________________
-
: કથાન-મેષ :
નાગદત્તનું અસ્થિરપણું.
૩૪
પર્વતે પહોંચ્યા. ત્યાં તે બને અનેક પ્રકારના ઝાડના ઝુડથી સુશોભિત, હંસ, સારસ, શુક વગેરે પક્ષીઓથી વ્યાપ્ત અને ભમતા ભમરીઓના ટોળાંના ગુંજારવના અવાજથી મનોહર થયેલું એવું એક ઉપવન જોયું. એ જોઈને દુધ બોઃ અહો ! કેવી સુંદરતા છે. અહે! પાકવા ઉપર આવેલાં પીળાં પીળાં ફળેના ભારથી શાખાઓ કેવી લચી પડી છે? અહો ! આ બધી ઋતુનાં ફૂલની સુવાસને લીધે આ ઉપવન કેવું મહેક મહેક થઈ રહ્યું છે? વળી, જોતાં જોતાં એમને એ વન સ્વર્ગ જેવું જણાવા લાગ્યું જેથી વર્ગ રંભાભિરામરંભા નામની અસરાઓથી સુશોભિત છે તેમ આ વન રંભાભિરામ-રંભા એટલે કેળનાં વૃક્ષેથી મનહર છે. સ્વર્ગમાં જેમ ઉચિત્તસિંહડિ-સપ્તર્ષિ- છે તેમ આ વનમાં ઉદ્વટચિત્તસિંહડિવિવિધ પ્રકારના મારે છે. વળી, સ્વર્ગ જેમ સુમણ-દેવોના સમૂહથી રમણીય બનેલું છે તેમ આ વન સુમણ-ફૂલના સમૂહથી રમણીય છે. તથા આ વન બહુશિષ્ટવાળું છે છતાં અરિષ્ટથી આકુળ છે અર્થાત અરીઠાનાં ઘણું ઝાડે આવેલાં છે તથા અરિષ્ટકાગડાઓ–પણ ખીચખીચ ભરેલા છે. વળી એ વન અ૫લાશ–પલાશ વગરનું છે છતાં મેટા મોટા પલાશોથી ભરેલું છે અર્થાત્ એ વનમાં કઈ પલાશ-રાક્ષસ-નથી તથા મોટા મોટા પલાશોના-ખાખરાના વૃક્ષો આવેલાં છે. એ વનમાં સતપન્ન-સત્પણું દેખાય છે છતાં તેનાં ભૂરિ પર્ણ છે, એમાં સપનાં વૃક્ષો છે તથા ભૂરિપર્ણ નામનું ઘાસ પણ ત્યાં છે. એ રીતે એ વન શોભી રહ્યું છે. .
એ પ્રકારનું એ વન જોતાં જોતાં તેઓ એક સરોવરને કાંઠે ગયા. ત્યાં સ્નાન વગેરે કર્યું, કમળફૂળે લીધાં અને દુધ કુબેર યક્ષના મંદિરે ગમે ત્યારે પેલો નાગદત પિતાની કુળદેવીના મંદિરે પહોંચે. ત્યાં જઈને તેણે કુલદેવી ભગવતીની પૂજા કરી અને અષ્ટાંગ નમસ્કારપૂર્વક તેણે એ દેવીની સ્તુતિ કર્યા પછી આદરપૂર્વક આ પ્રમાણે કહ્યું: હે દેવી! અમારા પૂર્વ પુરુષોએ પણ સંકટ સમયે તારી આરાધના કરેલી અને તે તેઓને વરદાન આપેલું એજ પ્રમાણે આજે હું ભારે દુઃખના ચક્રમાં ફસાઈ પડ્યો છું અને તારે જ શરણે આવેલ છું એટલે જ્યાં સુધી તું મારા ઉપર પ્રસન્ન ન થા ત્યાં સુધી હું ખાવાને નથી, એમ કહીને કૃતનિશ્ચય એ એ ડાભને સંથારો પાથરી તે ઉપર ચડી દેવીની સામે હાથ જોડીને તેની ઉપાસના કરવા લાગ્યા. એમ કરતાં કરતાં તેને પાંચ લાંઘણે થઈ છતાં દેવીએ તો કશે ઉત્તર ન આપે. છઠ્ઠી લાંઘણ શરુ થઈ ત્યાં તે સ્થળે એક પુરુષ આબે અને તેણે નાગદતને પૂછયું: ! આ માંડયું છે? તેણે બધી પોતાની હકીક્ત કહી સંભળાવી. પેલે પુરુષ બોલ્યા: અરે મૂઢ! શા માટે તારી જાતને દુઃખી કરે છે? આ લાકડાની દેવીને મૂકી દે અને તું મારી પાછળ પાછળ આવ, જેણે અનેક માનવના મનેર પૂરા કર્યા છે એવા અને અહીંથી શેડે દૂર રહેલા એવા સિદ્ધસ્થ નામના દેવને તને બતાવું. આ સાંભળી નાગદત્તનું મન અસ્થિર થયું અને તેણે કુલદેવીની ઉપાસના પડતી મૂકી તે પુરુષનું વચન માન્યું. તે તેની સાથે
"Aho Shrutgyanam