________________
૩૫
કાંક્ષા દેશને કારણે નાગદત્ત પામેલ નિષ્ફળપણું.
કથાન–કોશ :
સિદસ્થ વાનર્થાતરના મંદિરે ગયે અને ત્યાં તેની સેવા કરવા લાગ્યા. એમ કરતાં કરતાં તેને દસ લાંઘણે થઈ ગઈ પરંતુ દેવ તરફથી કશો ય ઉત્તર મળે નહીં. “હવે શું કરું? એમ તે આકુળવ્યાકુળ થવા માંડ્યો.
બરાબર એ વખતે કુબેર દેવની નિશ્ચળતાપૂર્વક ઉપાસના કરીને તેની પાસેથી ઈષ્ટ વરદાન મેળવી જેનું ભવિષ્યમાં ભદ્ર થવાનું છે એ દુધ ત્યાં આવી પહોંચ્યું. તેણે પિતાની બધી હકીક્ત નાગદતને કહી સંભળાવી. નાગદત્તે પણ પિતાની હકીકત ખેદપૂર્વક સંભળાવી. દુધ બેઃ ગઈ વાતને સંભારવાથી શું? તું આવ અને જેને પર મેં જોયેલે છે એવા યક્ષ કુબેર ભગવાનને જ આપણે અનુસરીએ. “ઠીક” એમ કહીને નાગદત તેની સાથે ચાલે. બન્ને જણ કુબેરને મંદિરે ગયા. પેલો નાગદત્ત ત્યાં મંદિરમાં લાંઘવા બેઠા. નિરંતર લાંઘ ઉપર લાંઘણે થયેલી હોવાથી તેનું શરીર સુકાઈ ગયું અને માત્ર શ્વાસ બાકી રહ્યો છે એવું તેનું શરીર જણાવા લાગ્યું. એ જોઈ દુધ પોતે ચિંતાતુર થવા લાગ્યો અને “હવે શું કરવું?” એની એને સૂઝ ન પડવાથી બીજા એક જણે દુધને કહ્યું: અરે ! આ નાશ પામી રહ્યો છે છતાં તે આ રીતે એની શા માટે ઉપેક્ષા કરે છે? ખાવાપીવાનું કેમ નથી આપતે? શું તેં આ સાંભળ્યું નથી કે “જીવતે નર ભદ્રાને પામે.” આ સાંભળીને દૂધે પેલા નાગદત્તને પાવા માટે મગનું પાણી કરાવ્યું અને ઈચ્છા ન છતાં નાગદત્તને પરાણે પરાણે ખવરાવ્યું. કેટલાક દિવસ સુધી
રાક લેવાથી તે સવસ્થ થયે એટલે તે ઉત્સાહમાં આવી ફરીવાર લાંઘણું કરવા તૈયાર થયે ત્યારે લોકોએ તેને કહ્યું: ભે! આ લાંઘણે ખેંચવાને તારો વિચાર છેડી દે, હમણું તારે પિતાને ઘરે જા અને કેટલાક દિવસ પછી ફરીવાર સારાં શુકને જોઈને પછી આવજે અને આવું અનુષ્ઠાન કરજે. લેકના એમ કહેવાથી દુધ સાથે નાગદત્ત પણ પોતાના ઘર ભણી પાછો ફર્યો અને સમય જતાં પોતાને ઘેર પહોંચે. તેને આવેલે જોઇને કુટુંબનાં જને રાજી થયાં, તેને નવરા, સારાં કપડાં પહેરાવ્યાં અને તેને માટે અનેક જાતનાં પકવાનોથી મનહર એવી રસોઈ તૈયાર કરી. આવી સરસ રસોઈ લાંબે સમયે મળેલી હોવાથી તેને તેણે ઇચ્છા કરતાં ય વધારે ખાધી, રાત્રે ઝાડા થઈ જવાથી તે માં પડી ગયે. પછી વિરેચન અને વમન વગેરે ઉપાય કરીને તેના બંધુઓએ તેને સાજો કર્યો.
એ પ્રમાણે એ નાગદત કાંક્ષા દોષ–આ કરું કે આ કરું એવા વિચારના શ્રેષ-ને લીધે મનને સ્થિર ન રાખી શક્ય, તેનું મન વિક્ષેપ પામી જવાથી તેને દેવતાનું વરદાન ન મળ્યું અને પરિણામે તે દુખી થયે ત્યારે પેલે નિશ્ચળ વૃત્તિવાળે દુધ પિતાની અડગતાને લીધે સુખી થયે.
પૂર્વ ભવમાં ઉપાર્જિત કરેલાં ભારે પાપને લીધે જેમનો આત્મા હણાઈ ગયા છે એવા (લોકો કાંક્ષાદેવના ભાગ બને છે અને જેમના શાંતિમય માર્ગથી દૂર રહે છે).
"Aho Shrutgyanam