________________
કે કયારત્ન-મેષ :
સંગમકનું શૂળ-રોગથી મૃત્યુ અને રાજાને ત્યાં જન્મ.
૨૬૬
છે માટે મારે અહીં રહેવું ન ઘટે” એમ વિચારી ધર્મના રહસ્યને બરાબર સમજતો તે રાજર્ષિ, પોતાના ગુરુની સંમતિ મેળવી આ સુવેલાચલ પાસેના નિર્જન વનમાં વિહરવા લાગ્યું. એ રાજર્ષિના પુત્ર મેઘનાદનરેદ્ર રાજર્ષિની ઈચ્છા ન છતાં અને તેના છત્રધારક તરીકે અને મને માગધ તરીકે તેની પાસે આદરપૂર્વક રાખ્યા છે અને એ રીતે તે નરેન્દ્ર, પિતાની પિતા તરફની પરમ ભક્તિ બતાવી છે. જે દિવસે મુનિરૂપ પિતાના પિતાના કુશળ સમાચાર એ મેઘનાદ રાજાને મળતા નથી તે દિવસે એ, ભેજનને પણ ત્યાગ કરે છે અને એમ છે માટે જ આ મહામુનિને સુખશાતાના સમાચાર જાણવા આ તરફ ઉપરાઉપર વારંવાર વિદ્યાધ આવતા રહે છે અને જતા રહે છે. વળી, હમણાં આ મુનીશ્વરે ચિમાસી તપ કર્યું છે–ચાર મહિનાના ઉપવાસ કર્યા છે. જ્યારે તે તપ પૂરું થવા આવ્યું ત્યારે આજે એ મુનિરાજ આ નિર્જન વનમાં કેવી રીતે પારણું કરશે?” એ ચિંતાથી અમે વ્યાકુલ થયેલા. આ મહામુનિ બે પ્રહર જતાં ભિક્ષાપાત્ર તૈયાર કરી ભિક્ષા લેવા જવા માટે તૈયાર થયા છે એટલામાં એક હરણ તેની પાસે આવ્યું. એ હરણ તે મુનિ પાસે રહે અને તેથી તેને વિવેક પ્રાપ્ત થતાં પોતાના પૂર્વભવનું જ્ઞાન થયેલું છે. જંગલમાં બધે ફરતાં ફરતાં એ હરણે આ નિર્જન વનમાં તારી (સંગમકની) હયાતી જાણી લીધી અને તારી પાસેથી મુનિને ભિક્ષા મળે એમ છે એમ સમજવાથી એ હરણે મુનિની પાસે આવી પગમાં પડી તથા પ્રકારની તારા તરફ મુનિને લઈ જવાની ચેષ્ટાઓ કરી દેખાડી. આ પવિત્ર અનગાર, એ હરિણની ઇગિત ચેષ્ટાઓ સમજી ગયા અને હરણે દેખાડેલા માર્ગ ઉપર ચાલતા એ તારી પાસે આવી પહોંચ્યા. પછી તે એને પારણું કરાવ્યું તેથી હું (માગધ) કહું છું કે–તું સાધારણ પૂણ્યવાળે નથી પણ કોઈ મહાભાગ્યવાન છે.
આ બધી વાતો સાંભળીને પેલા તપસ્વી સંબંધે સંગમકને જે કવિક (“એ છત્ર કેમ ધરે છે વગેરે...) થયા હતા તે બધા દૂર થયા, તપસ્વીની ગુણવિભૂતિ, ત્યાગી સંપત્તિ અને ઉગ્ર તપશ્ચર્યા આદિ અનેક ગુણપરંપરા જાણીને તેને ભારે આનંદ થયા અને એ આનંદમાં ને આનંદમાં વહાણવટી સંગમક રાત્રે પથારીમાં પડે-સૂત. તેનું વહાણું તૂટી ગયા પછી તેને મળેલા પાટિયા દ્વારા સમુદ્રને પાર કરતાં વચ્ચે ઘણું લાંઘણ થઈ. વળી, આ અરણ્યમાં ન ખાઈ શકાય એવાં અગ્ય દુષ્પચ કંદમૂલ અને ફળ ખાવાં પડયાં. આને લીધે તેને પેટનું શૂળ થઈ આવ્યું, પેટમાં ભારે પીડા ઉપડી. જંગલમાં વિદ્ય ન મળવાને લીધે પેટના ભૂલને ઓષધાદિદ્વારા સારી રીતે ઉપચાર ન થઈ શકે તેથી તે (સંગમક) મરણ પામ્યા અને પછી તે જ અધ્યા નગરીમાં રાજ્ય કરતા રાજા વિજયરાજની પટ્ટરાણી સીતાદેવીની કુક્ષિમાં એ સંગમક તેના પુત્રપણે જન્મ પામ્યું. જ્યારે તેને જન્મ થયો ત્યારે મોટા અભેદ કિલ્લામાં ભરાઈ બેઠેલ સીમાડાને રાજા હારી ગયે એવા વિજય સમાચારની વધામણી સંગમકના પિતા વિજયરાજે સાંભળી. એક તરફ પુત્રને
"Aho Shrutgyanam