________________
: કથાન-કેષ :
ગંગને કણબણે બતાવેલ વિદ્યા સિદ્ધિ.
એ ચારે છેકરાઓને ઘર વચ્ચે નાખી મુકી, ઘરનું બારણું મજબૂત રીતે વાસી દઈ એ કણબણ ખેતરે કામે જતી. કામ કરીને પાછી આવતી ત્યારે મંત્રથી પાણી છાંટવાથી એ ચારે છે કરાંઓ પાછાં હતા તેવાં ને તેવાં થઈ જતાં અને પિતાના મૂળ સ્વભાવમાં આવી જતાં. એ રીતે એ રોજ કર્યા કરતી એવી એને જોઈને વિસ્મય પામેલે ગંગ વિચાર કરવા લાગ્યા. અહા! આ કઈ સાધારણ બાઈ નથી માટે સર્વ પ્રકારે આદર કરીને મારે આ જ આશરો લે જોઈએ એમ વિચારીને એ તે કણબણને વિશેષ આદર કરીને તેની આરાધના કરવા લાગ્યું.
- હવે કેટલાક દિવસો પછી એ કણબણે જોયું કે આ (ગંગ), મારે ભારે વિનય કરે છે અને મારી વિશેષ સેવા કરે છે, તેથી તેનું મન તેના તરફ ખેંચાયું અને તેણી કહેવા લાગી, મારામાં કેઇ ખાસ ગુણ નથી છતાં આ રીતે તું મારી ભારે સેવા શા માટે ઉઠાવે છે? હે પુત્ર ! તારી સેવાને લીધે મારું મન તારા તરફ સર્વ પ્રકારે આકર્ષાયું છે તે હવે તારું જે કામ હોય તે મને કહે. ગગ . હે માતા ! શું કહું? વારુ, બેલાય એવું પણ એ નથી. તેનું બેલી: હે પુત્ર! તું કે પ્રકારનો ઉદ્દેગ રાખ્યા વિના જેવું હોય તેવું કહે. પછી તેણે પિતાની સ્ત્રીને સાપ કરડવાથી માંડીને પેલે મંત્રવાદી તેણીને લઈ ગયે ત્યાં સુધી બધે પિતાને વૃત્તાંત તેણીને કહી સંભળાવ્યું. એ બધું સાંભળીને તેણી બેલી. હે પુત્ર! તું જરાય ઉતાવળ ન થઈશ, હું તને એવી રીતે કરી આપીશ કે તું તારું વાંછિત પૂરું કરીને જ તારે ઘરે જઈ શકીશ. ગંગ બેલ્ય, તારાં ચરણકમળની કૃપા થતાં આ કાંઈ દુર્લભ નથી. પછી સારી તિથિ અને સારું મુહૂર્ત આવતાં આઠ નાગકુલની પૂજા કરીને તેણીએ ગંગને એક નાગાહુવાનની એટલે નાગેને બોલાવવાની વિદ્યા અને બીજી વિષમ વિષને નાશ કરવાની વિદ્યા એમ બે વિદ્યાઓ આપી. તે વિદ્યાઓને સાધવાને વિધિ આ પ્રમાણે કહી બતાવ્યા. કાળી ચૌદશને દિવસે સમશાનમાં એકલા જવું અને અઢાર હજાર રાતા ફૂલ સાથે એને અઢાર હજાર વાર જાપ કર. એ રીતે એ બને વિદ્યાઓની સાધના કરવી. વિદ્યાઓ સાધતાં સાધતાં જ્યારે એમનું જપનસમરણ કરવામાં આવશે ત્યારે સર્પોને વળે આવીને શરીર ઉપર ભારે હમલા કરશે છતાં લેશ પણ ભય ન પામવો. - ત્યાર પછી આરાધનાની વિધિને સારી રીતે સમજીને અને વિદ્યાને અવધારીને તે ગંગ એ કણબણને પગે પડીને ત્યાંથી નીકળે, પાટલીપુત્ર ગયે. અને વિદ્યાઓને સાધવાની સામગ્રી તથા વિધિ બધી તૈયાર કરી સમશાનભૂમિમાં ગયે અને બતાવેલ વિધિ પ્રમાણે વિદ્યાને જપવા લાગ્યા. એવામાં એ વખતે સિંદુર જેવી લાલ લાલ ચકળવકળ થતી આંખોના પ્રકાશવડે ગગનને પણ લાલ રંગે રંગી દેતા, મુખમાંથી ઝરતા તણખાઓવડે આગની જેવો ઘટાટેપ બતાવતા, આગ જેવા જણાતા, ઉદ્વટ અને ભિડાએલી ફણઓન ફડફડાટના ઘોંઘાટને લીધે દિશાઓના છેડાને ગજવતા, ક્ષણે ક્ષણે કરવામાં આવતા
"Aho Shrutgyanam