________________
સુજન્ય રાજવીને દીક્ષા
અબિલા.
: કારત્ન કેર :
વિશેષ પ્રકારના દેય પદાર્થોની તૈયારી છે, તે જ આ તદ્દન અભિનવ એ વિશેષ પ્રકારનો મારે દાનનો મનોરથ છે. અને મારે ગૃહસ્થાશ્રમ સર્વ પ્રકારે આજે જ સફળ થયે” આ જાતના વિશેષ વધતા ઉલ્લાસને ધારણ કરતાં રાજાએ પિલા અનગારની સામે અશનખાવાનું, પાન-પીવાનું, ખાદિમ-મેવા વિગેરે, સ્વાદિમ-લવીંગ, એલાયચી વગેરે મુખવાસ વસ્ત્ર, કંબલ અને અષધ વગેરે બધી દેય સામગ્રી હાજર કરી. સાધુ મુનિરાજે પણ રાગદ્વેષની વૃત્તિને દૂર કરી અનાસકતપણે ઉ૬મ, ઉત્પાદન અને એષણના દ વિનાની અર્થાત્ સાધુને ખપે એવી વિશુદ્ધ દેય સામગ્રીને જોઈ–વિચારી “ગોવત્સત્યાગ્રહણ” ના ન્યાય પ્રમાણે તેમાંથી જરુર પૂરતું કાંઈક લીધું અર્થાત્ ગાયનો વાછડે ચારે ચરતી વખતે ઘાસને મૂળથી ખાઈ જતો નથી પણ થોડું થોડું બાકી રાખે છે અને ઉપરઉપરથી અડધું પડધું ચરે છે તેમ આ મુનિએ પણ એ દેય સામગ્રીમાંથી થોડું થોડું લીધું પણ આસક્તિભાવ રાખી એકસામટું બધું ન લઈ લીધું અથવા દહનારો ગોવાળ દેહી રહ્યા પછી જે દૂધ બાકી રહે છે તેને ગાય વાછડે ધાવે છે તેમ મુનિ પણ, જમતાં જે કાંઈ વધ્યું ઘટયું હોય તેને લે છે. આ રીતે ભિક્ષા લેવાથી ગૃહસ્થને તકલીફ પડતી નથી તેમ તેમના ઉપર કશે ભાર પણ પડતો નથી. કૂલના રસને ચૂસતે ભમરે જેમ જુદા જુદા ફૂલેમાંથી ટપું ટીપું રસ ચૂસે છે, એમ ચૂસવાથી ફૂલેને પીડા થતી નથી તેમ ભ્રમર પણ પિતાને નિવાહ કરે છે. એ જ રીતે માધુકરી વૃત્તિથી એ મુનિરાજે રાજા સુજ્યને ઘરે જઈને પારણા માટે શિક્ષા મેળવી. ભિક્ષા વહરાવીને પોતાના પરિવાર સાથે રાજાએ મુનિને સવિનય વંદન કર્યું અને એ તપસ્વી સાધુ જેવા આવ્યા હતા તેવા પાછા પોતાને સ્થાને ચાલ્યા ગયા.
રાજા સુજયે બીજી બધી પ્રવૃત્તિઓ પડતી મેલી કેટલાક દિવસ સુધી એ મુનિરાજની ઉપાસના કરી. મુનિરાજ પાસેથી શ્રી જિનેશ્વરે જણાવેલા ધર્મનું રહસ્ય જાણ્યું. વખત જતાં રાજાને વૈરાગ્યભાવ ઉપ અને મુનિરાજને વિનંતિ કરી કે-હે ભગવન્! આપ અધ્યા નગરી તરફ વિહાર કરે. મારે વિચાર એ છે કે રાજ્યભાર પુત્રને સોંપી આપની પાસે દીક્ષા લઉં. મુનિરાજ બોલ્યાઃ મહારાજ! તમારી જેવાઓને એ ઉચિત છે અને અમે પણ ગાનુયોગે એમ કરીશું અર્થાત્ અધ્યા તરફ આવીશું.
ત્યારે પછી રાજા “સુજય, એ વિદ્યાધર રાજર્ષિને સવિય વંદન કરી પિતાની નગરી ભણી ગયે. દીક્ષા લેવાને પિતાને સંકલ્પ રાજ્યના મંત્રીઓને અને સામંતેને જણાવ્યો. તેઓએ તેમાં પિતાની સંમતિ આપી. અભિષેક કરવા માટે યોગ્ય મુહૂર્ત જોવડાવી પુત્રને ગાદીએ સ્થાપે. બધા કેદીઓને છેડી મૂકયા, અમારીની ઘોષણા કરાવી અર્થાત કેઈ, કેઈ પણ જીવને ન મારે એ માટે ઢેલ વગડાવી જાહેર સૂચના કરી, જિનમંદિરોમાં ઉત્સવ
"Aho Shrutgyanam