________________
• થારના :
દેવીએ જણાવેલ સત્ય હકીકત
ચાલવા માટે પેલા શ ́ખને ખેલાવ્યા અને કહ્યું કે આવ, આપણું વાંછિત કામ કરવા માટે આપણે ચાલીએ. પછી એક હાથમાં ભાતુ લીધુ અને ખીજા હાથમાં ધનની પેટલી લઈ એ શંખ કોઈ પણુ ન જાણે એ રીતે દત્તની સાથે ચાલવા માંડયા. ગામ બહાર નીકળી ગયા પછી પેલા દત્ત શંખને કહ્યું: ભાગ્યની વાત કોઇ કળી શકતું નથી, આફતો આવે છે ત્યારે ઓચિંતી જ આવી પડે છે માટે તું આ તારા હાથમાં રહેલી ધનની પાટલી મને સોંપી દે અને ભાતું તારા પોતાના હાથમાં રાખ, કદાચ કોઇ રીતે ચાર વગેરેનો ભય ઉપસ્થિત થાય તે તું દ્રવ્યની ચિંતાથી રાકાવાનું ન કરીશ અને એકદમ ગમે તે એક દિશા તરફ નાશી જજે. જીવતા હોઈશું તો વળી ધન કમાવું દાયલું નથી. શ ંખ સરળ પ્રકૃતિનો હતો એથી તેણે આ બધું ‘ઠીક' માની લીધું અને એ બન્ને જણુ ઝટઝટ ચાલવા માંડયા. અડધે રસ્તે ગયા ત્યાં તો પેલા સકેત આપેલા એ માણસે ધારદાર તરવાર કાઢીને ‘હણો હણો' ખેલતા પાછળ પડયા. રાતના ગાઢ અંધારાને લીધે ઝાડના કુંડાને પશુ 'ચાર' માનતો પેલા શખ ગામ તરફ ભાગ્યા અને દત્ત પણ ખીજી દિશા તરફ હાથમાં ધનની પેટલી લઈને વેગથી નાઠે, શખે તો પોતે સરળ હોવાથી ગામમાં જઇને કોટવાળ પાસે ફરિયાદ કરી:
૨૯૪
પૈસા બધા તારા પરંતુ મારા મિત્રને સાને સારા લાવી આપ એમ કોટવાળને કહ્યું એ સાંભળીને કોટવાળ બીજા કોટવાળા મારફત એ વિશે તપાસ કરાવવા લાગ્યા. પર ંતુ કયાંય પણ તેનો પત્તો લાગ્યો નહીં. એથી ભેળે શખતા ગભરાયે, રાવા લાગ્યા એટલે તેનાં સ્વજનોએ તેને જેમ તેમ કરીને સમાવી છાનો રાખ્યા. પછી શખે ગામની દેવીની માનતા માની; હે ભગવતી ! જે દત્ત આવશે તો તારા જાગરણુ ઓચ્છવ કરાવીશ-રાતી ગે! દઇશ. પછી પેલી ધનની પાટલીને ખરાખર સતાડીને કોઇ એક દિવસે દત્ત આવી પહોંચ્યા, શખ રાજી થશે, વધામણાં કર્યાં અને ગામની દેવીએનો રાતીજગાનો એચ્છવ શરૂ કર્યાં, દૈવી ચમત્કારવાળી હતી એટલે તેણે પરચે આપ્યું અને એક યુવતિના શરીરમાં આવી તેને ધુણાવવા લાગી. શુતી ધુણતી તે ખેલીઃ શંખ ! તારી ધનની પોટલી ચારાઈ ગઈ તે બધું કાવતરું તારા દુષ્ટ મિત્રનું જ છે, માટે તું અમુક સ્થાનમાં જા અને ત્યાં તેણે દાટેલુ ધન તું લઇ લે. તે સાંભળીને શ ́ખ તો ઉલટો રાષે ભરાયા અને ખેલ્યાઃ હું પાણી ! કુગ્રામમાં રહેનારી ! રાક્ષસી ! ખોટી સંભાવના કરીને તું મારા મિત્ર ઉપર દોષ ઢાળે છે ? એમ ખેલીને તેણે પેલી ધુણતી ખાઈને એક તમાચા ચેાડી દીધા અને ઓચ્છવના રંગમાં ભગ પાડીને તથા કાન ઉપર હાથ દઈને તે પેાતાને ઘરે ચાલ્યા ગયા.
આ જાતને મૂઢ તેને કાર્ય અને અકાર્યનું સ્વરૂપ સમજાવવામાં આવે તો પણ સમજી શકતો નથી, સમજવું તો દૂર રહ્યું અરે! તે એ હકીકતને સાંભળી પણ શકતા નથી.
"Aho Shrutgyanam"