________________
* કયારત્ન-કાષ :.
ચમકને ઉત્પાત અને એકાવલી હારની ઉત્પત્તિ.
૧૬
અહ હો! આ ધીઠ છે, કેવી રીતે એ મારા માથા ઉપર બેઠેલે છે? અથવા કેઈનું પરાક્રમ જેણે જોયું હોતું નથી, અથવા જેનું ભાગ્ય ફરેલું હોય છે એ માણસ શું શું કરતો નથી? આ શકે મારે માથે જે અવિનયનું ઝાડ વાવેલું છે તેનું ફળ મારે તેને હમણાં જ ચખાડવું ઘટે અને તેના અવિનયને દૂર કરો ઘટે. જે લેકે વીરવૃત્તિવાળાશૂરવીર હોય છે તેઓએ પોતાની પ્રવૃત્તિમાં ઢીલ ન કરવી એવું નીતિશાસ્ત્રનું વચન છે. આ પ્રમાણે વિચાર કરી તે ચમરે ભારે ક્રોધના માર્યા પોતાની આંખના ખૂણા એવા તે લાલચોળ કરી નાખ્યા કે જેને લીધે તેના રહેઠાણની ભીંતે પણ જાણે કંકુના રસથી લીંપેલી હોય એવી લાલ થઈ ગઈ. આખા ભૂમંડળ ઉપર જાણે બધેય કમળો વેરાયાં હાય એવો દેખાવ થઈ ગયું અને સમસ્ત આકાશમાં જાણે અકાળે સંધ્યા ખીલી હોય એવું જણાવા લાગ્યું. એવા એ ભારે ક્રોધના વેગવાળા ચમરે પિતાના કંઠમાં એકાવલિહાર પહેર્યો કે જેથી તેની આખીય છાતી ઢંકાઈ ગઈ, નિર્મળ કપડાં પહેર્યો, પોતાનું પરિઘ નામનું ભારે શિસ્ત્ર હાથમાં લીધું, અને સૈધર્મસ્વર્ગના ઈન્દ્રની સાથે યુદ્ધ કરવાને તીવ્ર સંકલ્પ કર્યો. તે રીતે તે ત્રણ જગતને તણખલાની પેઠે ગણતે પિતાની નગરીમાંથી બહાર નીકળે.
ઘણી વાર ધાર્યા કરતાં ઊલટું જ બને છે એટલે હું કદાચ શક્રની સાથે લડતાં હારી જાઉં તો કેને શરણે જઈશ? એ શરણ પહેલાં નક્કી કરીને જ ઉપર જાઉં, એમ વિચારીને શરણને શોધવા માટે તેણે પિતાના અવધિજ્ઞાનને પ્રવેગ કર્યો. બરાબર તે વખતે સુસુમાર નગરની ભાગોળમાં જ ભગવાન મહાવીર કાઉસગ્ગ ધ્યાનમાં ઉભેલા અશોકના ઝાડની નીચે અસાધારણ સુંદર શરણુ જેવા તેના દીઠામાં આવ્યા. એમને જોઈને તે ચમર, પવનવેગી ગતિએ કરીને તેમની પાસે ગયા અને તેમને પ્રણમીને તે કહેવા લાગ્યો કે હે નાથ! તમારાં ચરણકમળના પ્રભાવથી મારું વાંછિત સિદ્ધ થાઓ. એવી આશા કરીને તે એકદમ ઊંચે ઉપડે. ઊંચે જવા માટે તેણે લાખ જનનું મોટું શરીર બનાવ્યું અને ક્રોધને લીધે ધુવાંકૂવાં થતો તે વેગથી જતો સુરપુર સુધી પહોંચી ગયા. તેણે એક પગ પઉમવરદિકામાં મૂકી અને બીજો પગ ઇંદ્રની સભામાં મૂકી તે કોઈ જાતની બીક રાખ્યા વિના ઇંદ્રની સાથે લડવા લાગ્યું. તેને જેમ તેમ બોલતો જોઈને ઈદ્ર કહ્યું: હે! હે! ચમરાધમ! અહીં તું શા માટે આવે છે? દીવાની તમાં જેમ પતંગિયું પડે તેમ તું મારી સભામાં શામાટે આવે છે? એમ કહીને તે ઇંદ્ર તેના ઉપર ખૂબ રોષે ભરાયો અને તેના ઉપર લાખ ઊગતા સૂર્યની પેઠે સામે આંખ ન માંડી શકાય એવું ઝળહળતું પોતાનું મહાવેગવાળું શસ્ત્ર વજી તે ચમરને હણવા માટે ફેંકયું. વજને આવતું જોતાં જ તેને ગર્વ ગળી ગયો અને શરીર સંકેચાઈ ગયું. પછી તે પગને ઊંચા રાખી અને મુખને નીચું કરીને તે જ્યાં ભગવાન વીર ધ્યાનમાં ઊભા હતા ત્યાં તેમને શરણે જઈ પહેપે. જયારે એ અમર એ રીતે ઊંધે ચાલ્યો આવતો
"Aho Shrutgyanam