________________
દ કયાજન-કાલ :
ગુણું ધરમુનિના વંદનાથે ગમન.
~
~
~
અ
*
કહી સંભળાવી. રાજાના પુત્ર હરિદત્તને હાર જેવાથી સમ્યકત્વની શુદ્ધ પ્રાપ્તિ થઈ અને દેવ, ગુરુ તથા ત સંબંધે શ્રદ્ધા થઈ.
આ વખતે રાજાએ વિચાર્યું કે અમારી સભાના સભાજનોએ તમામ પ્રકારને ધર્મવિધિ સંદેહાસ્પદ ઠરાવી દીધું છે એટલે કે ધર્મનું કશું પરિણામ છે કે નહીં એવો સંશય પિદા કરેલ છે, પરંતુ હવે તે આ પુત્રે જણાવેલી તેની પોતાની પૂર્વની દેખેલી અને અનુભવેલી હકીકત સાંભળીને મારો મોહ દૂર થઈ ગયું છે. મારી દ્રષ્ટિ તને વિચાર કરવામાં કુશળ થઈ છે. એ મારા પૂર્વનાં પુણ્યનું પરિણામ છે. વળી, મને જે આ પુત્ર સાંપડ્યો છે તે પણ મારાં પુણ્યનું ફળ છે. સારાં પુણ્યને લીધે મને વિધિએ એ પુત્રને સંપડાવેલ છે. આ પુત્ર ન સાંપડ્યો હોત તો હું ધર્મ સંબંધે નિશ્ચિંત અને કુશળ બુદ્ધિવાળા કેમ થઈ શકત? જેમનાં ઘણાં ભદ્રો હવે પછી થનારાં છે, એવાઓનેજ મહાકલ્યાણનું કારણ અને કલ્પવૃક્ષના સંગમ જે આ જોગ બની આવે છે.
હરખના ફેલાવાથી જેનામાં શરીરના રોમરોમ ખડાં થઈ ગયાં છે એ રાજા આવે વિચાર કરે છે એટલામાં દ્વારપાળે આવીને તેને વિનંતિ કરી : હે દેવ ! કુસુમાવત સક નામના તમારા બાગનો રખેવાળ તમારું દર્શન કરવાની ઈચ્છાવાળો બહાર ઊભે છે. રાજાએ દ્વારપાળને કહ્યું: તેને જલદી મારી પાસે મોકલ. હવે, ભમતા ભમરાના ગુંજનથી ગુજતી બકુલની માળાઓને રાજાને આપી તે બાગના રખેવાળે રાજાને આ પ્રમાણે કહ્યું. હે રાજા પુર, નગર, ખેડ, કર્બટ, મડંબ વગેરે સંનિવેશમાં અનુક્રમે વિહાર કરતા કરતા ગુણધર નામના મુનિરાજ અહીં પધાર્યા છે, અને તે હે દેવ ! આપના કમાવત સક નામના બાગના મધ્ય ભાગમાં આવીને ઊતરેલ છે, તો તીર્થની જેવા પવિત્ર એ મુનિનું દર્શન તમારે કરવું જોઈએ. આ સાંભળતાં જ રાજા, તક્ષણ જેનાં બધાંય બંધને કપાઈ ગયેલાં છે એવા પુરુષની પેઠે હળ ફૂલ જેવો બની ગયે અને હરખાતે તથા સંતોષ પામતો રાજા એકદમ સિંહાસન ઉપરથી ઊઠી ગયા. આ વખતે રાજાનો મિત્ર મયણદત્ત : હે દેવ! આપની આગળ જેની બધી હકીકત પહેલાં કહેવાઈ ગયેલી છે તે આ મુનિએમાં સિંહ સમાન એવા મહાત્મા ગુણધર મુનિ પિોતે જ છે. આ મુનિ કામધેનુ સમાન છે અને તે મહાભાગ મુનિ ચિંતામણિ રત્ન સમાન અને અમૃતના વરસાદ સમાન છે માટે શીધ્ર એનાં દર્શન અવશ્ય કરવાનાં છે. મયણદત્તનાં એ વચન સાંભળી રાજકુમાર વગેરે આખી સભાના મનમાં પ્રમાદનું પૂર વ્યાપિ ગયું અને એ બધા તત્કાળ એ મુનિને વંદન કરવા જવા માટે ઉત્કંઠિત થઈ ગયા. તત્કાળ રાજાને જયહસ્તી તૈયાર કરવામાં આવ્યું, તેને શણગારવામાં આવે. તે હાથી ઉપર રાજા બેઠે, તેના ઉપર સફેદ છત્ર ધરવામાં આવ્યું અને બન્ને બાજુ ચંદ્ર જેવાં ધોળાં ચામરો વિંઝાવા લાગ્યાં. એ રીતે ઇંદ્રની પેઠે માટી વિભૂતિથી શોભાયમાન
"Aho Shrutgyanam