________________
નરવર્મા રાજાના ગુણોનું વર્ણન.
: કયારત્ન-કેશ :
બીજે કયાંય સુમને બંધ–સારા સારા માનવેનું બંધન નથી. વળી એ નગરીમાં જે ધનુષ આરુઢગુણ-દેરી ખેંચીને ચડાવેલું છે તેમાં જ પરવધ-શત્રુનો વધ છે પરંતુ કેમાં જેઓ ગુણે ઉપર આરૂઢ થયેલા છે–ગુણવંત જનો છે તેમના તરફથી કયાંય પરવધજીવહિંસા થતી નથી. એ નગરીમાં રહેનારા લેકે તપશ્ચર્યા, દાન અને વિદ્યાની પ્રવૃત્તિમાં મન દેખાય છે, સંત પ્રકૃતિના છે અને પવિત્ર છે, એથી કરીને એ નગરી નિરંતર ઉત્સવવાળી અથવા નિરંતર યજ્ઞવાળી તથા જાણે કે જેમાં કૃતયુગ-સતયુગ આવીને વસેલે છે એવી શેલે છે. નરવર્મા નામે રાજા એ નગરીમાં રાજ્ય કરે છે. નમશકાર કરતા મંત્રી, સામંત વગેરે દ્વારા એ રાજાનું પાદપીઠ શેભે છે અને જયશ્રીરૂપ હાથને બાંધવાને જાણે કે એ રાજા એક મેટા હાથી બાંધવાના થાંભલા સમાન ન હોય એમ દેખાય છે. વળી, એ રાજા, બીજા બધા રાજાઓ કરતાં, બધી કળાઓમાં કુશળતા, અને દાનવૃત્તિવાળો શાસ્ત્રના અર્થોનો બોધ વગેરે અનેક સદ્દગુણવાળો હઈને વિશેષ ચડિયાત છે એટલે જ એ બધા રાજાઓને સારા ઉદાહરણરૂપ બનેલો છે. કથાકેશકાર કહે છે કે-હું માનું છું તેમ વિનય અને નીતિ વગેરે ગુણે એ રાજામાંથી જ નીકળેલા હોવાથી પ્રજાનું પાલન જે રીતે એ રાજા કરે છે તેવી રીતે બીજે ક્યાંય થતું નથી. એવા રાજાની પ્રજા ઉત્તમ વસ્ત્રો અને ઘરેણુઓથી મંડિત હોય તેમાં શી નવાઈ કહેવાય? પરંતુ એ રાજાને શત્રુની સ્ત્રીઓ પણ મોતીના હાર અને કપડાંઓથી સુશોભિત છે. (શત્રુની સતીએ એ રીતે સુશોભિત હેાય એ તે વિધવાળી વાત કહેવાય માટે તેને પરિહાર કરવા સુરાણા-સુવિમૂરિયા ને અર્થ આ પ્રમાણે કરે. મોતીના હાર જેવાં અંસુય–આંસુઓ વડે એટલે એ રાજાના શત્રુની સ્ત્રીએ બોર જેવડાં આંસુઓથી સુશોભિત છે અર્થાત્ રાજાની શૂરવીરતાને લીધે શત્રુઓ મરાયા હોવાથી તેમની સ્ત્રીઓ રડી રહી છે.) વળી એ રાજા, દેવ અને ગુરુ તરફ ભકિતવાળો છે, નાસ્તિતાના વ્યામેહથી મુકત છે. એ રાજા શમરસને-શાંતિને ખપી છે છતાંય બધાં રિપુચકોને એણે જીતી લીધેલાં છે. શાંતિને ખપ અને છતાં શત્રુઓને જિતવાની પ્રવૃત્તિ એ બેમાં વિરોધ છે, તેનો પરિવાર આ પ્રમાણે છે. સમર-સઉવઓગ એટલે સમર–યુદ્ધમાં સઉવએગ-સાવધાન છે તેથી એ રાજાએ બધાં રિપુદળને જીતી લીધેલાં છે. જેમ કુણુને લક્ષ્મી નામની પત્ની છે તેમ એ રાજાને નવા કમળની પાંખડી જેવી પહોળી આંખવાળી અને શીલ વગેરે ગુણોના ઘર જેવી તિસુંદરી નામે સ્ત્રી છે. એ સ્ત્રીને જેવાથી એમ જણાય છે કે રૂપને નિર્માણ કરવાની ઉત્કૃષ્ટ નિષ્ઠાવાળા બ્રહ્માની જાણે એ એક અભૂત સિદ્ધિ ન હોય એવી એ સુંદર દેખાય છે અને એથી જ જગતમાં એના જેવી બીજી કેઈ નારી નથી એવું સંભળાય છે.
બુધ નામના ગ્રહને તેષ આપનાર તથા કુવલય-ચંદ્રવિકાસી કમળાને આનંદ આપનાર એવા શરદઋતુના નિર્મળ ચંદ્ર સમાન, બહુતાસો-ડાહ્યા પુરુષોને સંતોષ
"Aho Shrutgyanam