SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ • થારનું-કોષ : અન’તવી નો વિચારણા. ૨૪ કરવાની તૈયારીમાં હતા. ભિક્ષા માટે આવેલા મુનિને તે પુરાહિત તિરસ્કાર–અનાદર કર્યો અને પાતે જમતાં વધેલી એવી એઠી ભિક્ષા તે મુનિને તેણે તિરસ્કારપૂર્વક દેવરાવી, મુનિએ એ ભિક્ષાને આગમશ્રુતવિધિની અપેક્ષાએ તત્કાલાચિત દ્રવ્યાદિથી શુદ્ધ સમજીને ગ્રહણ કરી અને ખાવા પણ માંડી, પર ંતુ તેમ કરતાં તે મુનિને દેવતાએ અટકાવ્યા ત્યારે તે મુનિએ, એ ભિક્ષાને પરહરી પરઠવી દીધી. હવે એ દેવતાએ પુરાહિંતે કરેલું મુનિનું અપમાન અસહ્ય લાગતાં-એ પુરાહિતના શરીરમાં એક સાથે સાળ મહારાગો ઉપજાવ્યા. તે રાગેાથી અત્યંત પીડા પામતા અને જેમ થોડા પાણીમાં માછલી તરફડે તેમ તરફડતા એ પુરાહિત મરણુ પામ્યા. મર્યાં પછી તે, નિદિત યેનિઓવાળી જીવજાતિએમાં જન્મ્યા, એ જન્મમાં પણ તે, રાગોથી પીડા પામીને મરણ પામ્યા. આ રીતે કેટલાક જન્મ-જન્માંતરા સુધી ઉગ્ર દુઃખાને અનુભવીને તે પુરાતિને જીવ, હજી તેના દુષ્કૃત્યે ખાકી રહ્યાં હાવાને કારણે વર્તમાનમાં તારે ત્યાં પુત્રપણે અવતર્યાં છે અને પૂર્વનું થાડુ દુષ્કૃત માકી હાવાથી તે, આ પ્રકારે ૬ઃસ્થ અવસ્થાને રાગેાથી થતી પીડાને પામ્યા છે, તે હે મહારાજ! તું તે સંસારની પરિસ્થિતિને ખરાખર જાણકાર છે તેથી સંતાપને તજી, ધીરજને ધારણ કર, અને પૂર્વે કરેલાં દુષ્ટ કર્મોના કડવા પરિપાક વિશે તું વિચાર કર. ” એ પ્રકૃતિ વિદ્યાદેવીનું કથન સાંભળીને વિદ્યાધરાના રાજા અનંતવીયે આ પ્રમાણે વિચાર કર્યાં: પ્રલયકાળે ચલિત થયેલા અને ચંચળ તરંગાથી ઊછળતા એવા ચારે બાજુ વિસ્તાર પામતા સમુદ્રના જળ–પ્રવાહને કદાચ કેઈ રીતે રુધી−રાફી શકાય. પાતળા રેશમી વસ્રના કટકામાં અને મેતીએની માળા વચ્ચે કદાચ કઈ રીતે નિશ્વળ કરી શકાય. વળી, ધગધગતી આગની ઝાળાવાળા પ્રચંડ મહાનલને અંદર પડીને લાંખા વખત સુધી કદાચ ભેટી શકાય અર્થાત્ એવી ભયંકર આગમાં પણ કદાચ રહી શકાય. જાણે ઘડામાં રાખ્યા હાય તે રીતે પાંચ મેરુને હાથની પાંચ આંગળીઓમાં રાખી કદાચ રમી શકાય. અર્થાત્ આવાં આવાં સર્વથા અશક્ય કાર્યોને પણ કદાચ કાઇ કરી શકે તે પણ વિગુણુ વાના ઉદ્યોગાદ્વારા થતા સગાને લીધે પણ થતી જન્મ પરંપરાની પીડાને તથા અશુભે સ્થિતિવાળાં અને એવાં રસવાળાં કર્મોના સમૂહથી થતી પીડાને એક ક્ષણ પશુ સહ્યા વિના નિશ્ચિતપણે ચાલતું નથી. જે સુરો અને અસુરે આમ તે સ્વચ્છ ંદ રીતે હરેફરે છે તેઓ પશુ કવિપાક આવતાં એક ક્ષણુ માટે પણ તેને ભોગવવાનુ ટાળી શકતા નથી તા બીજાની તેા શી વાત કરવી? કર્માંના વિપાક વિશે અને તેના અવશેષ ભાગવતા વિશે ઉપર પ્રમાણે વિચાર કરતા અન તવીય ને એમ થયું કે મારે તે આ સર્વ પ્રકારે સકટ આવી પડયું, પુત્રને કુશળ થવાને સભવ નથી એમ ધારી તે, પુત્રની પાસે ગયા. તેણે પેાતાના નાના પુત્રને દેવતાએ જે રીતે તેના (પુત્રને) પૂર્વજન્મને વૃત્તાંત જણાવ્યે હતા તે રીતે બધા વિગતથી કહી સંભળાખ્યો. તે સાંભળતાં જ નાના પુત્રને જાતિસ્મરણુ જ્ઞાન થયું અને "Aho Shrutgyanam"
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy