________________
૨૬૫
સિંહનાદના અગ્નિસરથી અનંતવીર્યનું દીક્ષા-મહા.
: કથાત્નિ-કેષ :
તે જ્ઞાન દ્વારા નાના પુત્રે પોતે પણ પિતાને દેવતાએ કહ્યો તે ખરેખર પૂર્વભવ પ્રત્યક્ષ કર્યો અને દેવતાએ કહેલી હકીકત તેણે ખરી સ્વીકારી. પિતાને પૂર્વભવ પ્રત્યક્ષ કર્યા પછી રાજકુમાર સિંહનાદને તીવ્ર વૈરાગ્ય થયે, પિતાના શરીરમાં કોઢ થવાને લીધે અનેક કૃમિઓ થઈ ગયા છે અને શરીર વિશેષ ક્ષીણ થઈ ગયું છે તે જોઈ સિંહનાદે એમને અસાધ્ય જાણું અગ્નિમાં પ્રવેશ કરી બળી મરવાનું નક્કી કર્યું અને હાથ જોડી, મસ્તક નમાવી વિનયપૂર્વક પિતાના પિતાને વિનંતિ કરીઃ હે પિતાજી ! અવસ્થાને વિપાક વિષમ છે, કર્મની પરિણતિ પ્રતિકુળ છે, આ રોગ મટે અને હું આરોગ્ય મેળવું એ માટે કેઈ ઉપાય દેખાતું નથી, તે આપની પાસે મારે કાંઈક માગણી કરવાની છે. જો તમે આપવાની હા કહે છે. વિદ્યાધરચક્રવર્તી અનંતવીર્યે કહ્યું બચ્ચા-વહાલા દીકરા-સિંહનાદ! તું એમ કેમ બેલે છે? શું તને પણ ન દઉં એવું કંઈ હોય ખરું? તું કશી પણ શંકા રાખ્યા વગર માગ અને તું જે માગીશ તે હું જરૂર આપીશ. રાજકુમાર સિંહનાદ બેભે અગ્નિમાં પડીને બળી મરવા ઈચ્છું છું અને એ રીતે મારે આત્મઘાત કરતાં તમારે મને જરા પણ વિલન નહીં કરવાનું. જો તમે મને મારું માંગેલું આપે તે હું આ જ માગું છું. આ જાતની રાજકુમારની માંગણી સાંભળી વિદ્યાધરના રાજા અનંતવીર્યને ભારે સંતાપ થયે અને તેને એમ થયું કે-રાજકુમારનું વચનચ્છળ મારા દયાનમાં ન આવ્યું અને તેથી તેને ભારે પસ્તા થયે. હવે રાજકુમાર સિંહનાદને પિતાના સ્વજનેએ ઘણે વા છતાં તેણે પતંગિયાની પેઠે ભડભડતી આગમાં પડતું મૂકયું અને તેથી આખા નગરમાં ભારે હાહાકાર થઈ ગયે. સિંહનાદની રાણીઓએ પણ પોતાના પતિ પ્રમાણે આગમાં પડી બળી મરવાનું ધાર્યું, તે પણ તેમને મહાકલ્ટે રોકી રાખવામાં આવી.
- આ તરફ સજા અનંતવીર્યને ભારે ખેદ થયે. તેને એમ થયું કે- હાય! મેં મારા સિંહનાદને દેવતાએ જણાવેલ તેને પૂર્વભવ શા સારુ કહી સંભળાવ્યો? હાય ! મેં તેની અગ્નિમાં પડીને બળી મરવાની માગણી શા માટે સ્વીકારી?” આ રીતે તેને ભારે સંતાપ થયે. આમ સંતાપમાં ને સંતાપમાં તેને કયાંય ચેન નથી પડતું. છેવટે દીક્ષા લેવાને વિચાર કર્યો. રાજલકે એટલે અનંતવીર્યના દરબારીઓ તેને દીક્ષા લેતે અટકાવતા રહ્યા તે પણ પુત્રના મરણ સંબંધથી થયેલા તીવ્ર વૈરાગ્યને લીધે તેણે પિતાના યુવરાજ પુત્ર મેઘનાદને રાજ્ય ઉપર થાપી મહાબાહુ પ્રભુ પાસે દીક્ષા લીધી, અને તે વિદ્યાધરેશ્વર શ્રમણ થશે અને દીક્ષાના પ્રથમ દિવસથી જ તેણે પાસખમણ, માસખમણ વગેરે તીવ્ર તપશ્ચર્યાએ શરુ કરી દીધી. નગરમાં રહેવાથી તે અનંતવીર્ય રાજર્ષિની ભારે પૂજા થવા લાગી અને વિદ્યાધરના અધી નિરંતર-વારંવાર તેની વંદન, પૂજા, પ્રતિપત્તિ વગેરે કરવા લાગ્યા તેથી રાજર્ષિને એમ લાગ્યું કે “આ મારી વંદના-પૂજા તે મારા ધર્મધ્યાનમાં વિનરૂપ
"Aho Shrutgyanam