________________
-
: કથારત-કેાષ :
નાગદત્તને તેના પિતાએ આપેલ શિખામણ.
આ જ ભારતવર્ષમાં પંડિત જનને આનંદ વધારનારી અને શ્રીવાસુપૂજ્ય ભગવાનને ત્યાં જન્મ થવાથી એટલે તેમના જન્મકલ્યાણકને લીધે અનેક કલ્યાણને ઉપજાવનારી ચંપા નામે નગરી છે. ત્યાંના રહેવાસી સંયભુ નામે એક વણિક છે. તેની સ્ત્રીનું નામ પડ્યા છે. સેંકડે માનતાઓ કર્યા પછી તેમને ત્યાં નાગદત્ત નામે એક પુત્ર જન્મે. તેની યોગ્યતા પ્રમાણે તેને અનેક કળાઓ શીખવાડવામાં આવી. જ્યારે તે યુવાવસ્થામાં આવ્યો ત્યારે સમાન જાતિની અને સમાન રૂપ વગેરે ગુણવાળી કુલીન સલક્ષણ નામની કન્યા સાથે તેનું લગ્ન કર્યું. પછી વખત જતાં એ નાગદત પિતાના કુટુંબને ભાર ઉપાડી લે એવા સમર્થ છે.
પછી સમય જતાં પિતા ઘડપણથી ઘેરાઈ ગયે, રેગો થવાથી નિ:સત્વ થઈ ગયે અને તેમ થવાથી તેનાં બુદ્ધિબળ અને પરાક્રમ એ બધું ચાલ્યું ગયું. એ થવાથી તેણે પિતાના પુત્રને બોલાવીને કહ્યું કે હે વત્સ! તું જો કે હવે મારું શરીર મરણને કાંઠે પહોંચેલું છે, એથી આજ કે કાલ ચોક્કસ એ પડી જ જવાનું માટે મારે તને આ પ્રસંગે આ નીચેની વાત કહેવાની છે: તું સારા પુરુષોના માર્ગ ઉપર તારી જાતને ચડાવીને એવી રીતે વર્તે છે જેથી કુટુંબનાં અને અમારી જેવા અશકતોનું અનુકરણ ન કરે પરંતુ પુરુષોનું અનુકરણ કરે અથવા કુટુંબજનોની દુજેને હલના ન કરે. વળી. હે પુત્ર! કર્મના વિપાકને લીધે જ્યારે કેવી દશા પલટાઈ જાય છે એ કઈ જાણતું નથી માટે જ્યારે તું કઈ વાર કુટુંબના ભારને ઉપાડી ન શકે એવી દશામાં આવી જા. ત્યારે કાલિંજર પર્વતના પૂર્વ શિખર આવેલા દેવળમાં પ્રતિષ્ઠિત થયેલી એવી આપણું કુલદેવતાની પ્રતિમા છે તેની તું આરાધના કરજે. આપણા પૂર્વ પુરુષોએ પણ જ્યારે તેમને સંકટની અવસ્થા આવી પડેલી ત્યારે એ કુલદેવીની જ આરાધના કરેલી અને વખતે એ કુલદેવીએ તેમનું વાંછિત સિદ્ધ કરેલું. માથા ઉપર બન્ને હાથ જોડીને પ્રણામપૂર્વક એ નાગદતે પોતાના પિતાનાં એ વચનો “પ્રેમપૂર્વક” સવીકાર્યો. પિતા પણ અન્નપાનનું અનશનપૂર્વક પ્રત્યાખ્યાન કરીને કાળધર્મ પામ્ય અને નાગદતે કાળધર્મ પામેલ પિતાનાં પારલૌકિક કાર્યો કરી નાખ્યાં.
અને કેટલાક વખત પછી સમયાનુસાર પૂર્વપુરુષોની મર્યાદા પ્રમાણે ધન કમાવાની અને એવી બીજી અનેક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત . એમ કરતાં કરતાં એને, કઈ શેઠના દૂધ નામના પુત્ર સાથે ભાઈબંધી થઈ. એક બીજાને સુખે સુખી અને દુઃખે દુઃખી એ રીતે સમભાવે મિત્ર તરીકે રહેતા દિવસે જવા લાગ્યા. સમય જતાં તેમનાં તથા પ્રકારનાં અશુભ કર્મો ઉદયમાં આવ્યાં તેને લીધે તેમના બધા થયા વ્યવસાયે ઉલટા પડ્યા-અવળા થયા, પુરુષાર્થ પડી ભાંગે, દેશાંતર ગયેલા વાતરેને ચોરોએ લૂંટી લીધા, ધનના સંગ્રહ બધા બળી ગયા, વ્યાજે ધીરેલું બધું ધન ડૂબી ગયું અને થોડાક દિવસમાં
"Aho Shrutgyanam