________________
: કથાનકોશ :
સમ્યકત્વ વિષય-મંગળાચરણ
પય-પાણીવાળે છે. વળી, વીર ભગવાનનું મુખરૂપ કમળ, સુરહિ-સુંગધવાળું છે અને મંગલકીશ પણ સુરહિયણસયવર છે એટલે કળશના વયણ–મુખ ઉપર સુરહિ-સુગંધી સયવત્તષ્કમળ મૂકવામાં આવ્યાં છે. એ રીતે શ્રી વીરભગવાન અને મંગળકળશમાં શબ્દદષ્ટિથી સમાનતા દેખાય છે. વળી જેમના લાંછન તરીકે કેસરી સિંહ છે, એવા તે વીરભગવાન ફરી ફરીને જયવંતા વતે છે. નહીં જિતી શકાય એવા કષારૂપ શસ્ત્રોની ધાડને જોઈને જેને ઉત્સાહ ગળી ગયેલ છે એવો કેસરીસિંહ જ ખરેખર જાણે તેમને શરણે ન આવ્યા હોય એ એ લાંછનને સિંહ ભાસે છે. બાકીના પણ બીજા બધાય જિનેશ્વર ભગવતે મોહરૂપ મહાઅંધકારને ભેદવા માટે રવિ-સૂર્ય સમાન છે તથા જેમ સગા ભાઈઓ જેલખાનાના બંધને દૂર કરે છે તેમ તેઓ સગા ભાઈઓની પેઠે અમારાં ભવરૂપ જેલખાનાનાં બંધને દૂર કરે.
જેમના માથા ઉપરની ફણુઓ ઉપર રહેલા મણિઓની કાંતિ બહુ દૂર સુધી પસરેલી છે એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્થિર રહેલી દીવાની જેવી જણાતી કાંતિ મારા અંધકારને હરી લે.
આસપાસ કુંડાળાવાળી ચંદ્રની કળા જેવી દેખાતી દેવી ભગવતી વાણ-સરસ્વતી જયવંતી વતે છે. વાણીને દેહ વિલસતાં નિર્મળ કિરણના મંડળથી સુશોભિત છે તેમ ચંદ્રકળાને દેહ પણ નિર્મળ કિરણોના મંડળથી સુશોભિત છે.
વાસુદેવની પેઠે દેખાતા ગુરુઓ મારું વાંછિત નિશ્ચિતપણે કરો. ગુરુએ જ્ઞાનાદિક લક્ષમી સહિત છે અને વાસુદેવ પિતાની શ્રી–લક્ષમી નામની સ્ત્રી-પત્ની સહિત છે. ગુરુઓ સત્ય ઉપર અધિષિત છે અને વાસુદેવ સત્યા-સત્યભામા નામની સ્ત્રીના અધિષ્ઠાતા છે. ગુરુએ પુરુષના ચક્ર-સમૂહને નંદક-આનંદ આપનારા છે અને વાસુદેવ સત-વિદ્યમાન એવા ચક્ર-સુદર્શન ચક્રવડે નંદક છે તથા ગુરુએ સુગયા-સારી ગતિએ તરફ જનારા હોય છે અને વાસુદેવે સુગયા-સારી ગયા–ગડાવાળા હોય છે. એ રીતે ગુરુઓ અને વાસુદેવાનું અહીં શબ્દષ્ટિએ સરખાપણું બતાવેલ છે.
એ પ્રમાણે સ્તુત્ય જનની સ્તુતિ કરીને સામર્થ્ય પામેલે એ હું, સમ્યવ વગેરે તની જેમાં સવિસ્તર હકીકત વર્ણવાયેલી છે, એવા શ્રી સ્થાનિકેશને કહેવાને છું. અહીં શ્રી જિદ્રના પ્રવચનમાં શાસ્ત્રોક્ત રીતે આચરવાના કિયાકલાપને બરાબર સમજતા હોય તે એક સુમુનિ અને બી જે સુશ્રાવક. એ બને મુક્તિની પ્રવૃત્તિ માટે અધિકારીરૂપ છે. સુશ્રાવકપણું વિના સુમુનિપણું ઘણું કરીને સંભવતું નથી અર્થાત જે મનુષ્ય દેશવિરતિને બરાબર આરાધી હાય-આચરણમાં ઉતારી હોય તે મનુષ્ય સર્વવિરતિને બરાબર આચરણમાં ઉતારવા સમર્થ થાય છે. જેનામાં જૈનના સામાન્ય ગુણ હોય અને બીજા વિશેષ ગુણે પણ હોય તે, સુશ્રાવકપણાને લાભ પામી શકે છે
"Aho Shrutgyanam