________________
: કારત્ન-કેષ :
દેવે કરેલી નરવ રાજાની સ્તુતિ.
પિતાના મણિમય ચળકતાં કુંડળે અને પિતાના માથા ઉપરથી મુકુટ ઉતારીને રાજાને આપે અને વિનયપૂર્વક પ્રણામ કરીને એ દેવ આ પ્રમાણે બોલવા લાગ્યા.
હે ઉત્તમ પુરુષ! કુમુદના વાળના કટકાના વર્ણ જેવી તારી વેત કીર્તિવડે એક ઘરની પેઠે તે આ આખાય વિશ્વને ઊજળું કરેલ છે. તારી હથેળીના કમળમાં જેમ કમળ કુલ ઉપર ભમરી આશરો મેળવે તેમ લક્ષમીએ આશરો મેળવેલ છે, અને તારાં પૂર્વનાં બધાં દુષ્કૃત નાશ પામી ગયાં છે. આ જગતમાં એવું બાકી રહેતું એક પણ મંગળ નથી જે તારામાં ન હોય, એથી કરીને તું મિત્ર સુખની સાથે સખીપણાને પામેલ છે. તારા ગુણેની ગણના કરવાથી બીજા રાજાઓમાં ખરેખર સવાદની પ્રવૃત્તિ શીવ્ર મુદ્રિત જેવી જ થઈ ગઈ છે. આ જગતમાં તું પુણ્યવંત જનેમાં અગ્રેસર છે, શ્રી જિતેંદ્ર ભગવાનનાં પ્રવચન રસને પીવાથી તારાં બધાં દ્વન્દ દૂર થયેલાં છે તેથી કરીને, જેનાં સમગ્ર પાપ દૂર થયેલ છે એવાં તમારાં ચરણનું દર્શન અને સ્પર્શન એ બન્ને વિશુદ્ધિ માટે શા માટે ન થાય? એ પ્રમાણે બહુ સમય સુધી ઉદાસ, નિર્મળ અને સત્ય વચનગર્ભિત એ રાજાની સ્તુતિ કરીને રાજાના દેખતાં એ દેવ, જલદી વર્ગમાં પિતાના સ્થાનમાં પહેચી ગયે.
એ પ્રમાણે સમ્યકત્વના અધિકારમાં રાજા નરવર્મનું પ્રથમ કથાનક સંપૂર્ણ.
"Aho Shrutgyanam