________________
-
-
એકાવલિહારની ઉત્પત્તિ.
: કથાન-કેન :
પાળી કાળધર્મ પામીને સૌધર્મક૫ નામના સ્વર્ગમાં દેવને અવતાર પામ્યા. સ્વર્ગમાં એકનું નામ વિજજી૫ભ હતું અને બીજાનું નામ વિજજુસુંદર હતું. તેમાં તું પિતે વિજ૫ભ છો અને આ ભાઈનું નામ વિજસુંદર હતું. આ વિજજુસુંદર સ્વર્ગમાંથી ચીને વિજયવઈ નામની નગરીમાં કોઈ વાણિયાને ત્યાં પુત્રપણે જન્મ પામે. તેનું નામ મયદત્ત પડયું. એ ગુણવંત મયદત્ત ધન કમાવા માટે આ તરફ આવી ચડ્યો અને તે તેને નજરે દીઠે. એ રીતે પૂર્વભવના ભાઈ તરીકેના વિશેષ સ્નેહને લીધે એને જેવાથી હે દેવી! તને વિશેષ પ્રમાદ થયેલ છે. અને તેને આના ઉપર સ્નેહ થવાનું કારણ એ રીતે પૂર્વભવને નેહ જ છે.
સાધુએ કહેલી આ બધી હકીકત જાણીને અને યથાર્થ પરમાર્થના વિસ્તારને સમઅને એ દેવે મને પોતાનો એકાવલીહાર સ્નેહ સાથે આવે. પછી એ દેવે પિતાના કપાળ ઉપર બન્ને હાથ જોડીને ગુરુને પૂછયું: હે ભગવાન! મને હવે ઊંઘ આવી જાય છે, અરતિ થાય છે-ચેન પડતું નથી, મારું કલ્પવૃક્ષ કંપ્યા કરે છે. આ બધાં અમંગળ નિશાને થયાં કરે છે એથી એમ જણાય છે કે હવે તો મારું આયુષ્ય ઓછું છે, તો હવે તમે મને કહે કે આ સ્વર્ગમાંથી અવ્યા પછી મારો જન્મ કયાં થનાર છે? અને મને ધિને લાભ કેવી રીતે થશે? આ સાંભળી મુનિવર બોલ્યા હે દેવી! તું સ્વર્ગ માંથી મરણ પામી ભારતવર્ષમાં આવેલા મગધ દેશની વિજયવઈ નામની નગરીમાં નરવર્મ નામના રાજાને ત્યાં પુત્ર જન્મ પામીશ. ત્યાં તારું નામ હરિદત્ત થશે. તે આ મયણદરને આપેલા એકાવલીહારને ત્યાં હું જઈશ અને આ હારને જેવાથી તને બેધિને લાભ થશે. આ હકીકત જાણીને તે વેળાએ દેવ પિતાને સ્થાનકે ગ; પરંતુ આ બધો બનાવ જોઈને મનમાં મને ભારે વિરમય થયે, તેથી મેં એ મુનિરાજને પૂછ્યું કે-હે ! આ હારની ઉત્પત્તિને વૃત્તાંત જણાવવા કૃપા કરો.
હવે એ વિષે શ્રીગુરુ કહેવા લાગ્યા: હે ભદ્ર! બરાબર ધ્યાન રાખીને સાંભળ. પહેલાંના સમયે વિધ્યગિરિની ઉત્તમ તળાટીમાં સયદુવાર નામે એક નગર છે. ત્યાં પૂરણ નામે એક શેઠ વસે છે. તેણે તાપસની દીક્ષાને સ્વીકાર કરી ભારે કઠણ તપ કર્યું. છેલ્લે અનશન સ્વીકારી તે મરણ પામ્યા અને ચમચંચા નામની દેવનગરીમાં તે ચમાર નામે ઇંદ્ર થશે. એ ચમર કેઈ વખત પોતાની રાજધાનીના ઉપરના ભાગ તરફ જેવા લાગ્યો. ઉપરના ભાગમાં તેણે પોતાના માથાના બરાબર ઉપરના જ ભાગમાં સિંહસન ઉપર બેઠેલા શકે અને જે. અને એ જોતાં જ તેને ભારે ક્રોધ વ્યાપી ગયો. ત્યાં ઉપર એ શકની સૈધર્મસભા છે. એ સભામાં ઇદ્રની આગળ નાટક ચાલી રહ્યું છે. તેની આજુબાજુ સામાનિક દે, ત્રાયઅિંશ દેવો અને અંગરક્ષક દેવેની સભા બેઠેલી છે. પોતાના માથા ઉપર આ બધું આવેલું જેઈને પેલે ચમાર કહેવા લાગ્યઃ
"Aho Shrutgyanam