________________
• યારત્ન-કોષ : સુજય રાજવીને જાતિસ્મરણુ અને મુનિશ્રીને ભાવપૂર્વક આપેલું દાન. २७०
રાજા પણ કૌતુકને લીધે આમ તેમ વનાંતરેમાં—એક વનથી બીજા વનમાં-ભટકતાફરતે ઘટ્ટ તમાલના વૃક્ષાને વીધે શ્યામ દેખાતા એક વનના કુંજમાં પેઠ અને તેણે ત્યાં જોયુ કે એક મનેાહર આકૃતિવાળા સાધુ આતાપનાને સ્થળે ઊભા રહી આતાપના લઇ રહ્યા છે, તેના ઉપર એક ધજાવાળુ છત્ર ધરાએલુ છે અને તેની આગળ માગ-ચારણ લેાકેા પ્રશસા કરી રહ્યા છે.
4
દૂરથી એ મુનિને શ્વેતાં જ તે સુજય રાજાએ પેાતાના રાજપદવીસૂચક ચિહ્નો ઉતારી નાખ્યાં અને પાસે જઈને એ, તે સાધુના પગમા નમી પડયા. નમતાં જ તેને એમ થયું કે ‘ આવી આકૃતિને મેં કયાંક જોઇ છે ?' એમ વિચારતાં--હાપેાહ કરતાં રાજા સુજયને તેને પૂર્વભવ સાંભરી આવ્યે. અને ખરી હકીકત તેના ખ્યાલમાં આવી. પછી રાજાએ મુનિને વિસ્તૃતિકરી કે · હે ભગવન્ ! તમે મને આળખા છે ?' સાધુએ કહ્યું. હે દેવાનુપ્રિય ! હું તમને ખરાખર આળખતા નથી. પછી રાજાએ કહ્યું: તમે ‘ સુવેલ ’નામના પહાડમાં રહેતા હતા તે વખતે હું પણ ત્યાં દૈવયેાગે આવી ચડચે હતા. જ્યાં હુ' રહેતા હતા તે સ્થળ તમને, તમારી સાથે રહેતા હરણે બતાવેલું અને તમે મારે સ્થળે ચામાસીતપનું પારણુ' કરવા સારુ ભિક્ષા લેવા પધાર્યાં. મે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તમાને ઉચિત કદ, ફળા વિગેરે આપી પારણું કરાવ્યું. આપે મારી પાસેના કદ, ફળો વગેરે લઈ મારા ઉપર મોટો અનુગ્રહ કર્યાં અને આપનાથી અનુગ્રહ પામેલા એવા મને તે જ રાતે, અયોગ્ય આહાર કરવાને પામે પેટમાં શૂળ ઉપજ્યું અને તેનાથી મરણ પામેલા હું તમારી દયાને લીધે કૈાશલ દેશના રાજા થયા છું. કલ્પવૃક્ષ કરતાં પશુ અધિક ઔદાર્ય વાળા–મનવાંછિત સિદ્ધિ આપનારા એવા આપનું દર્શન-સ ́સારમાં ખૂંચેલા પ્રાણિઓને મહાદુલભ એવુ' તમારું' દર્શન હું પામી શકયે 'માટે મારી જાતને ધન્ય માનુ છું.
ܕ
રાજા ‘ સુજય ' આ રીતે પેલા અતગારની સાથે વાતચીતમાં હતેા તે વખતે જ ખરાખર તેના રસોયાએ આવીને રાજાને જણાવ્યું કે-હે દેવ ! હમણાં ભેજનના સમય છે. ' તે પછી સાધુ તરફની ભક્તિને લીધે હર્ષ અને ઉલ્લાસથી રામાંચિત થયેલા રાજાએ મુનિરાજને વાંદીને વિનંતિ કરી કે− હે ભગવાન્ ! યથાસિદ્ધ ખાનપાન વગેરે મારે ત્યાંથી લઈને આપ મારા ઉપર પ્રસાદ કરે, ’ આ વખતે મુનિને પાસખમણ(પખવાડીઆના ઉપવાસ )નું પારણું હતું. રાજાદ્વારા ભક્તિપૂર્વક નિમત્રિત થયેલા સાધુ, રસ્તા ઉપર આગળ આગળ યુગપ્રમાણ દૃષ્ટિને ઠેરાવતા રાજાની પાછળ પાછળ રાજાના આવાસ તરફ ગયા. રાજાએ એ પવિત્ર મુનિના ચરણા ઉપર લાગેલી રજને પેાતાના કેશકલાપવડે સાફ કરી, જીવજંતુ વગરના સ્થળ ઉપર આસન પાથર્યું અને તે ઉપર મુનિ બેઠા. આ વખતે મુનિને પ્રતિલાભતાં તેને એવા ઉમળકા આવ્યે કે તે આ ઉત્તમ પાત્ર છે, તે જ આ
"Aho Shrutgyanam"