________________
૨૬૩
સુજય રાજવીની ધન સંબંધી ચિન્તા.
કથાનકોષ :
જન્મ થયે અને બીજી તરફ પ્રબળ સજા વશ થયો–આ પ્રકારના બેવડા આનંદના સમાચાર મળવાથી પુત્રના જન્મનું વધામણું વિશેષ ઉલ્લાસથી થયું. જ્યારે તે બાર દિવસને થયે ત્યારે તેનું નામ “સુજય રાખવામાં આવ્યું. તેનું બાળપણ વીતી જતાં જ્યારે તે નિશાળે જવા જેટલી અવસ્થાને પામ્યું એટલે આઠ નવ વરસની ઉંમરને થશે ત્યારે તે કલાચાર્યની પાસે જઈ પહેલાં પુરુષને શીખવા ગ્ય બહોતેર કળા શીખ્યો, અને પછી યૌવનવય પામતાં બત્રીશ કન્યાઓને પર. - હવે સુંદર પુવાળા એ “સુજય” યુવરાજ પિતાના ભુજદંડદ્વારા જ્યારે ધનુષ્યની કેરને નમાવે છે ત્યારે આશ્ચર્ય તે એ છે કે-એનાથી નાશી ગયેલા એના શત્રુરાજાઓની શોભા-સમૃદ્ધિ ચારે દિશામાં નમી પડે છે, અર્થાત્ એનું ધનુષ્ય નમતાં શત્રુઓ નાશી જાય છે, તાબે થઈ જાય છે. ભયંકર મેઘની ગર્જના જે યુવરાજ સુજયના પ્રચંડ ધનુષ્યની દેરીને જ્યારે ઝણઝણાટ-ટંકાર થાય છે ત્યારે પેલા ભયભીત રાજહંસ કવખતે જ ગભરાઈ જાય છે અથાત્ મેઘની ગર્જના થતાં જેમ હસે ગભરાય છે તેમ સુજયના ધનુષની ડેરી ઝણઝણાટ થતાં જ બીજા રાજાઓ ભયભીત થાય છે. યુવરાજ સુજ્યને પ્રતાપ તે છે એક પ્રકારને છતાં તેનાં બે જાતનાં રૂપ પ્રત્યક્ષ દેખાય છે. જે રાજાએ તેને નમતા રહે છે તે રાજાઓને એ પ્રતાપ હીમ જે શીતળ લાગે છે અને જેઓ તેને નમતા નથી તેવાએને એ પ્રતાપ પ્રલય કાળના ભયંકર દાવાનલ જેવું લાગે છે. એ યુવરાજ, ત્યાગમાં– દાનમાં, વિદ્યામાં નીતિમાં અને વિનયમાં. ડહાપણમાં અને દાક્ષિણ્યતામાં બધાથી એટલે બધે ચઢિયાત છે કે એ ગુણેમાં પહેલાં એનાં વખાણ થયા પછી જ બીજાઓનાં નામ બેલાય છે અર્થાત્ એ, દાનાદિક ગુણમાં સૌથી વિશેષ આગળ પડતો છે.
આ પ્રકારના ઉત્તમ ગુણયુકત યુવરાજ “સુજ્ય'ને પોતાની ગાદી સેંપી તેના પિતાએ પતે શ્રમણદીક્ષાને સવીકારી. હવે એ વિજયરાજ શ્રમણું, પિતાના ગુરુની સાથે ગામડાંઓ તરફ, ખાણ તરફ, જ્યાં માનની વસ્તી છે તે બાજુ અને નગર તરફ એમ ચારે બાજુ આ સુંદર પૃથ્વી ઉપર વિહરવા લાગે. આ તરફ “સુજય મહારાજ પણ ચંદ્ર જેમ કિરણ દ્વારા કુવલયને આનંદ આપે છે, તેમ હળવા કરો દ્વારા કુવલય-ભૂમંડળને–પ્રજામંડળને આનંદ આપતે ચંદ્રની જેમ પ્રતિદિન પ્રવર્ધમાન–વધતે ઉન્નતિ પામતે અને રાજશ્રીને ઉપભોગ કરતે આને વિકસે છે. વખત જતાં એ રાજા વિશેષ દાની હોવાથી અને પ્રજા પાસેથી એ છે કર લેતે હેવાથી તેના ધનભંડારે તથા અનાજના કેપ્યારા ખૂટી ગયા. ધનભંડારના વ્યવસ્થાપક અને કેકારના વ્યવસ્થાપકે એ ભંડારે અને કેકાર ખૂટી ગયાની હકીકત રાજાને જણાવી. હકીક્ત સાંભળીને રાજા બેદ પામે. તેને વિચાર થયે કે-આ શું? અને જુગારનું કે એવું બીજું લક્ષમી-નાશક કેઈ જાતનું વ્યસન નથી,
"Aho Shrutgyanam