ શીખવશે. નહીં શીખવશે તે હું તેની પાસે શીખવાડાવીશ. દેવધર બા: હે દેવ! આ બાબત કોનો ધર્મ હસ્ત છે એટલે કોના હસ્તાક્ષર છે? રાજા
"Aho Shrutgyanam