________________
૨૫
આચાર્યું કરેલ પરીક્ષા.
: કયારત્ન-ષિ :
આ પ્રમાણે અતિશય રાગી, અતિશય દ્વેષી ને અતિશય મૂઢ એવા એ ત્રણેનાં દષ્ટાંતો કહીને એ અધ્યાપક મહાત્મા વળી ફરીને પેલા શિષ્યને આ પ્રમાણે કહેવા લાગ્યઃ જે પુરુષે અતિશય રાગ વગેરે દોષ વગરના હોય, સારા ગુણ મેળવવા માટે પક્ષપાત રાખનારા હોય, પૂર્વાપર અવિરુદ્ધ અર્થની શોધ માટે તત્પર બુદ્ધિવાળા હોય, આ લેકનો અને પરલેકને વિરોધ થાય એવો અર્થ કરવા તરફ ચિત્તને ન વાળનારા હાય, હમેશા અલુબ્ધ તથા સુવિશુદ્ધ બુદ્ધિવાળા માણસની સંગત સેવા કરવામાં તત્પર હોય, પરમપદનો ઉત્તમ માર્ગ જે રીતે પામી શકાય એવી રીતે તે માર્ગને અનુકૂળ વિધિવિધાનો કરવામાં કુશળ હોય અને પિતપોતાના વિષયને અવ્યવસ્થિત કરવા માટે ઘંઘાટ કરવામાં વચનગુપ્તિવાળા હોય અર્થાત્ વિષયની અવ્યવસ્થા માટે સુગુપ્ત હોય. એવા જ પુરુષે શાના પરમ રહસ્યને જાણી શકવા સમર્થ છે અને એવા જ પુરુષે સંસારસમુદ્રનો પાર પામવા પણ કિસ શક્તિશાળી બની શકે છે. આ પ્રમાણે ગંભીરભાવ ગર્ભિત શિખામણ આપીને હજુએ અધ્યાપક અટક્યા નથી એટલામાં તો તેના માથામાં ભારે શૂળની વેદના ઉપડી અને એથી તે ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા-કાળધર્મ-મરણ-પામ્યા.
બધાં રહસ્યને પ્રકાશિત કરનારા અને દેવના ગુરુ બૃહસ્પતિ જેવા સમર્થ એ ઉપાધ્યાયને આથમી ગયેલા--મરણ પામેલા-જાણીને “હાય હાય આ શું થઈ ગયું” એમ કરતાક બધા શિવે તેની તરફ દોડ્યા. જમીન ઉપરથી તેમને ઊભા કર્યા, એમની આંખ પલકારા વિનાની ફાટી રહી, મુખ પણ ડુંક ઊઘડી ગયું અને શરીરની ગતિ તદ્દન બંધ પડી ગઈ. તેમના ઉપર શીતળ ઉપચારો કર્યા, ગરમી લાવવા એમના શરીરને મસળ્યું, જાણકાર લોકોને બોલાવવામાં આવ્યા, બધી બનેલી હકિકત કહી સંભળાવી, જાણકારોએ જોયા તપાસ્યા અને “હવે એનામાં જીવ નથી એમ કહીને હાથ ખંખેરી નાખ્યા. શિષ્ય ભારે શેકથી ભરપૂર એવો આકંદ કરવા લાગ્યા અને તેનું પારલૌકિક બધું કાર્ય પણ પતી ગયું. યજ્ઞના સંબંધે થયેલા સંશયનો નિર્ણય નહીં પામેલા “આપણે બધી રીતે અકમ છીએ” એમ બેલતા અને ભારે શોકને લીધે આંખમથી આસુંઓના પ્રવાહને વહાવતા એવા એ પુરોહિત અને નારાયણ બને બાપદીકરા પિતાને ઘરે પહોંચ્યા. - હવે બીજી કોઈ વખતે નારાયણે પુરોહિતને કહ્યું હે પિતાજી ! પેલા મહાનુભાવ અધ્યાપકે તે આપણને પરમાર્થ –દષ્ટિથી સામાન્યપણે કાર્યનું રહસ્ય તે જણાવેલું જ હતું માત્ર હવે તે બાબત આપણે તે વિશેષ નિર્ણય જ જાણવો બાકી રહ્યો હતો. ત્યાં જ્યાં સુધી કોઈ એજ મહાપ્રભાવવાળો બીજે પુરુષ આપણને ન મળે ત્યાં સુધી એ નિર્ણય જાણ નહીં જ શકાય. એથી તમે અનુમતિ આપતા હો તે હું એવા સમર્થ પુરુષના અન્વેષણ માટે કેટલાક દિવસો સુધી દેશાંતર ફરું અને તેમની જ કરી પાછો આવું, પરંતુ આમને આમ આળસ કરીને બેસી રહેવું સારું નથી. કારણ જિંદગી તે વીજળી
"Aho Shrutgyanam