________________
એકાવલિહારના દર્શનથી રાજપુત્રને થયેલ જાતિસ્મરણ જ્ઞાન.
: કથાનકોશ :
હતે તે વખતે તેના ગળામાંથી હાર પડી ગયેજાણે કે એનું બધું પરાક્રમ જ ન પડી ગયું હોય, બધો જશ જ ન પડી ગયો હોય અથવા એને શુરતાને ગર્વ ન પડી ગયે હાય તેમ તેને લાગ્યું. અહીંથી સંખ્યય દ્વીપથી આગળ-સંખ્યય દ્વીપ એટલે આ એક વિજયપ્રભ દેવ ક્રીડા કરવા માટે ગયેલે ત્યાં તેણે આ પડતા હારને લઈ લીધા.
હે મહારાજા એ પ્રમાણે આ હારની ઉત્પત્તિનો વૃત્તાંત સંભળાવીને પછી હું ઘણા વખત સુધી દેશાંતરોમાં ફર્યો અને ધન કમાઈને પાછો વળે, હે દેવ ! પચીશ વર્ષ વીતી ગયાં પછી આજે મને તમારું દર્શન થયું છે. વળી એ દેવ તમારો પુત્ર થયે છે કે બીજે કઈ એ પણ મારે જાણવું છે. રાજા બોલ્યા, પ્રત્યક્ષ પ્રમાણુ હોય ત્યાં અનુમાનની જરૂર નથી. હમણું તું મારા પુત્ર હરિદત્તને છે અને એ તથા આ હાર બને એક બીજાનું દર્શન કરે.
રાજાએ પોતાના પુત્રને બોલાવવા તુરત જ પુરુષોને મોકલ્યા અને મયણદરે એ હારને લાવવા પણ પિતાના માણસે દેડાવ્યા. તત્કાળ રાજાને પુત્ર અને એ હાર એ બને સભામાં આવી પહોંચ્યા. રાજાને પુત્ર આવીને આસન ઉપર બેઠે. અનેક પ્રકારની વાતચિત થઈ અને પ્રસંગ આવતાં દશે દિશાને ઝળહલાવતા એ હાર રાજપુત્રને દેખાડવામાં આવે. હારને જોતાં જ રાજપુત્રના મનમાં તર્કવિતર્કો થવા લાગ્યા. આને કયાંક જોયેલે છે એવા વિચારે ઘેળાવા લાગ્યા અને એમ કરતાં કરતાં તરત તે રાજપુત્ર હરિદત કુમારને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થતાં પોતાના પૂર્વજન્મની યાદી આવી ગઈ. લાંબા સમય સુધી પાળેલી દીક્ષા, દેવને અવતાર, હાર દેવાની હકીકત એ બધુય જાણે કે સ્વમાં જોયેલું હોય એમ તેને બરાબર યાદ આવી ગયું. પિતે પહેલાં સુરભવનમાં રહેતા, દેવદેવીઓની સાથે બેલ, વિલાસ કરતે, હસતે અને બેસતે એ બધું તેને બરાબર યાદ આવી ગયું અને એ બધું બરાબર યાદ કરતાં તે વખતે જ તે રાજપુત્ર મૂચ્છિત જે થઈ ગયે.
પછી રાજાએ તેને કહ્યું- હે પુત્ર! યોગીની પેઠે તારી બધી બહારની પ્રવૃત્તિ શા માટે રુંધાઈ ગયેલી છે અને અંદરમાં કાંઈક ઊંડું ઊંડું ચિંતન ચાલતું જણાય છે એ રીતે તું શા માટે અહીં બેઠેલે છે? મને તેનું કારણ કહે. કુમાર બે -તે પિતાજી! તમને હું કેટલું કહું? જે હકીકત ન બની શકે એવી હોય છતાં કર્મો એવી હકીકતને પણ સુઘટ કરી શકે છે એવી મારી વાત છે. જે હકીકત કહી શકાય એવી ન હોય અને જે હકીકતને ઈ પણ સાચી કરી બતાવવા સમર્થ ન હોય એવી હકીકતને પણ આ સંસારમાં દૈવ કરી બતાવી શકે છે અને એ રીતે આ ઇંદ્રજાળનો આડંબરી દેખાવ ચાલ્યા જ કરે છે. પછી રાજ –હે પુત્ર! એમ છે તો પણ અહીં ખરી હકીકત તે તું જરૂર કહે. ત્યાર પછી તે રાજપુત્રે જે બધી હકીકત મયણુદતે કહેલી હતી તે બધીય અક્ષરે અક્ષર
"Aho Shrutgyanam