________________
૨૮૫
દિવાકર મુનિએ વિમલના વક્તવ્યનું કરેલ નિરસન.
: કયાર- કોણ ?
અવિધિએ કરવા કરતાં તે નહીં કરવું સારું” એ વચન અસૂત્રવચન છે, કારણ કે નહીં કરનારને અને અવિધિથી કરનારને એ બન્નેને જુદાં જુદાં પ્રાયશ્ચિત્તો બતાવેલાં છે. માટે જેઓ અપુનબંધક છે એટલે જેમનાં જ્ઞાનાવરણીય વગેરે સાતે કર્મોની સ્થિતિ સાગરોપમ કેડીકેડી જેટલા સમયની અંદર જ છે તેથી વધારે સમયની તે કર્મોની સ્થિતિ જેઓ કદી બાંધતા નથી અને અનુસારી બાંધવાના પણ નથી એવા અપનબંધકે સૂત્ર અને અર્થ (અર્થ એટલે આચરણ) એમ બન્ને રીતે ચૈત્યવંદનને શુદ્ધપણે જ કરવાને આગ્રહ રાખે તે એ માર્ગની પવિત્રતાનું કારણ હેવાથી સારું છે. ત્યારે બીજાઓને માટે પણું એટલે જેઓ હજુ માર્ગ તરફના વલણવાળા છે અને માર્ગથી પડી ગયેલા છે તેમને માટે પણ ચાલે છે એ રીતે ચૈત્યવંદન કરવાનું બીજરૂપકની સરખું હેવાથી દૂષણ વિનાનું છે. વળી, તેં જે કહ્યું છે કે “જે જિનબિંબ અવિધિથી થયેલાં છે તેમને વંદન, નમન કરવાથી અવિધિની પદ્ધતિને ટેકે મળે છે. તે પણ તારું કથન અયુક્ત છે, કારણ કે શાસ્ત્રમાં તે કહેવું છે કે નિશ્રાથી કરેલા કે અનિશ્રાથી કરેલા અને પ્રકારના ચૈત્યમાં સર્વત્ર ત્રણ થેયે કહેવી જોઈએ. આમાં નિશ્રાથી કરેલાં ચિત્યે અવિધિકૃત છે છતાં શાસ્ત્રકારે સારા સાધુઓને પણું તેમાં વંદન કરવાનું ફરમાવેલું છે. વળી, તે જે કહ્યું કે “આ લેકના અર્થો-ધન પુત્ર દારા વગેરેની પ્રાપ્તિની આકાંક્ષાથી શ્રી તીર્થકર ભગવાનનું વંદન, પૂજન વગેરે કરવું તે, તીર્થંકર દેવામાં અસદૂભૂતનું આરોપણ કરનારું હોવાથી મિથ્યાત્વરૂપ છે.” એ પણ તારું કથન અયુકત છે. આ વાત કે નથી જાણતું કે શ્રી જિન દેવા નિતિને પામેલા છે, તેઓ કેઈને પણ કશું આપતા નથી તેમ કેઈનું પણ કશું લેતા નથી છતાં તેમની પ્રાર્થના કરતાં જે એમ કહેવામાં આવે છે કે “ આરોગ્યને લાભ આપે, બેધિને લાભ આપે અને ઉત્તમ સમાધિનું વર આપો” તે તે તેમના તરફનું બહુમાન સૂચવવા અને તેમની તરફ અધિક ભકિત બતાવવા એવાં સાભિળંગ વચનના માત્ર કથનરૂપ છે. એટલે એવાં વચને કહેવામાં વા બે ધિલાભ વગેરે પદાર્થોની પ્રાર્થના કરવામાં કશું દુષણ નથી. ઊલટું એવાં વચને અને પ્રાર્થનાઓ તે વાગરિ શેઠ વગેરે લોકોને માટે વિશિષ્ટ ગુણસ્થાને પ્રકર્ષ પણે ચડવાનાં કારણે બનેલાં છે એટલે એવાં વચને અને અભ્યર્થનાઓ એમની પેઠે આપણને પણું વિશિષ્ટ ગુણપ્રાપ્તિનાં કારણે બને માટે તેમને કહેવામાં કશેય બાધ નથી. વળી, શ્રીજિનદેવને તજીને ચંડિકા વગેરેની પ્રાર્થનાએથી તે ગુણને ઉત્તમ લાભ સંભવ જ નથી માટે ચંડિકા વગેરે કરતાં શ્રી જિનદેવ પાસે જ એવી પ્રાર્થનાઓ કરતાં કશી હાનિ થવાનો સંભવ નથી. એથી જ શ્રી જિનદેવની પાસે એવી પ્રાર્થના કરતાં તેમનામાં ઈચ્છા-વાસના છે વા તેમની પાસે પરિગ્રહ વગેરે છે” એ આરોપ પણ સંભવ જ નથી. વળી, તે જે કહ્યું કે, “સુશ્રમણે જ વંદનીય છે; બીજા નહીં જ, તે હકીકતને તે અમે પણ માનીએ છીએ. કેવળ જ્યાં ધર્મની નિંદા
"Aho Shrutgyanam