________________
ગુરુએ જણાવેલ મયણદત્ત અને હરિદતને પૂર્વભવ.
* કયારત્ન–કોશ :
આગળ ઉજજવળ ઝળહળતા મણિમય મુકુટવડે ચકચક્તિ કપાળવાળે, તાજા ઊગતા સૂર્યથી સુશોભિત ઉદયાચલ પહાડ જે તેજસ્વી, આમળાં જેવાં મોટાં મેતીઓને મનહર હાર પહેરવાથી જેનું આખું ય ગળું–આખે ય કંઠ-ઢંકાઈ ગયો છે એવો, જાણે કે તારા સમૂહથી મેરુપર્વત પોતે હોય એ ભારત અને પિતાની ભરજોબનવંતી દેવીની સાથે આવેલે કોઈ દેવ શ્રીજિનભગવાને ઉપદેશેલ ધર્મને સાંભળતો બેઠો હતે એમ મેં જોયું. અમૃત જેવાં તે મુનિ પતિનાં વચને સાંભળીને અને તે દેવના હારમાંથી નીકળતાં અમૃત જેવાં શીતળ કિરાને જોઈને મારી અને પ્રકારની તૃષણા એટલે મહા તૃષ્ણા અને અંદરનો સંતાપ એ બનેની શાંતિ થઈ ગઈ. આ બધું જોઈને મને એ આચાર્ય તરફ વિશેષ ભક્તિભાવ ઉપ અને પેલા દેવ તરફ પણ બહુમાન થયું એથી આચાર્યને અને એ દેવને પ્રણામ કરીને હું તેમની પાસે બેઠો.
હવે દેવે પિતાની વિકસિત કમળની પાંખડી જેવી આંખ મારા તરફ ફેરવી અને જાણે કે એને કઈ વિશેષ સનેહવાળો પોતાનો ભાઈ ન મળ્યો હોય એ રીતે એણે મારા તરફ જોયું અને એથી એ ખુબ સંતોષ પામી આચાર્યને પૂછવા લાગ્યા હે ભગવંત! આ પુરુષ કોણ છે? વળી, એને જોતાં જ મને મનમાં વિશેષ સંતેષ કેમ થયો? દેવનો આ પ્રશ્ન થતાં તેને ઉત્તર આપતા આચાર્ય નીચે પ્રમાણે કહેવા લાગ્યા. હે દેવ ! તને પોતાને જ અવધિજ્ઞાન થયેલ છે અને તે જ્ઞાનદ્વારા તે સાચી હકીકતને બરાબર જાણે છે એટલે તને તે પૂછેલા પ્રશ્ન વિશે શું કહેવાનું હોય? તે પણ કેવળ યાદી માટે તારા મનને ઉત્તર આપું છું.
આ દેવના ભવની પહેલાના ભાવમાં કેસંબી નગરીમાં જય નામે રાજા હતો. તે રાજાને ત્યાં તું અને આ પુરુષ એમ તમે બન્ને પુત્ર સાથે જન્મેલા હતા. તું માટે હતો અને આ નાને હતો. ત્યાં બાળપણમાં જ તમારી માતા મરી ગયેલી હતી એથી તમને બનેને ધાવમાતાએ ઉછેર્યો. વખત જતાં તમે અને પુરુષની બોંતેર કળાઓ ભણીગણીને જુવાન થયા. કેઈ સમયે રાજાએ યુવરાજપદવી આપવા માટે આદરપૂર્વક બોલાવ્યા અને દિવ્ય કપડાં તથા ઘરઓ આપીને તમારું બન્નેનું સારી રીતે સન્માન કર્યું. આ બધી હકીકત તમારી ઓરમાન માતાએ જાણું, તેથી તે ક્રોધે ભરાણી અને તેને એમ શંકા થઈ કે હવે મારા પુત્રને રાજ્ય મળવામાં જરૂર વિખે આવશે એથી એ અનાર્ય એવી તમારી ઓરમાન માએ જ્યારે તમે બંને જણા રમવા માટે બાગમાં ગયેલા હતા ત્યારે કઈ વિશ્વાસ પુરુષને હાથે તમને બન્નેને ઝેરથી ભરેલ એ કૅઈ જાતને ખોરાક ખવરાવ્યા. હવે તે ઝેરી ભેજન ખાવાથી તમે બંને જણા, પ્રથમ ઊગતા કમળ પાંદડાંવડે મનોહર દેખાતાં એવા એક આસોપાલવના વૃક્ષની નીચે મૂછિત થઈને પડ્યા.
"Aho Shrutgyanam