________________
૨૬૮
સુજય રાજાના ભંડારમાં લક્ષમીની વૃદ્ધિ અને શત્રુ રાજએનું વશ થવું
? કયાર–મેષ :
પુરુએ તે આ આખીય પૃથ્વીને નિણ-દેવા વગરની કરી નાખેલી. એમની સરખામણીમાં હું તે અમુક જ માણસને અને તે પણ થોડું જ હજુ દઈ શક છું છતાં સારા શ્રમણની પેઠે કેમ નિર્ચથ-પરિગ્રહ-ધનધાન્ય વગરને-થઈ ગયે છું અર્થાત જેમ સારો શ્રમણ પરિગ્રહ વગરનો હોય છે તેમ મેં તે એવું શું દઈ નાખ્યું છે જેથી હું પણ સારા શ્રમણની પેઠે પરિગ્રહ વગરને થઈ ગયો છું. અહ! મારી અપુણ્યતા-પુણ્ય વગરની દશા ! અહા ! મેં પૂર્વે દાન નથી દીધાં એનું જ આ પરિણામ ! અહે! વિફલા અલીકની સંભાવના અર્થાત્ મારા કેવા મિથ્યા મનેરશે! આ રીતે પિતાની જાતે ઝરત રાજા ભારે ખેદ પામે. ખેદવાળી પરિસ્થિતિને લીધે તેણે પિતાના સેવકને વિદાય કરી દીધા, સભામાં ચાલતાં નાચગાન વગેરે બંધ કરી દીધા, સાંજનું દેવપૂજન કરી લીધું અને રાજા પિતાની સુખશામાં પડે. મહામુશીબતે નિદ્રા આવી. સવાર થતાં માંગલિક વાજાં વાગતાં રાજા જાગે. પ્રભાતનાં બધાં કાર્યો સમેટી રાજસભામાં આવીને બેઠે. બાબર આ વખતે રાજભંડારીએ અને ધાન્યના ભંડારોની વ્યવસ્થા કરનારાઓએ રાજા પાસે આવીને રાજાને વધામણી આપી કે દેવ ! તમને વધાઈ છે, તમારા ભંડારે સોના,
પા અને હિરાઓ વગેરેથી આજે ભરાઈ ગયા છે-છલકાઈ જાય તેમ ભંડારની ટોચ સુધી છલે છલ થઈ ગયા છે. અમે એ જાણતા નથી કે આમ એકાએક શાથી થયું? આ વાત સાંભળીને રાજા જરાક મરક અને તેથી એમ જણાયું કે એ સેવકની વાત સાંભળીને રાજાને પ્રમાદ થશે અને પછી ફરીને પણ યથેચ્છ રીતે અખંડપણે તે રાજા પિતાને દાનને પ્રવાહ વહેવડાવવા લાગ્યા.
આ વખતે એક વિશેષ બનાવ બને. રાજાના ધન અને ધાન્યના ભંડારો ખાલી થઈ ગયા સાંભળી સીમાડાના રાજાઓ અભિમાને મત્ત થઈ દેશમાં ઉપદ્રવ કરવા લાગ્યા. રાજા સુજયે એ રાજાઓને આ ઉન્માદ સાંભળે અને તેમના ઉપર તેણે મેટા આડંબર સાથે સૈન્ય લઈને ચડાઈ કરી. પ્રયાણ કરતાં કરતાં કેટલાક પડો થયા પછી તે, પિતાના દેશના સીમાડે પહોંચે. લડાઈ થતાં સીમાડાના રાજાઓને વિશેષ સંભ થયે અને હરડે ખાવાથી જેમ રેચ લાગી જાય તેમ એ રાજાઓને ખૂબ રેચ લાગી ગયો અર્થાત્ તે રાજાએ ગભરાઈ ગયા. રોગને ઉપાય જેમ વૈદ્યો વિચારે તેમ મંત્રીઓએ ગભરાએલા એ રાજાઓના ગભરાટનું નિદાન કર્યું અને એ રાજાઓના પ્રદેશમાં પેસી તેમને તાબે કરવા એ, તેમના ગભરાટનું ઔષધ નકકી કર્યું. આ પ્રમાણે કરવાથી સીમાડાના એ મદમસ્ત રાજાઓ પોતાના વાળ લબડતા અને છૂટા રાખી તથા ગળા ઉપર કુહાડા મૂકી નમી પડયા, અને તેમણે રાજા સુજયની સેવા કરવાનું સ્વીકાર્યું. આથી સુજય નરેન્દ્ર તેમને “અભય” કરી નિર્ભય કર્યા અને તેથી જેઓ સુજય રાજાના ખંડીયા બની જેમ આવ્યા હતા તેમ પોતપોતાના પ્રદેશમાં ચાલ્યા ગયા.
"Aho Shrutgyanam