________________
કારન-કેષ :
પાસત્યાદિકની સાથે કેમ વહેવાર કરે ?
છે તેને સાપેક્ષ ન ગણવામાં આવે તો તે જેઓ જેને નથી, એવાઓને પણ-પાખંડીએને પણ લાગુ પડી શકે છે. કદાચ હું એમ કહીશ કે “પાખંડીઓ તે જેનના વેષમાં જ નથી એટલે ભાવની પ્રધાનતાવાળા પ્રસંગે એઓ આવી જ નહીં શકે” તારું એ પણ કથન મિસ્યા છે. શાસ્ત્રમાં તો તેમની પણ અનુવર્તન કરવાનું કહેલ છે. એ વિશે શાસ્ત્રમાં કહેલું છે તે આ પ્રમાણે છે: જે ક્ષેત્રમાં ગીતાર્થ પુરુ ન હોય અને બીજે સ્થળે રહેવાની ગોઠવણ પણ ન જ થતી હોય અથત જ્યાં ગીતાર્થપુરુષો નથી ત્યાં જ રહેવાનો પ્રસંગ આવે તે ભાવને ઉપઘાત ન થાય એ રીતે પાસસ્થા અને પાખંડીઓને પણ અનુકુળ થઈને એવા ક્ષેત્રમાં રહેવું ઘટે. એવા ક્ષેત્રમાં એટલે જ્યાં પાસથાઓનુંપાખંડીઓનું પ્રાબલ્ય હાય એવા સ્થળે રહેનાર જૈન સાધુને પાસસ્થાઓ વા પાખંડીઓને એ રીતે અનુકૂળ થઈને રહેતાં ન આવડે તે સ્ત્ર અને પરનો નાશ થવાનો પ્રસંગ આવે છે, વા જેનશાસન ઉપર કલાકે-ખેટાં બે-ચડે છે, પોતાની જાતની લઘુતા થાય છે. આને પરિણામે તે બધાને રાગદ્વેષ થવાથી કર્મબંધ થાય છે અને આ કર્મબંધ એ બન્ને પક્ષને માટે અનિષ્ટ ફળ નીપજાવે છે, માટે રાગદ્વેષ છેડીને કાર્યનો પ્રસંગ પડતા દ્રવ્યથી બહાર્ષિથી ઉપરઉપરથી તો એવા ક્ષેત્રમાં પાસસ્થાઓને વા પાખંડીઓને થોડું ઘણું અનુકૂળ થઈને રહેવું પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ એટલે ભાવથી તેમને અનુકૂળ ન થવું અર્થાત્ બાહા વ્યવહારમાં અનુકૂળતા રાખવી પણ પિતાના આચરણમાં લેશ પણ શિથિલતા ન આવવા દેવી. વળી, તે જે કહેલું કે “આ સાધુઓનું પ્રરૂપણ શુદ્ધ નથી.’ તે પણ તારું કથન બરાબર નથી. સાધુઓએ યથાયોગ જેવું હોય તેવું શુદ્ધ પ્રરૂપણ જ કરવું જોઈએ, તેઓ એમ ન કરે તે દોષના ભાગીદાર છે. આ વિશે શાસ્ત્રમાં કહેલ છે કે: કાચા ઘડામાં ભરેલું પાણી જેમ ઘડાને નાશ કરે છે તેમ અગ્ય માણસને આપેલું સિદ્ધાંતનું રહસ્ય અગ્ય માણસને વિનાશ કરે છે, માટે જે મૂઢ પુરુષ, ચગ્ય અને અગ્યને ભેદ પારખ્યા વિના જ ગમે તેને ધર્મનું રહસ્ય સમજાવે છે તે પુરુષ સંઘને, પ્રવચનને અને ધર્મનો દ્રોહી છે.–વેરી છે. વળી, તે જે કહેલું કે “પ્રમાણસર ઉપકરણઉપધિ રાખતા નથી” એ પણ તારું કથન બરાબર નથી. વર્તમાનમાં જે ઉપકરણ-ઉપાધિ રાખવાની પ્રથા છે, તે પ્રથાના દેખાડનારા અશઠ પુરુષ છે, એટલે અશઠપ્રદર્શિત પ્રથામાં દેષ હોવાનો સંભવ નથી. ખરી રીતે તે એક બાહસ્થાપિત પાત્ર, એક પટલછન્ન પાત્ર, પાત્ર બાંધવાને એક ગુચ્છક અને બીજું ગોચરી સિવાયની-લઘુશંકા વગેરેની પ્રવૃત્તિમાં વાપરવાનું પાત્ર અને એક આંગિક વસ્ત્ર તથા રજોહરણ એટલાં જ ઉપકરણે હેવાં જોઈએ. અને આજકાલને વિશિષ્ટ મુનિ પણ એથી વધારે ઉપકરણ-ઉપાધિ રાખતે દેખાય છે માટે આ બાબત તે પરંપરાથી અશઠપુરુષોએ ચલાવેલી પ્રથા પ્રમાણે સમજવાનું છે અને એ વિષયમાં પૂર્વના મુનિએ જ પ્રમાણભૂત છે એટલે ઉપકરણ-ઉપધિ-વધારે રાખવાનું તે કહેલું દૂષણ છેટું છે. વળી, તે જે કહેલું કે, “આજકાલના સાધુઓ ડગલે ને પગલે
"Aho Shrutgyanam