________________
૩૩
દુધ અને નાગદત્ત અનેતી ઋષ્ટદેવ આરાધનાની તત્પરતા.
તેના બધા પિરવાર પણ જાણે કે તેને ઓળખતા જ ન હાય એવા પરકીય માનવ જેવા બની ગયા. પછી તે બન્ને જણા જ્યારે એકાંતમાં એઠા હતા ત્યારે તેમને એક બીજાને આવા વિચાર થયો કે ખરેખર આપણે બન્ને જણાએ આગલા ભવમાં એવુ કાર્ય કર્મ સાથે જ કર્યું હશે જેનું આવું ભયાનક પરિણામ તને અને મને એટલે આપણે બન્નેને એક સાથે જ ભાગવવાનું આવ્યું અને આપણી બન્નેની એવી સ્થિતિ આવી પડી કે હવે આપણે નિભાવ જ કઠણુ થઈ પડયા. દુધે કહ્યું-તે હવે શેા ઉપાય કરવા? હવે આપણેા બચાવ કેવી રીતે કરી શકાય ? અથવા શું કર્યું. હોય તે પાછું સારું' થાય? આવી વિકટ પરિસ્થિતિને લીધે મારું મન એવું મૂઢ થઈ ગયુ છે કે ખરેખર મને કશી સૂઝ જ પડતી નથી. વધારે શુ? હમણાં તા મારી જાત પણ મને સકટ આપનારી લાગે છે. અથવા નિર્ધનપણું દુઃખ કરે છે એમ માણસ માને છે એમાં આશ્ચર્ય શું છે? પરંતુ માણસ નિĆનપણાને લીધે પાતે પણ પેાતાની જાતને શેરીની ધૂળ જેવી સમજે છે. પૂરણમેત્ત-માત્રામેળ વાળા અર્થ વગરના શબ્દ પશુ, પંડિત જનાના પરિહાસપાત્ર મની તિરસ્કારપાત્ર ઠરે છે તે પછી પૂરણમેત્ત-મૈત્રી-વાળા અર્થ-ધન-વગરના માનવ પરિહાસપાત્ર મને અને અવગણનીચ થાય એમાં શું નવા ? સુવિશુદ્ધ મારુસની બુદ્ધિ એની એ જ છે, ઇંદ્રિયાની અકિલ શક્તિ પણ એની એ જ છે, વચન પશુ એનું એ જ છે અને માણસેામાં પ્રસિદ્ધિ પામેલ તેનુ નામ પણ એનું એ જ સ્ફુટ છે. વળી, એના શરીરના દીસતા કાંતિવાળા સુવિભક્ત અવયવ પણ એના એ જ છે, એ રીતે માનવ તે એના એ જ હોય છે છતાં એ ધન વગરના થતાં એક જ ક્ષણમાં જુદા જ બની જાય છે એ મહાઆશ્ચર્ય છે. આ પ્રમાણે ભારે વિષાદને લીધે જેનાં મુખમાંથી અનેક વચને નીકળી પડ્યાં છે એવા દુધને જોઇને પેલા નાગદત્ત તેને કહેવા લાગ્યા.
o
ઃ કયારન–ફાષ :
હું મિત્ર ચિત્તના સંતાપને તજી દે. મારા પિતાએ ‘સકટ વખતે શું કરવું? ' એ માટે ઘણા સમય પહેલાં જ મને ઉપદેશ આપી મૂકેલ છે. તેમણે મને તે વખતે કહેલુ કે જ્યારે તું તારા કુટુંબના નભાવ કરી ન શકે એવી સ્થિતિમાં આવી પડે ત્યારે કાલિજર પર્વતમાં રહેલી આપણી કુલદેવતાની આરાધના કરજે, તે દેવીને પરચા સાક્ષાત્ જોયેલે છે. અને આપણા પૂર્વ પુરુષા પણ જ્યારે સંક્ટમાં આવી પડેલા ત્યારે તેમણે એ કુલદેવીની આરાધના કરેલી એટલે તેમનું મનેાાંછિત સિદ્ધ થયું હતું; માટે હવે આપણે વિકલ્પના વમળમાં પડવાનું કશું કારણ નથી, અને હવે કલ્પવૃક્ષના પશુ પરાભવ કરનારી એ ચિંતિત આપનારી દેવીની જ આરાધના કરીએ. દુધ લ્યે: એમ કરીએ. મારા કુલદેવ કુબેર નામના યક્ષ પશુ ત્યાં જ છે, હું પણ તેની આરાધના કરીશ. એ પ્રમાણે એ બન્ને જણાએ નક્કી કરી જોઇતું ભાતું સાથે લઇ લીધું અને એ અને સાથે કાલિંજર પર્વત ાણી જવા માટે ઘરથી નીકળ્યા. રાજ ને રાજ પ્રયાણ કરતા તે કાલિંજર
ય
"Aho Shrutgyanam"