________________
: કચરાન–કોષ :
ધનદેવની કથા.
ધનદેવની કથા આ જ બુદ્વીપ નામના કપમાં જ ઐરવત નામના ક્ષેત્રમાં જયસ્થલ નામનું એક નાનું ખેડ–ગામ છે. ચારે પાસ ધૂળના ગઢવાળું એ ગામ કલિંગદેશરૂપ કુલાંગનાના મુખની પેઠે મળેહરવાણિય છે. જેમ કુલાંગનાનું મુખ મનોહર વાણીવાળું છે તેમ એ ગામ મનોહર વાણિય–વાણિજ્ય-વેપારવાળું છે. કર્મગ્રંથ નામના શાસ્ત્રના પ્રકરણની પેઠે બહુવિધ પ્રકૃતિ–સ્થિતિ પ્રદેશ ગહન છે એટલે જેમ કર્મગ્રંથના પ્રકરણમાં અનેક પ્રકારની કર્મની પ્રકૃતિઓની, તેમની સ્થિતિએની અને તેમના પ્રદેશની ગહન ચર્ચા છે તેમ એ ગામ બહુવિધ અનેક પ્રકારની પ્રકૃતિ એટલે પ્રજાઓના સ્થિતિ, નિવાસના પ્રદેશ-સ્થાનેથી ગહન ખીચખીચ ભરેલું છે, તથા ધન અને ધાન્યની સમૃદ્ધિથી ભરપૂર છે. એ ગામમાં વિસાહદત્ત નામે એક શેઠ રહે છે, તેને સે નામે સ્ત્રી છે અને તેમને સંવર અને ધનદેવ નામના બે પુત્ર છે. બંને ભાઈઓ પરસ્પર પ્રેમપૂર્વક પોતાના દિવસો વિતાવે છે.
કોઈ એક દિવસે તેના પિતાને વિચાર થયો કે–આ બે પુત્રોમાંથી કે પુત્ર આ ઘરને વિશેષ અસ્પૃદય કરનારે નિવડશે? એની પરીક્ષા કરવી જોઈએ અને તેમાં જે ઉત્તમ નિવડે તેને કુટુંબન અધિપતિ બનાવી તેને કુટુંબની ચિંતા ભળાવી હું પોતે જાતે નચિંત થઈ સુખે રહું. આમ વિચારી તેણે બને છોકરાની પરીક્ષા કરવા એક વાર બને પુત્રોને બેલાવીને કહ્યું કે–અરે પુત્ર! તમે બને પાંચ હજાર સોનામહોર લઈને જુદા જુદા દેશમાં જાઓ અને ધન કમાવાની પોતપોતાની કુશળતા બતાવ! બને ભાઈઓએ પિતાના બાપની એ વાત સાંભળી અને સાથે ઘણું કરિયાણું વગેરે લઈને તેઓ બને જુદા જુદા દેશાંતર તરફ ગયા. તેમને માટે પુત્ર સંવર દક્ષિણપથ ભણું ગયે અને બીજો નાનો દીકરો ધનદેવ ઉત્તરાપથ તરફ ગયો.
મોટા પુત્ર સંવર કાંચીપુર પહોંચ્યો અને ત્યાં તેણે ધન કમાવાના અનેક ઉપાય અજમાવી લેવા માંડ્યા. રાજાની સાથે સંબંધ બાંધી ઉત્તમ વસ્ત્ર વગેરેનાં ભેટ આપીને રાજાની સેવા કરવા લાગ્યા. આ રીતે રાજાની સેવા કરતે તેને જોઈને રાજસભાના લેકેએ તેને કહ્યું કે: અરે ભાઈ! આ રીતે રાજાની સેવામાં શા માટે નકામે લખલુટ ખરચ કરે છે? શું કોઈ પણ પુરુષે સર્પ, રાજા અને અગ્નિની સેવા કરીને તેમને પિતાના વશ કરી શકેલ છે જેથી કરીને તું આમ રાજાની સેવામાં પ્રવતી રહે છે. સંવર : અરે મૂઢ લકે! આ મારી સેવાને ખરે ઉદ્દેશ તમે જાણુતા નથી, શાસ્ત્રમાં કહ્યું છે કે
રાજદરબારમાં જવું, જેઓ માનીતા પ્રીતિપાત્ર છે તેમની સેવા કરવી, કદાચ આમ કરવાથી વિશેષ પ્રકારના વૈભવોને લાભ ન મળે તો પણ થનારા અનર્થોને તે ખરેખર જરૂર અટકાવી શકાય. “ખર્ચ થઈ જશે” એવી બીકથી જે ડાહ્યો માનવ રાજાને આશરો લેતે નથી તેનું અપમાન નીચ માણસો કરે એમાં શી નવાઈ ? એમ નક્કી કરીને તેણે પેલા
"Aho Shrutgyanam"