________________
ધર્મ સંબધી નરવર્માના વિચારે.
: કથાન–કેશ:
સાંજ પડતાં જમી લે છે, બીજા કેટલાક પિતાના નિરુપમ રૂપથી કામદેવની કીર્તિને પણ ઝાંખી પાડી નાખે છે અને પોતાના એવા અદ્દભુત રૂપથી લોકોનાં લોચાને જેમ ચંદ્ર કુમુદનાં વનને આનંદ આપે છે તેમ હમેશાં આનંદ આપે છે. ત્યારે બીજા કેટલાક શ્વાસ, તાવ, ખાંસી, કોઢ અને ક્ષય વગેરે રોગોને લીધે જેમનાં અંગે સડી ગયા છે, ત્યાં ક્ષીણ થઈ ગયા છે એવા છે અને એમની વાત સાંભળતાં એમના પિતાઓ પણ ઉદ્વેગ પામે છે એવા છે. કેટલાક લકે પુષ્ટ સ્તનવાળી અને હરણ જેવી ચંચળ આંખેવાળી
દ્વારા ઘેરાયેલા રહે છે, તથા જેમના ગુણ ગવાયા જ કરે છે એવા તેઓ જે માણસ તેમની પાસે જે કાંઈ માગવા આવે તેને યથેષ્ટ ધન આપી શકનારા એવા જીવતાં સુધી વિલાસે જ માયા કરે છે, ત્યારે વળી બીજા કેટલાકની ઉપર તેમની શીલ સ્ત્રીઓ રુઠેલી હોય છે અને તેમના કડકડ એમ કરીને કાકડા બોલતી હોય છે એવા તેઓ જલદી મૃત્યુ આવે એવી માનતા કરનારા સાલાપોલા ઘરમાં પડ્યા રહે છે. આ પ્રમાણે માણસ તરીકે તે બધા માણસ એક સરખા છે છતાં તેમનામાં જે ઉપર જણાવ્યા પ્રમાણે જુદાં જુદાં સુખ દુઃખે દેખાય છે અને આ સંસારની જે જાતની વિચિત્રતા અનુભવાય છે તે બધું ધર્મ અને અધર્મ ન હોય તે સારી રીતે ઘટી શકતું નથી. એ બધી વિચિત્રતાઓનું અને એ બધા સુખ અને દુઃખના લાનું નિર્ણાત્મક કોઈ તત્વ શુદ્ધ બુદ્ધિથી જાણવું જોઈએ અને જે પુરુષ શાસ્ત્રના અર્થો જાણવામાં કુશળ હોય અને માનવમાત્રનું હિત કરનાય હોય તેવા પુરુષના એટલે ગુરુના વચનથી જ એ બધું જાણું શકાય. એવો સુગુરુ પણ પૃથ્વીમાં શો જડતો નથી, જેમ ચિંતામણું રત્ન મહાકણે મેળવી શકાય છે તેમ એવા સુગુરુ પણ અનેક ભવોમાં ઉપાર્જેલાં ભારે સુકૃતના પરિપાકને પ્રકર્ષ થયે હેાય તે જ પામી શકાય છે.
રાજા નરવર્મા એમ વિચાર કરતો હતો એવામાં તે સાયંકાલનાં કામકાજની પૂર્ણતાને સૂચવનારું એવું પ્રલયકાળના મેઘ જેવું ગંભીર વાણું વાગ્યું. હવે થોડા થોડા હલતા કમળની પાંખડી સમાન લાંબી આંખવાળા રાજાએ સભાનું વિસર્જન કર્યું અને બધા માણસોને જવાની રજા આપી એટલે બધા સભાજને ઊઠી, રાજાને પ્રણામ કરીને પિતપોતાને ઘેર ગયા.
બરાબર એ વખતે માથા ઉપર હાથ જોડીને અને રાજાને નમીને તેનો દ્વારપાળ રાજાને વિનંતિ કરવા લાગ્યો કે-હે દેવી! તમે સાંભળે. તમારા પ્રિય મિત્ર કે જે દૂર દેશાંતરથી આવેલ હેઈને તમને મળવાને વિશેષ ઉત્કંઠિત થયેલ છે તે મળવાને માટે આવીને બહાર ઊભેલો છે તે આપને શું હુકમ છે? રાજા બે -તું તેને મારી પાસે મોકલ. પછી દ્વારપાળે મોકલેલે તે, રાજાસભામાં પહોંચ્યો અને રાજાએ તેની તરફ સહર્ષ દષ્ટિથી જોયું. તે મદનદત્ત નામે પિતાનો પ્રિય મિત્રને જોવે છે. ઘણા લાંબા વખતે તે અહીં શા માટે આવેલ છે? એમ રાજા વિચારે છે ત્યાં તે મિત્રે રાજાને આદરપૂર્વક પ્રણામ કર્યા અને
"Aho Shrutgyanam