________________
: યારત્ન કોષ -
દિવાકર મુનિનુ ત્રિમળને વિવિધ પ્રકારે સમજાવવું.
ખાલવાનું કહેલ છે તે શુ. એટલા માત્રથી જ જેઓ પેાતાને શરીરે શૃંગાર કરે છે, ધાયેલાં અને ધોળાં ચાખા કપડાં પહેરે છે, નાઈ ધોઈને ચાકમાં રહે છે અને ભગવાનના જન્માત્સવ વગેરે પ્રસંગે વધારે સમય સુધી ખાટી થાય છે, એવા તમારી જેવા માટે પણ ત્રણ થાઇવાળું જ ચૈત્યવદન યુક્ત છે, એમ કેમ કહેવાય ? કૈક ઠેકાણે પાંચ શક્રસ્તવવાળા ચૈત્યવંદનના વિધાનનુ પણ વચન દેખાય છે, વળી.
૨૮૪
જે મુનિ છે. તેઓ નિરતર ભાવસ્તવ કરે છે અને તે દ્વારા તેમાં તે ત્રણ થાઇવાળું ચૈત્યવંદન કરે તે એ પણ યાગ્ય છે અને જે ગૃહસ્થ સર્વ પ્રકારનાં સાવધ કાર્યથી વિરત છે તે, અધિક દેવવંદનની વિધિદ્વારા ભાવસ્તવ કરે અને તે દ્વારા એક ક્ષણ માટે પણ પેાતાના આત્માને નિષ્પાપ કરે તે તેમાં પણ શુ' દૂષણ હોઇ શકે ? વળી હું ભદ્ર ! વૈયાવચ્ચ કરનારા દેવાની સ્તુતિના પથુ એકાંતે નિષેધ કરેલે નથી. આવશ્યકનિયુક્તિ નામના ગ્રંથમાં સાધુઓને માટે તે દેવસ્તુતિની અનુજ્ઞા અપાયેલી છે. ચાતુમૌસિક પ્રતિક્રમણુમાં અને વાર્ષિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાને કાર્યાત્સગ કરવામાં આવે છે. પાક્ષિક પ્રતિક્રમણમાં ભવનદેવતાના કાર્યોત્સર્ગ કરવામાં આવે છે અને કેટલાક વળી ચામાસી પ્રતિક્રમણમાં ભવનદેવતાના કાચેત્સગ કરે છે. તત્કાળના એટલે તાજા સાધુએ માટે અથવા તે કાળના સાધુએ માટે જે ભવનદેવતા અને ક્ષેત્રદેવતાની સ્તુતિ કરવાનાં વિધાને કરવામાં આવેલાં છે તે બીજા માટે પણ એ વિધાન યુક્ત જ કહેવાય અને હમણાં તે સાધુ તે પ્રમાદી છે. એટલે એને માટે તે એ સ્તુતિનું વિધાન અયુક્ત છે એમ કેમ કહેવાય ? માટે જ સંયમમાં આવતાં વિશ્નોનો નાશ કરવા માટે ચૈત્યવંદન પૂરું થતાં વૈયાવચ્ચ કરનારા દેવાની સ્તુતિ કરવાનું વિધાન નિર્દેવિ છે એમ કહેલ છે. એ રીતે સાધુએ માટે પણ જે વિધાન યુક્ત છે તે વિધાન પ્રમાણે ગૃહસ્થા પણ દેવેની સ્તુતિ શા માટે ન કરે તરવાર કરતાં એનું મ્યાન તીક્ષ્ણ હેાય એવુ કેમે કરીને પશુ સાઁભવી શકે નહીં અર્થાત્ સાધુઓ તરવાર જેવા છે અને ગૃહસ્થે મ્યાન જેવા છે. એટલે સાધુઓ કરતાં ગૃહસ્થાની સરસાઈ ન સંભવી શકે. વળી “ સિદ્ધાણુ યુદ્ધાણુ” નામના સિદ્ધસ્તવમાં ત્રણ લાક કરતાં વધારે ગાથાઓ છે એ હકીકત વિશેષ બહુશ્રુતેની પરંપરાથી પ્રસિદ્ધપણે સંભળાતી આવે છે, એથી એ ‘સિદ્ધસ્તવની ત્રણ જ ગાથાઓ કહેવી' એવું તારું કથન પણ અયુક્ત છે; કારણ કે જીતકલ્પના વ્યવહાર પ્રધાન છે અને તે અનુસારે ત્રણ કરતાં વધારે ગાથા બાલવાથી પણ કશુ` ણુ નથી. વળી, તે જે કહ્યું કે ‘સૂત્રની અપેક્ષાએ અને અની અપેક્ષાએ એમ બન્ને રીતે ચૈત્યવંદન શુદ્ધ રીતે કરી શકાય તે જ કરવું જોઈએ' અને બીજું પણ તેં કહ્યું કે ‘અવિધિએ કરવા કરતાં તે નહીં કરવું સારું' એ પણ તારાં અને વચના અયુક્ત છે.
જે લાકે સમયન છે, શાસ્ત્રના પરમાર્થને સમજનારા છે, તે
"Aho Shrutgyanam"
જ કહે છે કે