________________
: કથારન-કાશ
હરિદા વગેરેના પૂર્વભવ વર્ણન.
૧૦
બરાબર તે જ સમયે તમારા ભાગ્યને લીધે ત્યાં જ દીવાપર નામે એક સાધુ આવી ચડ્યા અને તે ગલાવવા ઈચ નામના ઉત્તમ સૂત્રના પાઠને ગણવા લાગ્યા. એ સાધુ એ સૂત્રને પાઠ ગણતા હતા ત્યાં કુરાયમાન ગરુડના ચિહ્નવાળે, મણિમય મુકુટને લીધે ચકચકિત માથાવાળો એવો ગરુલાધિપતિ નામને એક દેવ તે સાધુને વંદન કરવા આજે. સૂર્યના પ્રભાવથી જેમ અંધારું નાશી જાય તેમ તે ગરુલાધિપતિના મહિમાને લીધે તમારું બનેનું ઝેર ઝટ ઉતરી ગયું અને તમે બને જાણે કે સૂઈને જાગ્યા છે એ રીતે આળસ મરડીને બેઠા થઈ ગયા. પછી તમારા પરિજનોએ-સેવકોએ તમને જણાવ્યું કે “તમારી સાવકી માએ તમને બનેને ઝેરવાળું કશુંક ખવરાવેલું, એને લીધે તમે અને મૂછ પામેલા છતાં આ મુનિરાજના મહિમાને લીધે પાછા જીવતા થયા છે.' આ બધું જાણ્યા પછી તમે બને સાધુના ચરણમાં નમી પડ્યા. પછી તમને બન્નેને પેલા ગરુલપતિ દેવે કહ્યું કે: હે ભાઈએ, તમે બને ખરેખર પુણ્યશાલી છે, તમારા બનેના પુણ્યને લીધે જ આ અમૃતમૂર્તિ ઉત્તમમુનિ ભાગ્યયોગે પણ અહીં આવી પહોંચ્યા. તમને તમારી સાવકી માએ ઝેર ભેળવેલું ભોજન ખવરાવેલું હતું અને તેથી તમે અને મૂચ્છિત થઈ ગયા હતા એટલે આ મુનિ અહીં ન આવ્યા હતા તે તમે બને ધર્મ અને અર્થની સાધના કર્યા વિના એમ ને એમ મરણ પામ્યા હત. હજુ પણ કશું બગડી ગયું નથી, મારું કહેવું માને તે તમે અને હવે ચિંતામણિ રત્નની પેઠે પ્રયત્નપૂર્વક આ સાધુની આરાધના કરો. એ પ્રમાણે તમને બન્નેને એ ગરુલપતિએ સમજાવ્યા અને પછી સાધુને વંદન કરી જેમ વાદળમાં વિજળી છૂપાઈ જાય તેમ તે, જમીનમાં અંતર્ધાન થઈ ગયે.
તમે બન્નેએ પણ વિચાર કર્યો કે જ્યાં આપણે પોતાનાં માણસો પણ આવી દુર પ્રવૃત્તિ કરતાં હોય ત્યાં હવેથી આપણે આપણા પિતાના ઘરમાં રહેવું ઠીક નથી. પાણીમાં પડેલા હાથીઓને જેટલી જેટલી આપદા પડે છે, તેમ ગૃહવાસમાં રહેલા માણુને પણું વડની વડવાઈઓ જેટલા ઘણુ અનર્થો આવી પડે છે. તેમને કયાં અનર્થો નથી કનડતા એ જ આશ્ચર્ય છે. ખરી રીતે આ સાધુ મહાત્મા ધન્યરૂપ છે. જેમ ઘરનું પાંજરું તજી દઈ શુદ્ધ પક્ષને સ્વીકાર કરી શુદ્ધ પક્ષ-પાંખવાળા પક્ષીની પેઠે પૃથ્વી ઉપર સ્વતંત્રપણે વિહરી રહ્યા છે, તેમ જેમાં દુઃખનાં જળ અભર ભર્યા છે અને મૃત્યુના મગર છલાં મારી રહ્યાં છે એવા આ ભવસમુદ્રને તર હોય તો અમારે પણ હમણાં આ મુનિરૂ૫ વહાણને મજબૂતપણે આશ્રય કરવું જ જોઈએ.
તમે બનેએ આવો વિચાર નક્કી કર્યો અને પરમભક્તિથી એ મુનિને નમી તમે અને વિલંબ કર્યા વિના જ એ મુનિની પાસે દીક્ષા લેવા માટે ઉપસ્થિત થઈ ગયા. રોગ્ય જાણીને તમને બન્નેને એ તપસ્વી મુનિએ દીક્ષા આપી, પછી તમે બને ચારિત્ર
"Aho Shrutgyanam