________________
૨૭.
નજીવા લાભમાં ધનદેવે વેચેલ કરિયાણું.
= કથારન-કેશ :
મૂહ લેકેની રાજાની સેવા ન કરવાની શિખામણ માની નહિ અને પોતાની બુદ્ધિ પ્રમાણે ગમે તેમ કરીને તે સજાની સેવા કરતો રહ્યો. સારા ખેતરમાં વાવેલો બીજેને જથ્થો જેમ ભવિઓમાં ભારે ફળ આપે છે તેમ સંવરે માંડેલે રાજા સાથે વ્યવહાર તેમને ભારે ફળ આપનાર નિવડ્યો. એની વિશેષ પ્રખ્યાતિ થઈ અને રાજા સાથેના વ્યવહારના અભિમાનને લીધે સંવર ગમે તેવા ઉખલ માણસ પાસેથી પણ પિતાની ઉઘરાણી વા વ્યાજ વગેરેનું નાણું મેળવી શકો. એને પરિણામે તે જલદી ધનવાન થઈ ગયે.
આ તરફ ધનદેવ, ગાજય નામના સ્થળ તરફ જતાં વચ્ચે એક સ્થાનમાં તેણે ઉતારો કર્યો. એ વખતે ત્યાંના રહેવાસીઓ તેની પાસે આવ્યા અને તેમણે તેની પાસેના કરિયાણાની માગણી કરી. તેથી તેમાં કેટલોક લાભ-હાંસલ મળે એમ છે તેમ ધારીને તે પિતાની પાસેનું કરિયાણું તેમને દેવા લાગ્યો. તેની સાથેના માણસોએ તે તેમ કરવાની ના પાડી અને કહ્યું કે-આ રીતે કઠેકાણે વેચી દેવાથી તું તારા હાથમાં આવેલે ઘણલાભ આ થોડા લાભના લોભે હારી જવાને છે, તેમ કહા છતાં તેણે તેમનું માન્યું નહીં અને ઉલટું કહ્યું કે-કોને ખબર છે કે હવે પછી આ કરિયાણુને વેચવાથી આથી પણ વધારે હાંસલ મળશે કે કેમ? માટે પ્રત્યક્ષમાં છેડે લાભ મળે છે તે લઈ લેજ; પણ ભાવિમાં થનારા વિશેષ લાભને કલ્પીને પ્રત્યક્ષ લાભની અવગણના કરવી તે અયુક્ત છે. એમ સમજીને તેણે પિલાએને બધુંય કરિયાણું નજીવા હાંસલે પણ વેચી દીધું. એ વેચાણથી તેને જે ધન મળ્યું તે વડે બીજું કરિયાણું લઈને તે આગળ ચાલે અને ચાલતાં ચાલતાં કેટલાક સમય પછી તે ગજજણય પહોંચી ગયો. સંશય ભરેલી વૃત્તિઓને લીધે, જેમાં પ્રત્યક્ષ લાભ મળે એવી પ્રવૃત્તિઓને તજી દઈ તે, બીજા બીજા લાભ ન મળે તેવા અસાર વ્યાપારમાં પડ્યો. એની એવી સ્વછંદ અવળી પ્રવૃત્તિ જાણીને તેને પરિવાર તેના તરફ બેદરકારીથી વર્તવા લાગ્યા. એવામાં તે નગરને એક બીજે કંઈ માણસ આ ધનદેવનું મન બરાબર કળી ગયે. તેની ખૂબ સેવા કરવા લાગ્યા અને તે જેમ કહે તેમ પણ કરવા લાગે. એ રીતે પેલા નગરના વ્યાપારીએ તેની સાથે એવી ભાઈબંધી કરી કે એ, તેના અભિન્ન હયા બની ગયે અને પછી ગમે તે બાનું બતાવી જેમ તેમ કરીને પેલે નગરપુત્ર એ ધનદેવ પાસેથી પૈસે કઢાવવા લાગ્યા અને એમ કરતાં કરતાં તો એ ધનદેવ છેવટે નિર્ધન બની ગયો.
હવે વખત જતાં મબકના વૃક્ષા રમ્ય મદ અને મને હર તરુણીઓના વાળના જુથનું કંપન, હલન, ચલન અને ફરફરાવવું એ બધાને લીધે તત્કાળ સુવાસિત બનેલા શિશિર ઋતુની ઠંડીથી થઈ ગયેલી નદીઓનાં પાણીને લીધે અને દુઃખે કરીને વહન કરી શકાય તેવા હિમને લીધે ઘણું જ ઠંડા થઈ જવાથી ન રહી શકાય એવા થયેલા ઉત્તર દિશાના વાયરાઓ ચારે બાજુ વાવા લાગ્યા, હેમંત ઋતુ પ્રોઢદશાને પામી, સ્ત્રીઓનાં ગાઢ
"Aho Shrutgyanam