________________
-
-
ર૩
દેવે નરવર્મ રાજાની કરેલ સ્તુતિ અને કહેલ આશીર્વચન.
: કારત્ન-મેષ :
એવું આ શું બન્યું ? તેઓ બોલવા લાગ્યા છે કુર રાજા! હે વિનય વગરના! તથા હે ધર્મ વગરના–અધમ–રાજ તું શું જાણતો નથી કે દેશમાં કઈ દાતા નથી તેથી મહામુનિએ પીડા પામી રહ્યા છે અને તે પોતે રાજ્યના ભેગો માણી રહ્યો છે અને શ્રાવકપણાને ઢગ ચલાવી રહ્યો છે. આ રીતનું કપટમય ભક્તિવાળું હોય એવું તારું વર્તન અમે સાંખી શકવાના નથી અને તને આજ હમણાં જ પૂરો કરીએ છીએ. તેઓએ એમ કહા પછી રાજા તેને ઉત્તર દેવા લાગ્યા. આ મારા દોષ છે એ ખરી વાત છે, પરંતુ એથી કરીને ચંદ્ર જેવા નિર્મળ એવા શ્રી જિનશાસન ઉપર આ પ્રમાણે નકામું આપે શા માટે ચીડાવું જોઈએ ? આ બધા લેકે જાણશે કે ખરેખર શું બધાય શ્રમ આવા જ હશે ? હું પાપી છું તેથી આપે મને એકાંતમાં લઈ જઈને આ રીતે બાંધે હેત તે શું વધારે ઠીક ન થાત? રાજ વિચારે છે કે જેઓ પોતાના વિતને પણ ભેગ આપીને શ્રી જિનશાસનનો અભ્યદય કરે છે તે પુરુષે ધન્ય છે અને જગતમાં તેમની જ નિર્મળ કીર્તિ પ્રસરે છે. મારી પાસે લક્ષમી હોવાથી શું વળ્યું? ફોગટનું નરપતિપણે પાપે તેથી શું થયું? મારામાં વિવેક છે તેથી પણું શું થયું અને મેં શાસ્ત્રોના અર્થોને બોધ મેળવ્યો છે તેથી પણ શું વન્યું? મને લાગે છે કે હું આ વખતે શ્રી જિનશાસનની હલકાઈનું નિમિત્ત બને છું માટે મારું જીવન કલંકિત થયું કહેવાય અને એ કલંકિત થઈને જીવવાથી શું? માટે હવે વધારે બોલવાની જરૂર નથી, મને બાંધીને સાધુ જે કાંઈ કરવા ધારે છે તે ભલે કરે અને મારી જે આ ભૂલ થઈ છે તેનું પ્રાયશ્ચિત્ત પણ એમજ થઈ શકશે.
એ પ્રમાણે સદભાવવાળાં વચને બેલીને રાજા, પિતાના જીવિતને ત્યાગ કરવાને પણ સજજ થઈ ગયે, એટલામાં આ સત્ત્વની પરીક્ષા કરવા આવેલ દેવે પોતાના અવધિજ્ઞાનના બળે એ રાજાનું સમકિતમાં નિશ્ચલપણું જે રીતે ઈ વર્ણવેલું હતું તે કરતાંય સવિશેષપણે એકદમ જાણી લીધું અને પછી તેણે આ બધે પ્રપંચ તજી દઈ પિતાનું અસલ સ્વરૂપ ખુલ્લુ કરી દીધું. કપાળમાં બન્ને હાથ જોડીને એ દેવ બલવા લાગે નરવર! હવે તારે ચિત્તમાં સંતાય કરવાની જરૂર નથી. સૌધર્મ સ્વર્ગના ઈ સમકિતમાં તારા દઢપણાની પ્રશંસા કરી હતી, તે વાત ઉપર મને વિશ્વાસ ન આવ્યું તેથી તારી પરીક્ષા કરવા માટે આવી બધી ભયાનક પ્રવૃત્તિ કરી હતી, પરંતુ મને હવે ખાત્રી થઈ ગઈ કે તારા જે સમકિતમાં વિશેષ રીતે દઢ બીજે કઈ જગતમાં જણાતો નથી. જેને તું નાથ–રાજા થયેલ છે તે આ પૃથ્વી તારે લીધે ખરેખર રનવતી છે એમ કેમ ન કહેવાય ?
દેવનાં આ વચન સાંભળીને રાજા બોલ્યાઃ હે મહાજશવાળા! જેમાં પુરુષરૂપ નરરત્ન જ ભરેલાં છે એવા શ્રી જિનેંદ્ર ભગવાનના ઉત્તમ શાસનરૂપ સમુદ્રમાં હું તે એક કોડા જે છું, મારી આટલી બધી લાવા શા માટે કરે છે? હવે આ દેવે
"Aho Shrutgyanam