SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ * કયારન-કોષ : સુરતેજ રાજાને વિમળ મંત્રીને ઉપાલંભ. વગેરે દે અટકાવવા માટે ક્યાંય પાસસ્થા લોકોને વાણીથી નમસ્કાર કરે પડે અને ક્યાંય વંદન પણ કરવું પડે તે ત્યાં એવું નમન અને વંદન સુસાધુઓએ પણ કરવું ઘટે એવું શાસ્ત્રકારનું વચન છે, માટે એ અપેક્ષાએ પાસસ્થાઓને વંદન વા નમન કરવાથી તેમના પ્રમાદની અનુમોદના થવાને સંભવ નથી એટલે તે કહેલું દૂષણ અહીં સંભવતું જ નથી. અને આ રીતે સુસાધુઓ પણ લેકવ્યવહારને અનુસરનારા હોય તે જે ગૃહસ્થ ચંડાળને પણ માથું નમાવવાની પ્રવૃત્તિમાં છે તથા એવા બીજા વ્યવહારમાં પ્રવૃત્ત થયેલા છે તેઓ લેકવ્યવહારની અવગણના શી રીતે કરી શકે? વળી, શ્રમણના ગુણસ્થાનક કરતાં ગૃહસ્થનું ગુણસ્થાનક ચડિયાતું કહેલું નથી, તેથી શમણે કરતાં હોય તે ગૃહસ્થ પણ જનચિત્તના પ્રસાદ માટે લેકવ્યવહારને શા માટે ન અનુસરે ? તેથી હે અમાત્યવર! તારે મૌન રાખવું જ સારું છે, પરંતુ જેમને આગમના રહસ્યની જાણ નથી એવા લોકો સામે વિશેષ પ્રકારના ધર્મની પ્રરૂપણ કરવી ઉચિત નથી, માટે તેં જે આજસુધી પ્રરૂપણું કરેલી છે તે બદલ પ્રાયશ્ચિત્ત લે અને હવે ફરીને તારા કુહાનુસારે બલવાનું બંધ રાખ. આ સાંભળીને અમાત્યના ચિત્તમાં ભારે રોષ થયે અને તેને એમ થયું કે આ સાધુ જ સિદ્ધાંત સર્વસ્વને ચાર છે અને પાસસ્થા વગેરેમાં મળી ગયો લાગે છે માટે એને અવંદનીય જ સમજ. એ સાધુ વિષે પિતાને જે લાગ્યું તેને કેલાહલ કરીને જાહેરમાં હોહા કરીને પછી મંત્રી તે પોતાને સ્થાને ચાલ્યો ગયો. તેણે જે લેકે પોતાના પક્ષમાં ભળેલા હતા એવા કુગ્રહવાળા બધા લોકોને બેલાવી–ભેગા કરીને આ પ્રમાણે જણુવ્યું કે–આ સાધુ પૂજા અને પ્રતિષ્ઠા વગેરે દેશમાં બંધાઈ ગયો છે અને પાસસ્થાઓની સાથે સમાગમ રાખનારે છે માટે એને મિથ્યાષ્ટિની જે જ સમજ તથા અન્યમતિને જેમ આપણે વંદન કરતા નથી અને ભિક્ષા પણ આપતા નથી તેમ એને પણ ભિક્ષા ન આપવી અને વંદન પણ ન કરવું. એને વંદન કરશે વા ભિક્ષા આપશે તે તમને તેના દની અનુમોદનાને દેષ લાગશે અર્થાત્ તમે એના દેષને ટેકે આપનારા બનશે એથી તમે મિથ્યાષ્ટિ થશે. જોકે એ જાણ્યું કે મંત્રી રાજમાન્ય છે માટે તેમણે બધાએ એનું કહેવું “ક” કહીને માથે ચડાવ્યું. હવે આ બધી હકીક્ત સૂરતેજ રાજાએ જાણું અને તેથી તેને ક્રોધ થશે એટલે એ મંત્રીને બેલાવીને કહ્યું કે હે અમાત્ય! તારી પ્રવૃત્તિ બધી મેલી છે અને માત્ર નામથી તું વિમલ છે. જે સાધુ સમા પ્રમાણે સુંદર ક્રિયામાં તત્પર રહે છે તેને તું અવગણે છે અને પિતાની જાતને સર્વસંમન્ય જેવી માને છે. ડું જ્ઞાન થયું એટલા માત્રથી આટલે બધે અહંકાર આણ તે કેઈપણ પ્રકારે સચ્ચરિતનું નિશાન નથી. જ્ઞાનના દીવા જેવા, શિવમાર્ગના સાર્થવાહ સમાન અને જેઓ કેઈને કશી પીડા કરતા નથી એવા યતિએ ભીલના ગામ "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy