________________
ગુરુએ બતાવેલ દેવ તથા ગુરુનું સ્વરૂપ.
. કયારત્ન-કેષ :
બનેલે રાજા શ્રી આચાર્યને વાંદવા નીકળ્યો. એ રાજાની પાછળ બીજા પણ અનેક વાહને-હાથીઓ, ઘડાઓ, રથ અને બીજા ઉપર બેઠેલા ચાલવા લાગ્યા. એ રીતે રાજા બાગમાં આવ્યું. હાથી ઉપરથી ઊતર્યો, બધાં રાજચિહને તજી દીધાં અને આચાર્યને વિધિપૂર્વક વંદન કરીને તેમની સામે તે જમીન ઉપર બેઠે.
ગુરુ બહયા: હે નરવર! આ સંસારમાં માનવને જન્મ સારરૂપ છે, તેમાં પણ સામંત અને માનવસમૂહ જેને નમેલા છે તેવું રાજાનું પદ ઉત્તમ છે. એ બધું કેવળ એક ધર્મનું ફળ છે. ધર્મનું ફળ સમકિત છે. દેવ, ગુરુ અને તેના સુનિશ્ચિત જ્ઞાનને લીધે એ સમકિત વિશેષ ફુટ થાય છે. દેવનું સ્વરૂપ આ પ્રમાણે છે. ક્રોધ, મદ, માયા, લભ, રતિ, અરતિ, હાસ્ય અને ભય તથા શેક, જુગુપ્સા, ચિંતા, વિષાદ અને અજ્ઞાન તથા મિથ્યાત્વ, પ્રમાદ, નેહ, કામવાસના અને નિંદા વગેરે દોષ જેનામાં ન હોય તે દેવ કહેવાય છે અને વહાણ જેમ સમુદ્રને પાર પમાડે છે તેમ એવા નિર્દોષ દેવ જ પોતાને અને બીજાને ભવરૂપ સમુદ્રથી તારી શકે છે. કરુણાના સમુદ્ર અને નિરંજન એવા શ્રી જિનેશ્વર ભગવાન સિવાય બીજા કેઈને સુમતિવાળા લકે પણ દેવરૂપે માનતા નથી. રાગ, વેષ, માન, માયા, ક્રોધ, લેભ વગેરે દે પશુઓમાં હોય છે અને તે જ દે દેવામાં પણ હોય તે તે દેએ કરીને સરખા પશુ અને એવા દેવ વચ્ચે વિશેષતા શી? એ પ્રમાણે જેના સર્વથા નિદોષ સ્વભાવની કસોટી થઈ ચૂકી છે, જે નિરુપમ અને સુવિશુદ્ધ ગુના ઘર સમાન છે એવા દેવને જ પુણ્યશાલી પુરુષે દેવરૂપ સમજે છે.
જેમનું સ્વરૂપ ઉપર જણાવેલ છે તે દેવની ઓળખ ગુરુનો ઉપદેશ સાંભળવાથી જ થાય છે. હવે ગુરુનું સ્વરૂપ બતાવે છે. જેઓ સારા શ્રમણે છે, છ વ્રતના પાલનમાં તત્પર હોય છે, છ કાયના રક્ષણ માટે નિરંતર સાવધાન રહે છે, પાંચ સમિતિઓ અને ત્રણું ગુપ્તિએને સંભાળીને પ્રવૃત્તિ કરનારા છે, પોપકારની પ્રવૃત્તિ જ જેમની પ્રધાન પ્રવૃત્તિ છે, જેઓ નિરંતર શક્તિ પ્રમાણે યતના કર્યા કરે છે, શક્તિવાળા અને શક્તિ વગરના એમ બન્ને પ્રકારના શિક્ષોની જેઓ બરાબર સંભાળ રાખ્યા કરે છે, ઉદ્વેગ વગરના છે, કદાગ્રહને દૂર રાખનારા છે, શ્રી જિન ભગવાનના માર્ગના સહાયક છે, સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના પરમાર્થને સમજેલા છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે અને સમય-શાસ્ત્રની મર્યાદા પ્રમાણે ઉત્સર્ગ માર્ગ તથા અપવાદ માર્ગની પ્રવૃત્તિને જનારા છે. પ્રતિલેખનાપડિલેહણા, પ્રમાજને પ્રમુખ સામાચારી પ્રમાણે પિતાનું વર્તન રાખવાને બંધાયેલા છે. અને આવશ્યક વગેરેની ક્રિયા વિધિઓમાં તત્પર છે, પ્રમાદથી દૂર રહેલા છે તથા જેવું ચિત્ત છે તેવી વાણી છે અને જેવી વાણું છે તેવી જેમની સમગ્ર પ્રવૃત્તિઓ છે એવા એટલે ઉપર વર્ણવેલા સ્વભાવવાળા અને માયા તથા અભિમાન વગરના જેઓ હોય છે તેમને સાધુ-ગુરુ–સમજવા.
"Aho Shrutgyanam