________________
-- શંકા અતિચાર વિષે વર્ણન અને તેના ઉપર
ધનદેવનું બીજું કથાનક. સ મિકિત મેળવ્યા પછી પણ તેમાં અશુદ્ધિઓ રહી ગઈ હોય તે એવું અશુદ્ધ - સમકિત મેળવ્યાથી કશો ય ગુણ-લાભ થતો નથી, માટે સમકિતને વિશુદ્ધ
, રાખવા માટે જે જે ઉપાય શાસ્ત્રમાં બતાવેલા છે તે બધા ઉપાયોને અહીં છે. નિર્દોષ રીતે કહેવાના છે. સમકિતને અશુદ્ધ કરનારા અને અશુભ ભાવનાજનક એવા ચાર દે છે. ૧ શંકા, ૨ કાંક્ષા, ૩ વિચિકિત્સા અને ૪ પરપાખંડપ્રશંસા આ ચારે દેશે સમ્યકત્વનો વિલેપ કરનારા છે અને પાપરૂપ છે માટે દૂરથી તજી દેવા લાયક છે. સમકિતને વિશુદ્ધ કરનારા એવા જ બીજા ચાર સુંદર ગુણે શાસ્ત્રમાં બતાવેલા છે. ઉપહણ, અવિમૂઢષ્ટિ, સ્થિરીકરણ અને વાત્સલ્ય. આ ચારે ગુણે હમેશાં આચરવા લાયક છે, સમ્યક્ત્વનું પિષણ આપનારા છે અને પુયરૂપ છે. આ ચારે ગુણેના આચરણમાં કોઈ અશુદ્ધિ આવે વા દોષ હોય તે એ ચારે ગુણે પણ દેષરૂપ થઈને વિપરીત બને છે. કાંક્ષા વગેરે દેશનું સ્વરૂપ જ્યારે તેમને વર્ણવવાને પ્રસંગ આવશે ત્યારે બતાવશું. હમણું તે પ્રસ્તુત શંકાના દેષનું સ્વરૂપ આચાર્યશ્રી જણાવે છે.
“સંશય કરવો” એ શંકાનું સ્વરૂપ છે. શંકાના બે પ્રકાર છે. એક દેશ શંકા અને બીજી સર્વ શંકા. દેશ શંકા એટલે જીવ અજીવ વગેરેમાંનાં કોઈ પણ એક તત્વ વિશે શંકા કરવી. જેમકે જીવ હશે કે કેમ ? પુનર્જન્મ હશે કે કેમ? એ સંદેહ રાખે. સંદેહ તે અજાણી વસ્તુને જાણવા પૂરતે બધાંને થાય જ, પરંતુ એ સદેહને ટાળવાના ઉપાયે ન લેવા અને વત્સ્વરૂપને સમજવા પણ તકલીફ ન લેવી, કિંતુ હમેશાં જીવ, અજીવ, પુનર્જન્મ વગેરે વિશે મનમાં સંદેહ રાખી જ મૂકે એનું નામ દેશ શંકા. સર્વ શંકા એટલે સંપૂર્ણ દ્વાદશાંગી તરફ જ શંકાની નજરે જોવું અર્થાત્ એ દ્વાદશાંગી શ્રી જિનભાગવાને બનાવેલી છે કે બીજા કેઈએ બનાવેલી છે. તાત્પર્ય એ કે-સમસ્ત શાસ્ત્રો વિશે તેના પ્રમાણિકપણાની શંકા કરવી તેનું નામ સર્વ શંકા છે. જેનું મન ભગવાને કહેલાં તો સંબંધે શકિત હોય અને શંકિત હોવાને લીધે જ કલુષિત હાય-ડોળાયેલું હોય એવો શંકાશીલ માનવ કઈ પણ કાર્યમાં નિશ્ચયપૂર્વક વિશિષ્ટ રીતે પ્રવૃત્તિ કરી શકતું નથી. જેનું ચિત્ત શંકાને હિંચકે ચડેલું હેઈ ડહેળાઈ ગયેલ છે, એ માનવ આ લેકમાં કરવાનું ખેડ વગેરેનું કામ પણ કરી શક્તો નથી, તે પછી એવો શંકાદગ્ધ માનવ પરલોકનું કામ તે શી રીતે કરી શકે? વળી શંકાનું ઝેર ચડવાથી જેના મનમાં અનેક પ્રકારના સંક૯૫વિક ઊઠયા કરે છે તેથી મન વિક્ષિપ્ત થઈ જાય છે. એવો માનવ આ લેકમાં જ ધનદેવ નામના વાણિયાની પેઠે દુ:ખી દુ:ખી થઈ જાય છે. હવે ધનદેવની કથા કહેવામાં આવે છે.
"Aho Shrutgyanam