________________
આસધરના પૂર્વભવ વર્ણન.
* કયારત્ન-મેષ :
બધો વૈભવ મેળવેલ છે એવા અમે મોટા છીએ છતાં કેણ માણસ અમારી આગળ સાધુપુરુષની નિંદા કરવાની હિમ્મત કરે છે એ કેવી વાત કહેવાય? અથવા અમને એમ લાગે છે કે એ માણસને કોઈ પૂર્વભવને દુશ્ચરિત દેષ જ હે જોઈએ જેથી તેને ગુણગ્રહણને બદલે આવું નિંદાનું કામ સૂઝે છે, તે હે ભગવંત! તમે એ વાત કહો કે તે માણસ પૂર્વભવમાં કેણ હતો? પછી ગુણધર મુનિ પતિ બેલ્યા કે તે માણસના પૂર્વભવની વાત કહું છું તે તમે બધા એકમન થઈને સાંભળે.
સાવસ્થી નગરીમાં બંભ નામના ગૃહપતિને ત્યાં આ માણસ કુબેર નામને પુત્ર હતું. તેના ઉપર તેનો પિતા પૂબ રોષ રાખતો હતો, તેથી તે કુબેરે સંસૂયગણિ નામના જૈનમુનિ પાસે દીક્ષા લઈ લીધી. કેટલાક દિવસ સુધી એણે વિનય અને શાકની નીતિપૂર્વક ચારિત્ર પાળ્યું અને પછી તેને ઉત્સાહ ભાંગી પડ્યો. પછી તે એ, આવશ્યક વગેરે ક્રિયાઓમાં રોજ ને રોજ પ્રમાદી થવા લાગ્યા. જ્યારે તેને ગુરુ અને બીજા સાધુએ તેમ ન કરવાનું સમજાવવા લાગ્યો ત્યારે તે રોષે ભરાવા લાગ્યા અને બોલવા લાગ્યો કે સાધુઓની થોડીક પણ ભૂલ તરફ તો થોડું પણ ધ્યાન રાખતા નથી અને બીજાને ઉપદેશ આપવા આવે છે. “બાલસાધુઓ અને ગ્લાન–માંદા નબળા વગેરે સાધુઓની હમેશા પણ સેવા કરવી જોઈએ” એ રીતે ખૂદ ગુરુઓ પિતે બીજાઓને કહે છે છતાં પિતે તે એ પ્રમાણે કરતા નથી. એ રીતે ગુરુનાં અને બીજા સાધુઓના દૂષણે જતા અને વારંવાર એમની નિંદા કરતું હોવાથી કલેશવાળાં મન અને વાણુંવાળો એ સાધુ, મરણ પામીને અસુરનિકામાં કિટિબષિક નામના અસુરોની ગતિને પામ્યો. પછી ત્યાંથી આવીને-મરણ પામીને એ માણસ, હમણાં અહીં શ્રાવકપણાને પામેલ છે. એ એના આગલા ભવમાં પોતાના ગુરુ અને સાધુઓનાં દૂષણે જોયા કરતો હતો એ પરદૂષણદર્શનનો એને આગલે સ્વભાવ આ શ્રાવક ભવમાં પણ તેની સાથે આવેલા છે તેથી જ તે અહીં પણ સાધુઓને ઉદ્દેશીને એક ટીકા ખેર જેવાં વચને કાઢે છે.
આ બધી હકીકત સાંભળીને, પિલા અધકચરા શ્રાવકને શુભ માર્ગમાં સ્થાપિત કરીને રાજા વગેરે બધા લેકે એ મુનિને ઉપદેશ સાંભળીને ગૃહસ્થ ધર્મમાં ઉજમાળ થયા. શ્રી ગુણધર ગુરુની ધર્મદેશના સાંભળ્યા પછી એ બધા લોકેએ શ્રી જિનવરનાં ભવના કરાવ્યાં, નેહી સ્વજનોનું સન્માન કર્યું, શાસિદ્ધાંતને સમજવા તરફ લય આવું, શ્રમની સેવા કરવામાં તત્પર થયા અને લોકવ્યવસ્થામાં કુશળ રીતે વર્તવાનું રાખ્યું તથા સવિશેષપણે જ્ઞાન મેળવવામાં ઉદ્યમ કર શરુ કર્યો, કુમત તરફને પિતાને વ્યામોહ છોડી દીધો. એ રીતે તેઓ દાક્ષિણ્ય અને દયા વગેરે ગુણોથી સંયુક્ત બન્યા અને એમને સંસારવાસથી કંટાળે આવવા લાગ્યું. એ પ્રમાણે તેઓએ સિદ્ધાંતને યથાસ્થિત સાર-રહસ્ય સમજીને રાજા વગેરે બધા શ્રી જિનવરના ધર્મમાં નિશ્ચલ ચિત્તવાળા
"Aho Shrutgyanam